________________
અવંતિનું આધિપત્ય.
હયાતીમાં પણ થયો હોય તે ના નહિ. વૃદ્ધાવસ્થાને લઈ શ્રી સુહસ્તિ તેમાં હાજર ન પણ રહ્યા હોય. ગમે તેમ પણ મ. નિ. ૧૫૫થી મ. નિ. ૨૬૩ સુધીને ૧૦૮ વર્ષનો મૌર્યકાલ બંધ બેસતું નથી. જેનસાહિત્યમાં મૌર્યવંશ અને તેના રાજાઓના રાજત્વાકાલ વિષે કાંઈપણ ઉલ્લેખ થયેલો જણાતું નથી પરંતુ જેનકાલગણનાની ગાથાઓ મૌનાં ૧૦૮, પુષ્યમિત્રેનાં ૩૦, બલમિત્રભાનુમિત્રનાં ૬૦, એમ જે લખી રહી છે તેના સંબંધમાં જૈનસાહિત્યને એક ગ્રંથ હિમવંતથેશવલી આપણને કોઈ ઉકેલ કરી આપે છે કે કેમ? તે હવે તપાસીએ.
હિમવંતભેરાવલી ચંદ્રગુપ્તને પુત્ર બિન્દુસાર, બિન્દુસારને પુત્ર અશક, અશકને પૌત્ર સંપ્રતિ અને બલમિત્ર–ભાનુમિત્ર, બલમિત્રનો પુત્ર નભે વાહન, નવાહનને પુત્ર ગર્દેશિતલ, ગદંબિલને પુત્ર વિક્રમાદિત્ય, એવી રીતે એ સર્વ રાજાઓને મૌર્યવંશના લખી તેમને રાજત્વકાલ અનુક્રમે ૩૦, ૨૫, ૩૫, ૪૯, ૨૦, ૪૦, ૧૩ વર્ષ નેધી છેલ્લા વિક્રમાદિત્યને રાજત્વકાલ નોંધતી નથી. તેની ગણનામાં ચંદ્રગુપ્તથી લઈ બલમિત્ર-ભાનુમિત્ર સુધીના રાજાઓને રાજવંકાલ મ. નિ. ૧૫૪ થી ૩૫૪ સુધી ૨૦૦ વર્ષ થાય છે. મ. નિ. ૧૫૫ ના બદલે ૧૫થી તે મૌર્યવંશની શરૂઆત માને છે. અને સંપ્રતિ તથા બલમિત્રભાનુમિત્ર વચ્ચે ૧ વર્ષ અરાજકતાનું તે લખે છે, આ ૨ વર્ષ ૨૦૦માંથી બાદ કરીએ તે બલમિત્ર-ભાનું મિત્રના રાજ્યાન્ત સુધી મૌર્યકાલ ૧૯૮ વર્ષ થાય. બલમિત્ર-ભાનુમિત્રના ૬૦ વર્ષ રાજ
સ્વકાલ દરમી આન મગધસમ્રાટુ પુષ્યમિત્રનું ૩૦ વર્ષ ઉજજયિની પર આધિપત્ય થયું હતું, એ કાલ તે બલમિત્ર-ભાનુમિત્રના શજત્ત્વકાલમાં જ રહેવા દે છે; કેમકે તે ઉજજયિની પરનું આધિપત્ય નૈધતી નથી, પરંતુ પાટલીપુત્ર અને જયિનીના મિર્યરાજાઓની સામાન્ય રાજત્વકાલની નેંધ લે છે.
હિમવંત થેરાવલીની જેમ જનકાલગણનાની ગાથાઓ પણ મૌયરાજ્યારંભથી બલમિત્રભાનુમિત્ર સુધીને રાજકાલ ૧૯૮ વર્ષ નોંધે છે. જેમકે –મૌર્યો ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રે ૩૦ વર્ષ અને બલમિત્ર-ભાનુમિત્ર ૬૦ વર્ષ. હિમવંત થેરાવલીથી એની પદ્ધતિ નિરાળી છે, કારણ કે એ ગાથાઓને હિમવંતર્થરાવલીની જેમ સ્વતંત્ર કે પરતંત્ર કઈ રાજાના રાજત્વકાલની નેંધ નથી લેવી, પણ ઉજયિનીના અધિપતિઓના રાજત્વકાલની જ નેધ લેવી છે. ઉપરોક્ત ૧૯૮ વર્ષ દરમીયાન બલમિત્ર-ભાનુમિત્રના રાજ્યત પૂર્વે ૩૦ વર્ષ ઉજજયિની પર પુષ્યમિત્રોનું આધિપત્ય હતું એમ એ ગાથાઓ કહેતી હેવાથી, ઉજજયિનીના આધિપત્ય કાલનાં ૧૯૮ વર્ષમાં ગણાયલાં પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ બાદ કરીએ તે, પુષ્યમિત્રો સિવાયના મૌર્યો અને બલમિત્ર ભાનુમિત્રના નામે ૧૬૮ વર્ષ લખવાનાં રહે, અને મૌનાં ૧૦૮ વર્ષ, બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષ, એમ ૧૦૮ + ૬૦ = ૧૬૮ વર્ષ ત્યાં લખ્યાં પણ છે; પરંતુ આ રીતે-૧૦૮ અને ૬૦ વર્ષ તરીકે પાડેલ વિભાગ બરાબર નથી, કારણ કે બલમિત્ર-ભાનુમિત્રના રાજકાલે વચમાં પુષ્યમિત્રોનું ઉજજયિનીમાં ૩૦ વર્ષ