________________
286
આગમચાર– ઉતરાર્ધ
| વિજ્ઞાનનાં પ્રભાવ સાથે ભણતા આજનાં બાળકોને ધર્મ સિધ્ધાંતો શિખવાળવાની અને સાથે યોગ્ય માર્ગદર્શન આપવાની ફરજ માતાપિતાએ બજાવવી જોઇએ. નાનપણથીજ જો ધર્મનાં સંસકારો બાળકને આપવામાં આવશે તો તેનું પોતાનું, કુટુંબનું અને સમાજનું ભાવિ અવશ્ય ઉજળું થશે.
છઠા આરામાં જયારે પુદગલો રુક્ષ થશે ત્યારે ત્યાં બાદર અગ્નિી પણ ઉત્પન નહિં થાય. આવા અશુભ પુદગલોને બીજા પુણ્યનાં પ્રભાવ વાળા પ્રદેશોમાં જતા રોકવા માટે કોઈ ક્ષેત્રની સીમારુ૫ આવરણ પણ હશે,તથા વર્ષધર પર્વતો પણ છે જે ક્ષેત્રની સીમા કરે છે. અને તેથીજ બીજા પ્રદેશનાં શુભ પુદગલો પણ અહિં નથી પ્રવેશી શકતાં. પુનશ્ચ:- પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિમાન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત-પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિવસ રાત રૂપ કાલની વર્તન કરે છે. તે જુદી-જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઇએ.
આ વિશ્વ અનંત નથી જ આકાશ અનંત છે. પણ તેમાં રહેલ મેટર(પુદગલ) જગતનું ક્ષેત્ર અનંત નથી જ. બાઉન્ડ્રી વગર મેટર(પુદગલ) રહી ન શકે, તે અનંત આકાશમાં વિખેરાઈ જાય. ગમે તેટલા સુક્ષ્મ ભલેને હોય પણ જીવ અને પુદગલો આ શોધાયેલા અવકાશ જગતમાં પણ છે. તે વગર ત્યાં જવું પણ શકય ન બને અને જીવવું પણ શકય ન બને. અવકાશ યાત્રિઓના પોશાકમાંથી પણ સુક્ષ્મ પુદગલો, પ્રકાશ, અવાજ, ગરમી, રેડીયો સિગન્લો વગેરે તો આવન જાવન કરેજ છે. તેના વગર સાંભડી, જોઇ ન શકાય. ત્યાં રહેલા અન્ય પુદગલો અને તેનું દબાણ તે અવકાશ યાત્રિઓને ફાટી પડતાં અટકાવે છે. અને તે અન્ય પુદગલોને પણ અનંત આકાશમાં વિખેરાઈ જતાં કોઇ અટકાવે છે. આજ સાબિત કરે છે કે વિશ્વનો અંત પણ છે. જેનો અંત છે તેનો આકાર પણ છે અને તેનું માપ પણ છે. વિજ્ઞાનના મતે કોઇ પણ વસ્ત પદાર્થ આગળ વધવા માટે, ગતિ કરવા માટે શકતિ. એનર્જી વાપરે છે. આ એનર્જીથી કોઈ એક પદાર્થને ધક્કો આપી પોતે આગળ વધે છે. જો વિશ્વને દિવાલ(દ્ધિ વોલ) ન હોય તો આ મેટરને, પુદગલોને આપેલો ધક્કો વસ્તુને આગળ જવામાં મદદ કરવાને બદલે તે મેટરનેજ અનંત આકાશમાં ધકેલી દે. આ સાબીત કરે છે કે વિશ્વ અનંત નથીજ. અને તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય(ચલણ સહાય અને સ્થિર સહાય તત્વો)નું અસ્તિત્વ પણ સાબીત થાય છે. આ દિવાલ(ધિ વોલ) પણ કોઈ પુદગલની બનેલી ન હોઈ શકે પણ તે વિશ્વ સ્વભાવથી, લોકસ્વભાવથી જ હોઈ શકે. આ અનાદિ અનંત ગુણધર્મ સ્વભાવ ધરાવતાં તત્વ એટલે જૈન પરિભાષામાં છ દ્રવ્યમાંના ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય.
ફકત જીવ પ્રયોગથીજ શકય છે, અથવા જીવના પૂર્વપ્રયોગથી શકય છે. સ્વભાવથી પદગલોની ગતિ આપણી મરજી પ્રમાણેની ન હોય. અવકાશમાં જે ઉપકરણો મનુષ્યની મરજી પ્રમાણે ચાલી રહ્યા છે કે ચલાવી રહ્યા છે તેમને ગતિ ફકત જીવ પ્રયોગથી જ મળી શકે. તેથી શોધાયેલા અવકાશમાં બીજા જીવો પણ છે, જેવા કે અગ્નિકાય, અને નિયમા વાયકાયની હાજરીમાંજ અગ્નિકાય હોઇ શકે, તેથી ત્યાં બાદર વાયુકાય પણ છે.
હેતુ – તર્ક – પ્રમાણ નાં ૧૨ પ્રકાર . યાપક – સરળતાથી ન સમજાય તેવું. સ્થાપક- તરત સિધ્ધ થાય તેવું, પ્રસિધ્ધ વ્યાપ્તી વાળુ. વયંસક ભ્રમિત કરનારું, ચકરાવનારુ. લુસક– જેવા સાથે તેવા થવું, ધૂર્તતા કરવી.
આસ્તી થી આસ્તી – ધુમાડાથી અગ્ની. આસ્તી થી નાસ્તી- અગ્ની છે તો શીતળતા નથી. નાસ્તી થી આસ્તી- અગ્ની નથી તો શીતળતા છે. નાસ્તી થી નાસ્તી- અગ્ની નથી તેથી ધુમ પણ નથી પ્રતયક્ષ પ્રમાણ– ઈન્દ્રીય પ્રત્યક્ષ અને નોઈન્દ્રીય પ્રત્યક્ષ. અનુમાન પ્રમાણ- આસ્તીથી અને નાસ્તીથી વ્યાપ્તી આપીને. એક સિકકા જેવોજ બીજો સિકકો. ઉપમાન પ્રમાણ- ગણીમ: ગણાય, નારીયલ આદિ.
ધરીમ: વજન થાય. મેયઃ માપ થાય, તેલ–લીટરમાં કપડુ–મીટરમાં
પરિચ્છેદઃ કસોટીથી, રત્ન મોતી વગેરે. આગમ પ્રમાણ – ફકત શ્રધાળને જ આ પ્રમાણ આપી શકાય છે. અશ્રધાળ જો કોઈ સરલ હોય તો ન્યાય શાસ્ત્રનો
ઉપયોગ થઈ શકે છે. કોઈની શ્રધાને ચલીત થતી રોકવા પણ જાય શાસ્ત્રનો ઉપયોગ થાય છે.