________________
અવંતિનું આધિપત્ય
નીચેની કોઈ અન્ય સ્થળની પેટા શાખામાં માંડલિક રાજાઓ હેવા જોઈએ, અને એ શાખા નાના રાજ્યાંતથી ૨૨ વર્ષ પહેલાં સમાપ્ત થતાં તે સ્થળમાં પાટલીપુત્રના નન્દવંશની સીધી સત્તા સ્થપાઈ હોવી જોઈએ. જન પરંપરા નદોને રાજકાલ ૧૫૫ વર્ષ, હિમવંત થેરાવલી આદિ ૯૪ કે ૯૫ વર્ષ અને પરાણે ૧૦૦ વર્ષ લખે છે, ત્યારે ઈતિહાસમાં વિવિધ ઘટનાઓ અંગે વિવિધ રીતે પ્રસિદ્ધ એવા આ નન્દવંશને રાજત્વકાલ બૌદ્ધ ગ્રંથમાં ફક્ત ૨૨ વર્ષનો જ લખવામાં આવે છે. તે કવચિત ત્યાં નન્દ શબદનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યું નથી. આથી એ સૂચિત થાય છે કે, બૌદ્ધ ગ્રંથેએ સ્થળને ગોટાળો કરી ૫૧ પાટલીપુત્ર સિવાય કેઈ અન્ય સ્થળની પેટા શાખાની જ વંશાવલીને નેંધી છે. મહાવંશનો નાગદાસક અને પુરાણેને નન્દિવર્ધન જે ભિન્ન જ વ્યક્તિ હોય તે એ પેટાશાખા શાલીમાં રાજ્ય કરતી હોવી જોઈએ. ઉદાયીના રાજ ત્વકાલના ૧૦ વર્ષ એ શાખા સ્થપાઈ હશે કે કેમ એ એક પ્રશ્ન છે. વિશાલીમાં આ પેટાશાખા હેવાનું અનુમાન કરવાનું કારણ એ છે કે, વૈશાલીમાં બીજી બૌદ્ધ સમિતિ કરાઈ હતી તેનો સમય નેધતાં મહાવંશ લખે છે કે, “આ સમિતિ કાલાસોકના રાજ્યમાં ૧૦ વર્ષ વીતતાં ભરાઈ હતી અને હમણાં બુદ્ધ પરિનિર્વાણને ૧૦૦ વર્ષ થયાં છે.” મહાવંશની આ નેંધ આપણને એવા અનુમાન પર લઈ જાય છે કે, કાલાસેક જેમાં છે એ બૌદ્ધ ગ્રંથઃ વંશાવલીના રાજાઓને વૈશાલી સાથેજ ઘનિષ્ટ સંબંધ છે, નહિ કે કેઈ અન્ય સ્થળની સાથે. - ઉપરોક્ત રીતે બૌદ્ધ ગ્રંથોમાં ધેલી અનુરૂદ્ધ મુડાદિ શજાઓની વંશાવલી પાટલીપુત્રના રાજાઓની નહિ પરંતુ તેના તાબાના અન્ય સ્થળના રાજાઓની છે, તેવી જ રીતે પુરાણોમાં સેંધાયેલા વંશ, નનિવર્ધન પણ કઈ અન્યસ્થળની વંશાવલીના રાજાઓ છે. તેઓ શિશુનાગવંશી છે એ પુરાણના કથનને માન્ય કરીએ, પરંતુ તેમના માટે પાટલી પુત્રના સમ્રાટ તરીકેનું પુરાણનું કથન બરાબર નથી. એ રાજાઓ પાટલીપુત્રના સમ્રાટ નહિ પરંતુ એ સમ્રાટેના તાબાના લગભગ સ્વતન્ત્ર જેવા માંડલિકે જ હેવા સંભવ છે. બૌદ્ધ સાહિત્ય જે વંશાવલી નેંધે છે તેમાં એ વંશક વિગેરે રાજાઓનાં નામ નેધતું નથી અને તે બરાબર છે, કેમકે તે પાટલીપુત્ર સિવાય કે અન્ય સ્થળની છે પરંતુ જૈન સાહિત્ય પાટલીપુત્રના સમ્રાટેની નંધમાં એ રાજાઓને સ્થાન આપતું નથી. તેથી સાબીત થાય છે કે, પુરાણેએ એ રાજાઓને વ્યર્થ જ પાટલીપુત્રના સિંહાસને બેસાડયા છે.
બૌદ્ધગ્રંથાએ નનાં ૨૨ વર્ષ જ લખી નવનદમાંથી પૂર્વના કેટલાક નને પડતા મુકયા છે પરંતુ પુરાણેએ જૈન સાહિત્યમાં નેધેલા ૯૮ કે ૯૫ વર્ષની લગભગ નન્દને ૧૦૦ વર્ષને રાજત્વકાલ લખી તેમના રાજત્વકાલને અંક લગભગ સાચવ્યો છે. જો કે
(૫૧) “પુveી સત્તા-ગંગુત્તનિલય, ૫-૧૦ સે–વહાં રે દલ્ટીપુત્ર કરતા ઢિલા હૈ, સિદ્ધ જૈ” ભારતીય ઇ. રૂપરેખા, જિ. ૧, ૪૯૮-૪૯૯,