________________
આગમસાર– ઉતરાર્ધ
288
રાખવાથી તેની અંદર વિકૃતિ થવાના સમયમાં ફેરફાર થઈ જાય છે. આ જ રીતે બધા જ પદાર્થો વિશે સમજી લેવું જોઇએ. જેની પરીક્ષા, ચાખવાથી વિકૃત સ્વાદ ફેર લાગે, સૂંઘવાથી વિકૃત અશુભ ગંધ આવે, સ્પર્શ કરવાથી ચીકાશ– વાળું લાગે, કે ઉપર લીલ ફુગ થાય વગેરે જુદા–જુદા પ્રકારેથી ખાવા–પીવાની સામગ્રીની પરીક્ષા કરી શકાય છે અને વિકૃતિ જણાય તો ત્યારે જ તેમાં જીવોત્પત્તિ છે તેમ નિર્ણય લઈ શકાય છે. મધ અને માખણને મહાવિગય કહેવામાં આવ્યું છે એટલે તેનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ જ છે. પરંતુ દારૂ અને માંસાહારને આગમમાં નરકાયુ બાંધવાના કારણભૂત માનવામાં આવ્યું છે. તેની સમાન અખાદ્ય અભક્ષ્ય તો આ મધ અને માખણને ન કહી શકાય. વિગય સેવનથી જેમ વિકાર વધી શકે છે તેમ સત્વ પણ વધી શકે છે.
બીજા અભક્ષ્યમાં રાત્રિ ભોજન તથા અનેક વનસ્પતિઓ છે, જેનો ત્યાગ કરવામાં લાભ જ છે, હાનિનો કોઈ પ્રશ્ન જ નથી. આરોગ્યની દૃષ્ટિએ કઠોળ અને દહિં સ્વાસ્થયને હાનીકારક (પિત વર્ધક) હોય તો તે સંશોધનનો વિષય છે.
સાર એટલો જ કે ૨૨ અને ૨૨ થી પણ વધારે વસ્તુઓનાં ત્યાગ કે ત્યાગની પ્રેરણા કરવી શ્રેષ્ઠ જ છે, પરંતુ તેના સ્વરૂપ કથનમાં આગમ વિપરીત અતિશયોક્તિ યુક્ત કથન પ્રરૂપણા ન કરવી જોઇએ. આમાનાં ઘણખરા તો નિરવિવાદ બધાને ત્યાગ્ય જ છે. અહીં દહીં કઠોળ ખાવાની પ્રેરણા નથી કરવી, તથા જેમનું ત્યાગ છે તેમને ધન્યવાદ છે. અહીં ફકત જેને ત્યાગ નથી તેના અવર્ણવાદથી બચવાનું સુચન છે, કારણ કે આગમ પ્રમાણ નથી.
જાણકારી માટે એ પ્રચલિત ૨૨ અભક્ષ્ય આ મુજબ છે
(૧ થી ૫) વડ, પીપળો, પીપળ, ઉબરો, કાલંબર આ પાંચના ફૂલ, ઘણાં બધાં બી, તથા સૂક્ષ્મ બીજ હોવાથી, (૬ થી ૯) મધ, માખણ, દારૂ, માંસ આ ચાર મહાવિગય છે. આમાં બે પ્રશસ્ત છે અને બે અપ્રશસ્ત છે. (૧૦) બરફ, (૧૧) વરસાદના કરાં, (૧૨) ખડી માટી, (૧૩) વિષ, (૧૪) રાત્રિભોજન (૧૫) દ્વિદળ (કાચુ દહીં તથા કઠોળનું સંયોજન) (૧૬) ૨સ ચલિત પદાર્થ (વિકૃત ૨સ થવાથી દુર્ગંધ આવે તે) (૧૭) તુચ્છ ફળ (૧૮) ઘણાં બીજ વાળું ફળ (૧૯) અજાણ્યું ફળ (૨૦) રીંગણા (૨૧) બોરનું અથાણું (૨૨) અનંતકાય.(અનંતકાય સંબંધી વર્ણન જુઓ આગમસાર પૂવાર્ધમાં પાના નં ૨૮૭.)
શહેરમાં દૂધનો ઉપયોગ
જયાં પાંગળાપોળો નથી, જયાં નર વાછરડાઓને જન્મતાંવેતજ મારી નખાય છે. ઘરડા જાનવરોને કતલખાને મોકલી દેવામાં આવે છે, ઈનજેકશન આપી વધારે દૂધ મેળવી ગાયભેંસનું શોષણ કરવામાં આવે છે. બીમાર જાનવરોને મરવા છોડી દેવાય છે. આવી રીતે તૈયાર થતું દૂધ ખરીદતાં અને વાપરતાં હિંસાની અનુમોદના થાય છે. તો દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય ? આનો જવાબ હિંદુ ધર્મગ્રંથો આપે છે, જયાં ગાયને માતાનું સ્થાન અપાયું છે. ગાય સામાજીક પ્રાણી હોવાથી જંગલમાં નથી રહેતું. (ગાય, ભેંસ અને અન્ય જાનવરોને માનવ સમાજનો ભાગ ત્યારે જ ગણી શકાય જયારે તેમની સમસ્યાઓ માટે માનવ સમાજ કાર્ય કરે.)તેથી જયાં ગાયની સેવાચાકરી માવજત કરી, સારુ ખાણ આપી દૂધ મેળવવામાં આવે છે. બિમાર પશુની સારસંભાળ લેવાય છે, વાછરડાઓને પુરતું ખાવાનું અપાય છે, તેમની સારસંભાડ કરવામાં આવે છે, અથવા જયાં વાછરડા અને ઘરડા જાનવરોને પાંગળાપોળ માં મૂકાય છે. તેવું દૂધજ ભક્ષ્યની કક્ષામાં આવે છે. શહેરમાં દૂધ અભક્ષ્ય ભલે ન કહિ શકાય પણ ઘણુંખરું મહાઆરંભ વાળુ તથા નિર્દયતાથી મેળવેલું તો હોય જ છે.
ધાતુ ગ્રહણ–ધારણ જિજ્ઞેશ :– ધાતુની વસ્તુ રાખવા સંબંધી થી પરંપરા છે ?
ત્રણ જાતિના પાત્ર રાખવાનું તથા અન્ય કોઈ બીજું પાત્ર ન રાખવાનું વર્ણન આગમોમાં છે તથા સકારણ રાખવા માટેનો દંડ(લાકડી,બંકોડો) પણ કાષ્ટ, વાંસ વગેરેનો જ રાખવાનું વિધાન છે. સાધના પ્રમુખ, સાધકની પ્રત્યેક ઉપધિ અત્યાવશ્યક તથા અલ્પ મુલ્યવાન અને સામાન્ય જાતિની હોવી જોઇએ. આ તેનો અપરિગ્રહ મહાવ્રતનો વિષય છે. પરંતુ સમય પ્રભાવથી જ્યારે લેખન કાર્ય કરવું પડે છે ત્યારે તેમાં સમય શક્તિના ખર્ચનો વિવેક રાખવો પડે. ત્યાં પરંપરાનો દુરાગ્રહ રાખવાને બદલે હાનિ તથા લાભાલાભનો વિચાર કરી આગમ દ્વારા તેની ચિંતવના કરવી જોઇએ. આમ કરવા જતાં અત્યાવશ્યક ઉપકરણ ચશ્મા, પેન વગેરે ધાતુનો ઉપયોગ થઈ જાય તો તે આગમ વિરુદ્ધ ન ગણાય તથા અન્ય બીજા ઘણાં દોષો, પ્રમાદોનો પણ આનાથી બચાવ થઈ જાય છે. બને ત્યાં સુધી આ ઉપકરણો પણ અધાતુથી બનેલા જ વાપરવા જોઇએ. તથા પેન વગેરે તો વહોરાવીને પાછી સોપી દેવી જાઇએ. આ માટે દરેક સંપ્રદાયના સાધુગણે પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણેની સંયમ સમાચારી અવશ્યથી સાચવવી જોઇએ.
એ ઉપકરણો કે વસ્તુઓ, સાધનો પર આસકતિ કે મમત્વ ભાવ આવે તો અપરિગ્રહ વ્રત દુષિત થાય છે. અન્ય કોઈ આવશ્યક ઉપધી પણ મમત્વ ભાવથી રહિત થઈને ગ્રહણ—ધારણ કરવાની હોય છે.
નિત્ય ગોચરી જવા સંબંધી
જિજ્ઞેશ :– ગોચરી જવા સંબંધી, આજે જવું કે કાલે જવું, સવારે જવું અથવા સાંજે ન જવું વગેરે શી પરંપરા છે ? એષણાના ૪૨ દોષમાં આ સંબંધી કોઈ ચર્ચા નથી. આગમ વર્ણિત અન્ય વિધિ નિષેધોમાં પણ આવો એકાંતિક કોઈ નિયમ જડતો નથી. હાં, નિયંત્રણ અને તૈયારીપૂર્વક રોજ રોજ એક ઘરમાં જઈને આહારાદિ લેવા બાબતમાં નિયાગપિંડ નામક દોષ છે. નિત્યપિંડ નામે એક દાનપિંડ દોષ આચારાંગમાં દર્શાવેલ છે જેનો અર્થ છે કે, જે ઘરમાં દાનપિંડ બનાવીને રોજ તે પૂરેપૂરો દાનમાં આપી દે ત્યાં ગોચરી જવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વિશેષ સપ્રમાણ ચર્ચા દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં છે,