________________
96
આગમચાર– ઉતરાર્ધ
શીતવેદનાવાળા નરકસ્થાનોમાં કાતીલ ઠંડીની પ્રચંડ વેદના હોય છે. ત્યાં લોઢાનો ગોળો કાતીલ ઠંડીથી વિખરાઈ જાય અને અસત્ કલ્પનાથી તે સ્થાનના નેરયિકને અહીં હિમાલય જેવા હિમ પર્વત પર રાખવામાં આવે તો પણ પરમ શાંતિ અને ઉષ્ણતાનો અનુભવ કરે છે. નરકમાં પૃથ્વી-પાણી–વનસ્પતિ – સાતે નરકમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિનો સ્પર્શ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અસુખકર હોય છે. તિથી સ્પષ્ટ થાય છે કે– નરકમાં પણ કયાંક જલસ્થાન હોય છે અને વૃક્ષ આદિ વનસ્પતિ પણ હોય છે અથવા તો દેવો દ્વારા વિકવિત પણ હોઈ શકે છે.)
નરકાદિમાં રહેનારા પૃથ્વીકાય આદિ જીવો મહાકર્મ, મહાક્રિયા, મહાઆશ્રવ, મહાવેદનાવાળા હોય છે.
સર્વ જીવો નરકમાં પાંચ સ્થાવરરૂપે અને નારકરૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન થઈ ચૂકયા છે. અવધિક્ષેત્ર - નારકીના જીવોને જન્મથી જ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે. તેઓ અવધિજ્ઞાનથી જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્ર જાણે–દેખે. નૈરયિકોનું અવધિક્ષેત્ર(ઉત્સધાંગુલથી):
| નરક જઘન્ય | ઉત્કૃષ્ટ ૧ | ૩.૫ | ગાઉ| ૪ | ગાઉ ૨ | ૩ | ગાઉ| ૩.૫ | ગાઉ
૩ | ૨.૫ | ગાઉ| ૩ | ગાઉ | ૪ | ૨ | ગાઉ| ૨.૫ | ગાઉ | ૫ | ૧.૫ | ગાઉ| ૨ | ગાઉ ૬ | ૧ | ગાઉ| ૧.૫ | ગાઉ | ૭ | ૫ | ગાઉ| ૧ | ગાઉ|
,
ત્રીજો ઉદેશક નરકવર્ણન – ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક મહારાજા, સામાન્ય રાજા, મહાઆરંભી, મહાકુટુંબી, આદિ જીવો આ નરકોમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ મહાઋદ્ધિ સંપન્ન જીવો, મહા આસક્ત જીવો જો જીવનપર્યત તેનો ત્યાગ ત્યાગવૃત્તિ કેળવે નહીં તો તે જીવો મહાપાપકર્મનું આચરણ કરીને નરકગતિમાં ઉત્પન્ન થાય છે અને મહા આરંભ, સમારંભના કાર્યો કરનારા નરકગતિમાં દીર્ઘકાલ પર્વત પરવશપણે ત્યાંની તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. આ લોકનો મોભો(મોટાઈ) તથા અભિમાન વગેરે તેઓના બધા ધૂમિલ થઈ જાય છે. વૈક્રિય શરીર :- નારકી દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. તિર્યંચ અને મનુષ્ય દ્વારા કરાયેલી વિદુર્વણા પણ અંતર્મુહૂર્ત સુધી જ સ્થિર રહે છે પરંતુ તેમનો ઉત્કૃષ્ટ સમય નરક કરતાં ચાર ગણો હોય છે. દેવો દ્વારા કરાયેલું વૈક્રિય શરીર અથવા અન્ય કોઈ પણ વિદુર્વણા ઉત્કૃષ્ટ પંદર દિવસ સુધી રહી શકે છે. નરયિક સુખ – તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન આદિ શુભ પ્રસંગના નિમિત્તથી, દેવોના પ્રયત્ન વિશેષથી, શુભ અધ્યવસાયોથી. અથવા કર્મોદયથી નૈરયિક જીવોને કયારેક કિંચિત શાતાનો અનુભવ થાય છે અર્થાત્ સુખાનુભૂતિ, પ્રસન્નતા થાય છે. નિરયિક દુઃખ – નરયિકો, નરકના સેંકડો દુઃખોથી અભિભૂત થઈ કયારેક ૫00 યોજન ઊંચા ઊછળે છે. નરક પૃથ્વીના ક્ષેત્ર સ્વભાવથી જ નરયિકોને ક્ષણમાત્ર પણ સુખ હોતું નથી. તે જીવો રાત-દિવસ દુઃખનો જ અનુભવ કરે છે. આ રીતે નરકોમાં અતિશત, અતિઉષ્ણ, અતિભૂખ, અતિ તરસ, અતિભય ઈત્યાદિ સેંકડો દુઃખો નિરંતર ભોગવવા પડે છે.
ચોથો ઉદ્દેશક તિર્યંચ વર્ણન – તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેમાં સૂક્ષ્મ–બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંજ્ઞી–અસંજ્ઞી, આદિ અનેક ભેદ-પ્રભેદ છે.
ખેચર, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ અને જલચર આ ચારેયના અંડજ, પોતજ, સંમૂર્છાિમ એ ત્રણ યોનિ સંગ્રહ છે. સ્થલચરના જરાયુજ અને સંમૂર્છાિમ એ બે યોનિ સંગ્રહ છે. જાતિ, કુલકોડી, યોનિ - ૮૪ લાખ જીવાયોનિ છે. તેમાં તિર્યંચની ૬૨ લાખ જીવાયોનિ છે અને ૧ કરોડ ૩૪.૫ લાખ જાતિ કુલકોડી યોનિ છે. (૧)બે ઇન્દ્રિયની ૭ લાખ (૬) સ્થલચરની ૧૦ લાખ (૨) તે ઇન્દ્રિયની ૮ લાખ ) ઉરપરિસર્પની 10 લાખ (૩)ચૌરેન્દ્રિયની ૯ લાખ ૮) ખેચરની
૧૨ લાખ (૪) વનસ્પતિયની ૧૬+૧૨ લાખ (૯) ભુજપરિસર્પની ૯ લાખ (૫)જલચરની ૧૨.૫ લાખ (૧૦)ચાર સ્થાવરની ૨૯ લાખ
- કુલ ૧ કરોડ ૭૪.૫ લાખ કુલકોડી આ રીતે છે ફૂલોની ૧૬ લાખ યોનિ આ પ્રમાણે છે– ૪ લાખ ઉત્પલાદિ જલજની, ૪ લાખ કોરંટાદિ સ્થલજની, ૪ લાખ મહુવા આદિ મહાવૃક્ષોની, ૪ લાખ જાઈફળ આદિ ગુલ્મોની. સુગંધ સુગંધના સાત મુખ્ય પદાર્થ છે અને તેના ૭૦૦ અવાંતરભેદ છે– (૧) મૂલ (૨) ત્વક (૩) કાષ્ઠ (૪) નિર્યાસ– કપૂર આદિ (૫) પત્ર (૬) પુષ્પ (૭) ફળ. તેને પાંચ વર્ણ, પાંચ રસ અને ચાર સ્પર્શથી અર્થાત્ ૧૦૦થી ગુણતા ૭૦૦ અવાંતર ભેદ થાય છે.