________________
287
આગમસાર
jainology II મિથ્થા હેતુ–(હેતુ આભાસ) ના ૪ પ્રકાર છે.
અસિધ્ધ: અનિચીત કે શંકાસ્પદ વિરુધ્ધ: સાધ્યથી વિપરીત પદાર્થથી વ્યાપ્ત અનેકાંતીક: પક્ષ, સપક્ષ, વિપક્ષ ત્રણેમાં વ્યાપ્ત અકિંચીતકર : અસમર્થ– તેના બે ભેદ સિધ્ધ સાધન અને બાધિત વિષય
સિધ્ધ–જે વિપક્ષમાં સિધ્ધ હોય બાધીત-જે કોઈ રીતે બાધીત થતું હોય
અનુમાનનું સંક્ષિપ્ત ૨૫:
શંકાનું કારણ– અજ્ઞાન, અશ્રધા, અવિશ્વાસ છે. તર્ક – મતિજ્ઞાન અને બુધ્ધીથી થાય છે. અનુમાન–બુધ્ધીનાં વિવેકથી થાય છે. ધારણા-અનુમાનમાં શ્રધ્ધા ઉમેરાતાં થાય છે. કલ્પના–બધ્ધીનાં વિવેક વગરની હોય છે. શ્રધ્ધા–પોતાના હિતકારી પર,વિતરાગી પર,કેવળજ્ઞાની પર હોય છે. સાધન-સાધ્ય સાથે સંબંધથી વ્યાપ્ત હોય છે.(કાર્ય-કારણની જેમ) સમાધાન-શ્રદ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓથી કરવામાં આવતો નિર્ણય . પરિક્ષણ– નિરીક્ષણ, પરિક્ષણમાં શ્રધ્ધા એકજ હોય છે, પણ અનુમાન બે કે તેથી વધારે હોય છે.
સિધ્ધાંતો અને નિયમો :
સિધ્ધાંતો શ્રધ્ધાનો વિષય છે અને અનભવથીજ કેટલાંક સિધ્ધાંતોની સાબીતી મળી શકે છે. પણ સર્વ સિધ્ધાંતો ની સાબીતી મળવી શક્ય નથી. નિયમો બુધ્ધિગ્રાહય હોય છે. મતિજ્ઞાનથી તેમનું તાત્પર્ય જાણી શકાય છે. ઘણાખરા બધા ધર્મોને આ નિયમો વતે ઓછે અંશે માન્ય હોય છે. સિધ્ધાંતો તે તે ધર્મના સંસ્થાપકો દ્રારા કથિત હોય છે. ધર્મને સમજવા માટે તેના સર્વ સિધ્ધાંતો માન્ય કરવા જરૂરી છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ વગેરે આ બધા નિયમો છે. આત્માનું સ્વરુપ, કર્મ જગત, વિશ્વનું સ્વરૂપ, ઇશ્વરનું સ્વરુપ તથા આ ચારેનો પરસ્પર એકબીજા સાથેનો સંબંધ શું છે? તેની વિચારણા, આ બધા તે તે ધર્મના સિધ્ધાંતો છે.
વિવિધ વિષય પર નિબંધો અને નોંધો :
બાવીસ અભક્ષ્ય જિગ્નેશ :- ૨૨ અભક્ષ્યના સંબંધમાં શું સમજવું જોઈએ? જેનો ત્યાગ છે તેઓને ધન્યવાદ. જે એકનો ત્યાગી છે તે સર્વનો પણ ત્યાગી થઈ શકે છે. શરુઆત તો એકથી જ થાય છે. કોઈ પણ સાધુએ કે સમુદાયે ત્યાગ બુદ્ધિથી ચલાવેલું હોય ત્યાં સુધી એ ઠીક છે. કેમ કે જિનશાસનમાં ત્યાગનું તો વિશેષ મહત્વ છે જ. પરંતુ તેમાં કોઈ પણ વસ્તુને માટે એકાંતિક સર્વ વ્યાપક નિષેધ કરવું ન જોઈએ. સાથે જ તે પદાર્થોના વિષયમાં કોઈ નિરૂપણ–પ્રરૂપણ આગમ નિરપેક્ષ(આગમ પ્રમાણ વિનાનો) તથા આગમ વિરુદ્ધ ન કરવું જોઇએ.
રર અભક્ષ્યોને માટે આવી અનેક વાતો થઈ છે, અને એટલે આ ત્યાગ- વૃત્તિવાળા રર અભક્ષ્ય પણ પરઅપકર્ષ કે નિંદા કરવા માટેના થઈ રહ્યા છે. - પરિઠાવણિયા નિયુક્તિમાં પણ માખણ વહોરીને ઉપયોગમાં લેવા સંબંધી વિવેક બતાવેલ છે. એટલે માખણ સંબંધી એકાંતિક ખોટી માન્યતાઓ જે ચાલે છે, તે કારણે તેને એકાંત–અભક્ષ્ય કહેવું તે દુરાગ્રહ છે. દૂધથી દહિં બનવામાં જો બેકટેરીયાનું કારણ માનવામાં આવે તો પછી તે ત્રસ જીવોનાં કારણે ઘી પણ અભક્ષ્યજ થશે. પુદગલોના હલનચલન ને જીવ માની લેવાયા છે. રોગના વિષાણુંઓ પણ બધાંજ કાંઈ ત્રસ નથી હોતાં, તેમાં પણ વિકારી પુદગલો ને ઘણા બેકટેરીયા પ્રકારનાં જીવ માને છે. મેળવણને ગરમ કર્યા પછી ઉપયોગમાં લેવાય તોય દહિં તો બને જ છે. દ્વિદળ સંબંધી દહીં સંયોગથી જે જીવોત્પતિ માનવાની પરંપરા છે, તે પણ તર્કથી અસંગત અને અપ્રમાણિક છે. કેમ કે કોઈપણ વસ્તુનું તત્કાળ વિકૃત થવાનું અને તેમાં તત્કાલ જીવોત્પત્તિ થવાનો કાયદો કરવો તે જ ખોટું છે. જેમ કે માખણ માટે પણ તત્કાલ જીવોત્પત્તિ થવાનો કરેલો કાયદો આગમ પ્રમાણથી ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એ જ આગમ પ્રમાણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રત્યેક વસ્તનો સ્વભાવ અને શદ્ધ રહેવાની ક્ષમતા જદી–જુદી હોય છે. ક્ષેત્રકાળ વાતાવરણ પણ તેમાં ઘણો ભાગ ભજવે છે.
તેની પરીક્ષાનું જ્ઞાન એ છે કે જે તે વસ્તુની અંદર વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, અશુભ વિકૃતિ થતાં જીવોત્પતિ થવાનો સ્વભાવ હોઈ શકે છે, જેનો કોઈ સમય નિર્ધારિત કરી શકાતો નથી. પરંતુ વાતાવરણ, સંયોગ, વિયોગ વગેરેની તારતમ્યતાથી તેના વિકત થવાના સમયમાં અંતર પડી શકે છે. જેમ કે લોટમાંથી બાંધેલી કણિક શિયાળામાં ૧૦ કલાક સુધી પણ ખરાબ નથી થતી પરંત ગરમીના ઉનાળાના દિવસોમાં ૪ થી ૫ કલાકમાં જ બગડી જઈ શકે છે. પરંતુ ફ્રીજમાં રાખવામાં આવે તો તેની અવધિ વધારે થઈ જાય છે. એ જ રીતે માખણને પાણી અથવા છાશની અંદર રાખવાથી; ગરમીમાં, ફ્રીજમાં રાખવાથી પણ, પાણી કે છાશ વગર