________________
અલલિતું આધિપત્ય પૂ. ૪૭૩ થી ૪૩૬) સુધી આવે છે જે ૩૭ વર્ષ થાય છે અને બૌદ્ધ સાહિત્ય પ્રમાણે રાજ્યાભિષેકથી ગણતે એ રાજાને રાજત્વકાલે મ. નિ. પૂ. ૧ થી મે. નિ. ૩૧ (વિ. સં. પૂ. ૪૧૧ થી ૩૭૯, ઇ. સ. પૂ ૪૬૮ થી ૪૩ર) સુધી આવે, કે જે ૩૨ વર્ષ થાય છે.
કેણિકનું સામ્રાજ્ય વિશાલ હતું; અંગ, ઉત્તર કલિંગને સમાવતે મગધ દેશ તેને વારસામાં જ મળ્યું હતું, તેમાં તેણે વિદેડને જોડી દીધું હતું. ઉત્તરકેશલ આદિની સામે તેણે સરસાઈ મેળવી હતી. એની સામ્રાજ્ય લાલસા વિશેષ હેઈ વધતી જ જતી હતી. અને એ લાલસાએ જ, નહિ કે બૌદ્ધગ્રંથ મહાવંશ કહે છે તેમ તેના પુત્ર ઉદયભરની પિતૃવાતવૃત્તિએ, તેને અંત આયે હતે. કેણિક સવિશેષ સામ્રાજ્ય-લાલચુ હેવા છતાં, તેને અને તે સમયના અવનિના અધિપતિઓ-પાલક, અવનિવર્ધન અવનિતષેણ, એ રાજાઓને પરસ્પર કાંઈ અથડામણ થઈ હોય એવી ઈતિહાસમાં મેંધ થયેલી જણાતી નથી. - કેણિક વિષે એક નેંધ લેવાની રહી જાય છે તે એ કે, મત્સ્યપુરાણુના કેઈ એકાદ પાઠાંતરમાં શ્રેણિક પછી એટલે વિધ્યસેન પછી કન્વાયન અને ભૂમિમિત્ર એ બે રાજાઓનાં નામ લખી તેમને રાજત્ત્વકાલ અનુક્રમે ૯ અને ૧૪ વર્ષ લખવામાં આવે છે, અને પછી કેણિક અજાતશત્રુનું રાજ્ય લખાય છે, પરંતુ બૌદ્ધ, જૈન અને પૌરાણિક સર્વ ઉલેખમાં શ્રેણિક પછી તરત જ કેણિકનું રાજ્ય લખ્યું છે. તેથી એ કવાયન અને ભૂમિમિત્ર મગધની મુખ્ય શાખાના રાજાઓ નથી જ. તેઓ કયાંના રાજાઓ હશે એ નકકી કરવું મુશ્કેલ છે. સંભવ છે કે, શ્રેણિકના કેણિક સિવાય કે અન્ય પુત્રના તેઓ વારસદાર હોઈ રાજગૃહીની ચાલુ રખાયેલી ગાદીના રાજકર્તાઓ અને પુરાણમાં ધેલા વંશક (હર્ષક, દર્ભક, દર્શક, વર્ધકોના અથવા ભાસની સ્વપ્નવાસવદત્તામાં રજુ કરાયેલા પાત્ર રાજા દશકના પુરોગામીઓ હશે. * હિમવંત ઘેરાવલી, શ્રીહેમચન્દ્રસૂરિનું પરિશિષ્ટ પર્વ, વિગેરે જેનગ્રંથમાં કેણિક પછી ઉદાયીનું રાજ્ય લખાયું છે. કેણિકે પોતાના પિતા શ્રેણિકને કેદ કર્યો ત્યાર તેને પુત્ર આ ઉદાયી બે ત્રણ વર્ષને બાલક હતું, એ ઉલ્લેખ છે તેથી તે ગાદીએ આવ્યા ત્યારે તેની વય આશરે ૪૦ વર્ષની હશે એમ લાગે છે, કેમકે શ્રેણિકને કેદ કર્યા પછીનાં ૩૭ વર્ષ કેણિકના રાજત્વકાલનાં પૂર્વે નકી કર્યો છે.
જૈનગ્રંથની જેમ બૌઢ પણ શ્રેણિક પછી કેણિકનું જ શાન્ય લખે છે. - શ્રેણિક અને કેણિકથી વધારે પરિચિત જૈન અને બૌદ્ધગ્રંથથી ભિન્ન મત દર્શાવતાં પુરાણે કેણિક પછી વશક (દર્શક) નું રાજ્ય લખે છે, પરંતુ તે મગધની મુખ્ય ગાદીને રાજા નથી, વિગેરે સ્પષ્ટીકરણ હું આગળ કરીશ તેથી જણાશે કે કેણિકના ઉત્તરાધિકારી તેને પુત્ર ઉદાયી જ છે.