Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 289
________________ jainology II 289 આગમસારે ધોવણ પાણી કોઈ સાધુ સાધ્વી, ધોવણ પાણી નથી લેતાં અને તેનો નિષેધ કરે છે. કોઈ ધોવણ પાણી લે છે, કોઈ ગરમ પાણી લે છે. આવી જુદી-જુદી પરંપરાઓ કેમ? આગમોમાં જણાવ્યા અનુસાર ગરમ પાણી તથા ધોવણમાંથી જ્યારે જે કાંઈ પણ સુલભ નિર્દોષ મળે તે જ લેવું જોઈએ. આધાકર્મી વગેરે દોષ લાગવાની શક્યતા હોય તો તેવું ધોવણ પણ ન લેવું જોઇએ અને ગરમ પાણી બાબતે પણ આધાકર્મી વગેરે દોષ લાગતો હોય તો તે પણ ન લેવું જોઇએ. એષણા દોષની ગવેષણા સિવાય આનો કોઈ એકાંતિક આગ્રહ રાખવો જોઇએ ન કલ્પસૂત્રમાં અટ્ટમ સુધીની તપસ્યામાં ધોવણ પાણી પી શકાય તેવો ઉલ્લેખ છે. તો સામાન્ય આહારના દિવસોમાં ધોરણ પાણી પીવાનું સિદ્ધ થઈ જાય છે. દયા દાન એવું કહેવાય છે કે તેરાપંથી દયાદાનને નથી માનતા? આ તો આગ્રહપૂર્વક કહેલી વાત છે જે શબ્દો સુધી સિમીત છે. બાકી તેમના ભોજન કે પાણીમાં કોઈ માખી વગેરે પડે તો તેઓ તરફડતી માખીને તત્કાળકાઢીને તેના જીવની રક્ષા તો કરે જ છે. ગુરુથી જુદા થયા પછી પણ તે સાધુઓ આવું કરતા હતા તથા ક્યારેક કોઈ સાધુ-સાધ્વીના માથામાં જૂ પડી જાય તો તેને પણ તેઓ પોતાનું રક્ત પીવરાવીને રક્તદાન તો કરતા જ હતા. દયા અને અનુકંપા તો સમકિતના લક્ષણો છે, તે કોઈ ધર્મિષ્ટ લોકોમાંથી નીકળી શકે તેમ નથી. દાન, શીલ, તપ અને ભાવના આ ચાર આત્મકલ્યાણના અંગો છે, તેમાં પણ દાન તો પ્રથમ છે. કોઈ જીવ સ્વયં મરવા પડ્યો હોય કે તેને કોઈ મારતું હોય અને આપણે તેને ન બચાવીએ તો તેમાં આપણું શું નુકસાન થાય? જે રીતે જૈન સાધુના સ્વયંના ગચ્છના કે અન્ય કોઈ પણ ગચ્છના પરિચિત અથવા અપરિચિત સાધુ પાણીમાં ડૂબતાં હોય અને જોનાર સાધને તરતાં આવડતું હોય તો તેણે તત્કાલ બતાને બચાવવા એવી ઠાણાંગ સૂત્રની આજ્ઞ જીવોની હિંસા પ્રત્યક્ષ હોવા છતાં, તેને સાધુનું કર્તવ્ય આગમમાં બતાવ્યું છે. જ્યારે પાણીમાં મરતા સાધુને સાધુ બચાવી શકે છે, આહાર પાણીમાં પડેલા જીવ(તિર્યંચ)ને કોઈ આગમમાં નથી કહ્યું છતાં સાધુ બચાવી શકે છે, “જૂને પોતાનું રક્ત પાઈ શકે છે તે સાધુ ધર્મ છે. તેવી જ રીતે ગૃહસ્થ માનવના દ્વારા કોઈ માનવને કે પશુને મરતા બચાવવું તે પણ ગૃહસ્થ ધર્મ છે. સાધુને બચાવવામાં નદીના ત્રણ સ્થાવર જીવોની પ્રત્યક્ષ થયેલી હિંસા પણ અનુકંપાની પ્રમુખતાએ ગૌણ થઈ જાય છે. જિંદગીભર સાધુ પણ ગામના- ગમન ક્રિયાઓ કરે જ છે, ખાય છે, શૌચ જાય છે. એ જ પ્રકારે માણસ પણ માણસની કે પશુની રક્ષા કરે છે, તેમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ દ્રવ્ય અને ભાવ હિંસા સંભવ હોય તો તે પણ અનુકંપાની પ્રમુખતામાં ગૌણ બની જાય છે. - જો કોઈ વ્યક્તિની સામે કોઈ બીજી વ્યક્તિ ગળે ફાંસો ખાય કે કોઈ ઝેર ખાઈને મરવાનો પ્રયત્ન કરતો હોય તો તેને જોઈને તે વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન ન કરે અથવા એક વ્યક્તિ ચોરી કરતી હોય ને બીજી વ્યક્તિ ત્યાં મૂક બની જોયા કરે કે હું શા માટે એને અંતરાયનો ભાગીદાર બને તો વ્યવહારમાં તે પણ અપરાધી ગણાય છે. એ જ રીતે મરતા કે મારતા જીવોને પોતાની ક્ષમતા અનુસાર પણ બચાવવાનો કોઈ પ્રયત્ન ન કરવો તે પણ પ્રત્યક્ષ અનુકંપા ભાવનું હનન છે. તીર્થકર પ્રભુ પોતાના સંયમ ભાવમાં, સાતમા ગુણસ્થાનકેથી જ્યારે લાખો કરોડોને અનુકંપા દાન દઈ શકે છે તો તેને એકાંત પાપ તો ન જ કહી શકાય. જ્યારે તેમના હાથેથી દેવામાં આવેલી સોના મહોર તો સંસારના પાપકાર્યોમાં જ કામ આવતી હોય છે. તેમ છતાં દાનનું મહત્વ અને લાભ સમજીને જ તેઓ આમ કરતાં હોય છે. તીર્થકર પ્રભુના દ્વારા એકાંત પાપની પ્રવૃતિ ધર્મ ભાવનાની પ્રમુખતાથી કરવાનું સંભવી જ ન શકે. એટલે અનુકંપાદાન પણ એકાંત હેય(છોડવા લાયક) સમજવું ઉપયુક્ત નથી. આગમના પ્રમાણોઃ- (૧) સૂયગડાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં આવા અનુકંપાદાનના કાર્યોને એકાંત પાપ કહેવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેવી ખોટી પ્રરૂપણા કરવામાં અંતરાય કર્મનો બંધ થાય છે. (૨) આગમમાં સ્પષ્ટ રૂપથી નવ પ્રકારના પુણ્ય કહ્યાં જ છે, તેનો પણ નિષેધ ન કરી શકાય. (૩) પરદેશી રાજાએ ધર્મી બન્યા પછી દાનશાળા ખોલી, જેનો કેશી શ્રમણે નિષેધ નહોતો કર્યો અને શાસ્ત્રકારે ધર્મી બન્યા પછી જ આ કાર્ય થયું તેવું કથન કર્યું છે. (૪) દુષ્ટ તથા વિધર્મનો પ્રચાર કરનાર ગોશાલકને વેશ્યાથી બળતો જોઈ, ભગવાને તત્કાળ બચાવી લીધો અને તે કાર્યને ખોટું ગણીને પ્રાયશ્ચિત્ત લીધું હોય તેવું કથન ભગવતી સૂત્રમાં ગણધરોએ કર્યું નથી. એટલે વિવિધ આગમ પ્રમાણોથી તથા અન્ય હેતુઓથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મરતા પ્રાણીને બચાવવું તે અનુચિત નથી; એકાંત પાપ કે અધર્મ પણ નથી પરંતુ મહાપુરુષો દ્વારા આચરિત અને આગમોક્ત છે મંજન: સ્નાન: વિભૂષા મંજન કરવું, નાન કરવું અથવા સાબુ, સોડા વગેરેથી કપડા ધોઈને સાફ-ચોખા રાખવાની પ્રવૃત્તિ પરંપરા ઉચિત છે ? મંજન તથા સ્નાન કરવાને દશવૈકાલિક સૂત્રમાં અનાચાર કહેલ છે. એટલે એ કાર્યો કરવા સાધુઓ માટે સર્વથા અનુચિત છે. મંજન કરવું કે ન કરવું તે માટે ઉપચારની આવશ્યક પરિસ્થિતિમાં કાંઈ પણ કરવામાં આવે તો સ્થવિર કલ્પીને તેની છટ રહે છે. વિશેષ જાણકારી માટે દશવૈકાલિક સૂત્ર સારાંશ માં જુઓ.

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292