________________
અવંતિનું આધિપત્ય તે પિતાના પુત્રને ત્યાં માંકલિક ની હશે, પરંતુ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યે પાટલીપુત્ર લઈ લીધું અને પાછળથી પિતાના સસરા એવા છેલલા નંદરાજાને સમાધાન સાથે વિદાય કર્યો ત્યારે, એટલે કે મ. નિ. ૧૫૫ વર્ષે, એ છેલ્લા નને રાજગૃહીમાં આવી ત્યાં ૧૪ વર્ષ ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે સત્તા ભેગવી હોય એ બનવા જોગ છે. આ પછીથી ઇંગેના હાથમાં મગધ સામ્રાજ્ય ગયું ત્યાં સુધીમાં પાટલીપુત્રના આધિપત્ય નીચે મૌર્ય રાજાઓ રાજગૃહીમાં સત્તા જોગવતા હતા એમ જૈનગ્રંથો અને ખારવેલના હાથીગુફાવાળા લેખથી જાણવા મળે છે.૫૯ બૌદ્ધગ્રંથાએ પાટલીપુત્રમાં નન્દ રાજ્યાન્ત અને ચન્દ્રગુપ્ત રાજ્યારંભ, મ. નિ. ૧૫૫ વર્ષે એટલે અજાતશત્રુના રાજ્યારંભથી ૧૫૬ વર્ષે ગણુ જોઈએ તેમ ન ગણતાં, રાજગૃહીમાંના છેલ્લા નંદનાં ૧૪ વર્ષ એ ગણનામાં નાંખી મ. નિ. ૧૬ વર્ષે અને અાતશત્રુના રાજ્યારંભથી ૧૭૦ વર્ષે ગો એ ભૂલના પરિણામે જ બુદ્ધ પરિનિર્વાણુથી ૧૬૨ વર્ષે ચન્દ્રગુપ્તનું રાજ્ય અને ૨૧૮ વર્ષે અશકનું રાજય તેમણે લખી દીધું છે. •
(૫૯) મહાવીર નિર્વાણથી ૨૧૪ વર્ષે અવ્યક્તવાદી નિહંવ ઉત્પન્ન થયો. આ સમય દરમિયાન રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્ર રાજા રાજ્ય કરતા હતા એમ આવશ્યક નિર્યુક્તિ અને શૂર્ણિમાં કહેલ છે, જેમકે –
"चोदा दो वाससया, तइया सिद्धि-गयस्त वीरस्म । तो अवत्तियदिहि, सेवियाए समूप्पना ॥ सेयवियपोलसाढे, जोगे तदिवसहिययस्लेय । सोहम्मि नलिणिगुम्मे, रायगिहे मुरियवलमहो।
આવશ્યક-નિર્યુકિત "समणस्त भगवतो दो वास सताणि चोदसुत्तराणि सिद्धिं गतस्स-ताहे बिहरंता रायगिह नगरं गता, तत्थ मुरियवंसप्पसूतो बलमदो नाम राया"
આવશ્યક ચૂર્ણ (પૂર્વાર્ધ) પૃ. ૪૨૧ ખારવેલના શિલાલેખનું સ્વતંત્ર વાંચન જણાવી શ્રીયુત પં. કલ્યાણવિજયજી લખે છે કે, “રાજા भिषेकके आठवे वर्षमें मौर्यराजा धर्मगुप्तको मरवा कर पुष्यमित्र राजगृहमें आतंक मचा
હા હૈ..” (પન્યાસશ્રીને આ વાંચન બરાબર છે કે નહિ તેની ચર્ચા અહિં કરવાનું નથી. ફક્ત આ વખતે રાજગૃહીમાં મોર્યરાજા હતો અને તેનું ખૂન થયું હતું એ હકીકત અહિં જણાવવાની છે. આ વિષે વિશેષ હકીક્ત હું આગળ જતાં જણાવીશ.)
વરનિર્વાણુસંવત ઔર જૈન કાલગણના ટીપણુ ૩૨ પૃ. ૫૦ (૬) કાલાના રાજ્યના દશમા વર્ષે બુદ્ધ પરિનિર્વાણથી ૧૦૦ વર્ષ લખ્યાં છે. કાલાસનનું રાજ્ય ૨૮ વર્ષ લખ્યું છે એટલે બુદ્ધપરિનિર્વાણથી ૧૧૮ વર્ષે કાલાસોગને રાજ્યત થયે તે પછી ૨૨ વર્ષ તેના પુત્રોએ અને ત્યારબાદ ૨૨ વર્ષ નન્દાએ રાજ્ય કર્યું એટલે બુદ્ધપરિનિર્વાણુથી ૧૬ર વર્ષે ચન્દ્રગુપ્તનું રાજય શરૂ થયું. કાલાગના રાજ્યના દશમા વર્ષે બુદ્ધ પરિનિર્વાણને ૧૦૦ વર્ષ થયાં હતાં તથા બુદ્ધ પરિનિર્વાણથી ૨૧૮ વર્ષે અશોક માન્યો હતો તેને ઉલ્લેખ આવી રીતે છે – "अतीते दसमे वस्से, कालासोकस्स राजिनो संबुद्धपरिनिव्वाणा, एवं वस्ससतं अहु ॥८॥"
-મહાવંશ પરિછેદ ૪.