________________
29
jainology II
આગમસાર (૩) આ મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગુણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી. (નિયમથી ફકત સમકીતિ જીવોને જ થાય છે.)
ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્ય અને ભાવ નો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. (૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે– ૧. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન 2જુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મનઃપર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પુદ્ગલોના) અનંત અનંત પ્રદેશી ઢંધોને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી- મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે ૧૦૦૦ યોજન, ઉપર ૯૦૦ યોજન તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજના ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતું નથી.) (૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઇએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી- મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી, શકે છે, જોઈ શકે છે. પરિશેષ વાર્તાઃ જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી–દેખી શકે છે? ઉત્તર :- હા જાણી–દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિક ટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઇએ. પ્રશ્ન:- 28જુમતિ અને વિપુલમતિ બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા? ઉત્તર:- જેમ કે બે વિદ્યાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી, સ્પષ્ટ છે કે પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ઋજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો
ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડ્યો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની તુલના:(૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે. (૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે. (૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુ વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વ
આવ્યા પછી સમાપ્ત થઈ જાય છે. (૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મન:પર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી. (૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની
સંપર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મન:પર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૮) સામાન્યપણે બધાજ અવધિજ્ઞાની મન:પર્યવ જ્ઞાની નથી હોતા, પણ બધાજ મન:પર્યવ જ્ઞાની અવધિજ્ઞાની તો હોય જ છે. (૫) કેવળજ્ઞાન:- કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદઅનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારેય પણ