Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 290
________________ આગમસાર– ઉતરાર્ધ 290 વસ્ત્ર ધોવાનું તો સ્થવિર કલ્પીઓ માટે એકાંત નિષેધ અને અનાચાર નથી પરંતુ તેમાં વિભૂષાની વૃત્તિ હોય તો તે અનાચાર છે. વિભૂષાની વૃત્તિનો અભાવ હોય અર્થાતુ ક્ષમતાની કમી વગેરે કારણોથી વસ્ત્રો ધોવા પડે તો તે મેલ પરિષહથી હારવા સમાન છે અને જીવ રક્ષા હેતુ ધોવા, તે વિવેક છે; કિંતુ આદત અને સફાઈની વૃત્તિથી ધોવું તે શિથિલાચાર તથા બકુશવૃત્તિ છે. અતઃ વસ્ત્ર ધોવા પાછળની માનસ વૃત્તિ શી છે તેનું મૂલ્યાંકન હોવું જોઈએ પરંતુ ધોવા સંબંધી એકાંતિકનિષેધ ન સમજવો જોઈએ. દૈનિક સમાચાર પત્ર જિmશઃ- દેનિક અખબાર વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય છે? આ પણ શિથિલાચાર યુગની દેન છે, તેમાં વિશેષ કરીને વિકથા વિભાગ જ અધિક છે. જેની સાધુઓ માટે આગમમાં મનાઈ કરવામાં આવી છે. શિથિલાચાર પ્રવૃત્તિઓ જિગ્નેશ - સંયમ તથા ભગવદ આજ્ઞાથી વિપરીત મુખ્ય કઈ-કઈ પ્રવૃત્તિઓ જૈન સમાજમાં ચાલી રહી છે? અર્થાત વર્તમાન યુગની આવી પ્રવૃત્તિઓની પરંપરા શી છે? શિથિલ આચારથી ચાલી રહેલી મુખ્ય પ્રવૃત્તિઓ આ પ્રકારે છે (૧) એકબીજાની પરસ્પર નિંદા અવહેલના કરવી (૨) તંબાકુ રાખવી કે સુંઘવી (૩) મંજન, બજર ઘસવી, બ્રસ કરવું (૪) મધ્યમ અથવા મોટું સ્નાન કરવું (૫) મેલ-પરીષહ જરા પણ ન સહેવો (૬) વાળ ઓળવા કે દાઢી કરવી (૭) વિભૂષ પ્રયત્નપૂર્વક સાફ-સુથરા રહેવું કે અતિ પ્રક્ષાલન વૃત્તિ રાખવી (૮) ચંપલ, પગરખાં પહેરવાં (૯) ગાડી, વ્હીલચેર વગેરેથી વિચરણ કરવું,ડોળી મજુરોથી ઉપડાવીને વિહાર કરવો.(૧૦) લાઉડ સ્પીકરમાં બોલવું (૧૧) ફોટા વગેરે પડાવવા (૧૨) વીડીયો કેસેટ કઢ વિવી (૧૩) વીજળીના પંખાનો ઉપયોગ કરવો (૧૪) ફલશ, સંડાસ-જાજરૂનો ઉપયોગ કરવો (૧૫) દૈનિક સમાચાર પેપરો વાંચવા (૧૬) ચારે કાળમાં સ્વાધ્યાય ન કરવો (૧૭) શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ ન કરવું (૧૮) દિવસે સૂવું (૧૯) સાધ્વીઓ પાસે સીવવાનું કાર્ય કરાવવું, વસ્ત્ર પ્રક્ષાલન, પ્રતિલેખના, ગોચરી વગેરેના કાર્યો કરાવવા, તેમની સાથે આહારની લેવડ–દેવડ કરવી, તેમની સાથે ગમન-ગમન, બ્રમણ કે વિહાર કરવો, વધારે સંપર્ક રાખવો (૨૦) ગૃહસ્થો પાસે સેવા કરાવવી, કામ કરાવવું, વિહારમાં સામાન ઉપડાવવો અને પૈસા દેવડાવવા (૨૧) ઓપરેશન કરાવવું (૨૨) ખરીદી કરાવીને દવા વગેરે મંગાવવી. (૨૩) ખરીદાવીને કપડાં, રજોહરણ વગેરે મંગાવવા અથવા ક્રીતદોષ- વાળા આવા પદાર્થો લેવા (૨૪) ફાળો એકઠો કરાવવો (૨૫) બેંકોમાં ખાતા રાખવા કે રખાવવા (૨૬) નિર્માણ કાર્યોમાં ભાગ લેવો, પ્રેરણા કરવી જેમ કે સ્થાનક, સ્કૂલ, દેરાસર, હોસ્પીટલ, બોર્ડિંગ, સંસ્થા વગેરે (૨૭) પોતાની પાસે દવા રાખવી (૨૮) પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું (૨૯) પ્રતિક્રમણ ન કરવું (૩૦) રાત્રિના વિહાર કરવો કે બહાર જવું (૩૧) પોતે ન ઉપાડી શકે તેટલો સામાન વગેરે રાખવો (૩૨) આધાકર્મી નિમિત્તનું ધોવણ પાણી કે ગરમ પાણી લેવું (૩૩) આધાકર્મી દોષયુક્ત આહાર પાણી લઈને આયંબિલ કરવી (૩૪) કોઈ પણ જગ્યાએ પોતાનો સામાન રાખવો કે રખાવવો, સંગ્રહવૃત્તિ રાખવી (૩૫) ટી. વી. (ટેલીવિઝન) જોવું (૩૬) રેડિયાનો ઉપયોગ કરવો (૩૭) દર્શનીય સ્થળ જોવા જવું (૩૮) પત્રિકાઓ છપાવવી (૩૦) બેંડવાજા કે વરઘોડા સાથે ચાલવું (૪૦) ઉઘાડા માં એ બોલવું (૪૧) પોતાની તપસ્યાની કે જન્મ, દીક્ષા વિગેરે તિથિઓએ સભાઓ રાખવી (૪૨) શિષ્યોને ક્રમથી આગમોની વાંચના ન આપવી, અધ્યયન અધ્યાપનની દેખરેખન જાળવવી, શિક્ષિત કરાવીને યોગ્ય લાયક બનાવવાની કોશિશ ન કરવી (૪૩) સાધુઓ દ્વારા સ્ત્રીઓનો વધારે સંપર્ક રાખવો કે રાખવા દેવો તેમજ સાધ્વીઓ દ્વારા પુરુષોનો સંપર્ક રાખવો કે રાખવા દેવો (૪૪) બહુમૂલ્ય ઉપકરણ, માળાઓ વગેરે રાખવી, ગળામાં પહેરવી (૪૫) ભાષાનો કોઈ વિવેક ન રાખવો, યોગ્યાયોગ્યનો વિચાર ન કરવો (૪૬) સામેથી લાવેલું કે ટીફીનમાં આણેલો આહાર લેવો (૪૭) ઉતાવળે ચાલવું (૪૮) વાતો કરતાં-કરતાં ચાલવું (૪૯) યંત્ર, મંત્ર, તંત્ર, ચિકિત્સા વગેરે પ્રવૃત્તિઓ કરવી, કરાવવી તથા શુભ મુહૂર્ત વગેરે ગૃહસ્થોને જણાવવા (૫૦) દીક્ષા, વય, શ્રુતજ્ઞાન, ગંભીરતા વિચક્ષણતા વગેરે યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના જ મુખી બનીને અથવા એકલા થઈને વિહાર કરવો કે કરવા દેવો (૫૧) ચિંતન જાગૃતિયુક્ત પ્રતિક્રમણ ન કરવું બબ્બે વાતો કરવી કે ઊંઘવું (પર) ચા, દૂધ, મેવા, ફળો વગેરે માટે નિમંત્રણ પૂર્વક અથવા સંકેતપૂર્વક જાવું (પ૩) રાત્રિ વ્યાખ્યાન માટે ઘણું દૂર જાવું (૫૪) પ્રકાશન કાર્યમાં ભાગ લેવો, નિબંધ છાપવા આપવો, પુસ્તકો છપાવવા અથવા છપાવવા માટે પુસ્તકો લખવા.(૫૫) મોબાઈલ વાપરવો (પ્રત્યક્ષ કે પરોક્ષ).(૫૬) છોકરા છોકરીઓના સગપણમાં સંસારીઓને સહકાર આપવો, પુછપરછનો જવાબ આપવો. જિગ્નેશ – શિથિલાચારની સાચી અને સચોટ પરિભાષા કઈ છે? (૧) આગમ વિપરીત, ભગવદાશા વિપરીત પ્રવૃત્તિઓનું પરંપરાના રૂપમાં આચરણ કરવું, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું અથવા પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ પણ ન રાખવો, અકારણ અથવા સામાન્ય કારણોસર આગમ વિપરીત પ્રવૃત્તિ કરતા રહેવું, આ બધા શિથિલાચાર છે, આવી વૃત્તિઓવાળાને શિથિલાચારી જાણવા. (૨) શિથિલાચાર માટેની જવાબદારી ફકત સાધુગણ ઉપર નાખવામાં આવે છે, શ્રાવકોએ પણ તેમને ચેતવવાની પોતાની ફરજ બજાવવી જોઇએ. તથા પોતે પણ આગારધર્મનું બહાનું ધરી પ્રમાદી ન બનવું જાઇએ. શિથિલાચાર શ્રાવકનો પણ હોય છે. પોતાની શકિત હોવા છતાં, જ્ઞાન અભ્યાસ ન કરવો, અન્ય મતાવલંબી દેવીદેવતાના શરણા લેવા, કંદમૂળ ત્યાગ જેવા અત્યંત આવશ્યક પચખાણ પણ ન લેવા, હંમેશા શહેરમાં જ રહેવાનું પસંદ કરવું જેથી સુખસુવીધાઓ જળવાય, સાધુસંતોની સેવાભકિતનો અવસર ન લેવો, વધારે પડતો પરિગ્રહ ભેગો કરી તેમાંજ રચ્યા રહેવું. આવા અગણ્ય શ્રાવકના અનાચરણીય કાર્ય તે બધા શ્રાવક શિથિલાચાર છે. શ્રાવક ભાવથી સાધુપણુ ધરાવનાર હોય છે તેથી તેના પણ આચાર હોય છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292