________________
આગમસાર– ઉતરાર્ધ
142
(૧) કરવું નહીં કરાવવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં કાયાથી, (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી, (૭) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૮) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી.
ચાર સંયોગીના ૧૫ ભંગ [ર+૨, ૧+૩, ૩+૧]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં વચનથી કાયાથી (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી (૭) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૮) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.
(૧) કરવું નહીં મનથી વચનથી કાયાથી, (૨) કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૩) અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી.
પાંચ સંયોગી ૬ ભંગ [૨+૩ અને ૩+૨] :– (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૨) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વનથી કાયાથી, (૩) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, વચનથી કાયાથી.
છ સંયોગી ૧ ભંગ [૩+૩] :– (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
નોંધઃ— અહિં કેટલાક ભંગ વ્યવહારમાં શકય નથી. તે પ્રસંગ અને પરિસ્થીતી પ્રમાણે વિવેક બુધ્ધીથી જાણવા. શ્રાવકનાં વ્રતો એક–ત્રણ—છ–આઠ કે નવ કોટીએ લેવાય છે. અને તેજ વ્યવહારોચિત છે.
(૩)શ્રમણોપાસક વ્રત ધારણ કરતાં પૂર્વે કરેલા પાપની નિંદા કરે છે. તેનાથી નિવૃત્ત થાય છે.અને ભવિષ્ય માટે તે પાપના પ્રત્યાખ્યાન કરે છે. અતીત કાલે કરેલને પ્રતિક્રમે—નિંદે, વર્તમાન કાળે સંવરે અને ભવિષ્ય કાળનું પ્રત્યાખ્યાન કરે.
(૪) ગોશાલકનાં ૧૨ પ્રમુખ શ્રાવક :– (૧) તાલ, (૨) તાલ પ્રલંબ, (૩) ઉદ્વિધ, (૪) સંવધિ, (૫) અવધિ, (૬) ઉદય, (૭) નામોદય, (૮) નર્મોદય, (૯) અનુપાલક, (૧૦) શંખપાલક, (૧૧) અયમ્પલ, (૧૨) કાતર.
તેઓ આજીવિકોપાસક કહેવાય છે. (૧) ઉમ્બર ફળ, (૨) વડના ફળ, (૩) બોર, (૪) શહતૂર, (૫) પીપળાના ફળ આ પાંચ ફળ ખાતા નથી. ડુંગળી, લસણ, કંદમૂળના ત્યાગી હોય છે. બળદોને નપુંસક બનાવતા નથી અને નાક વીંધતા નથી પરંતુ એમ જ રાખે છે અને ત્રસ પ્રાણીઓની હિંસા રહિત વ્યાપારથી આજીવિકા કરે છે. તેઓ માતાપિતાની સેવા કરનારા હોય છે. (૫) શ્રમણોપાસકોને પણ ૧૫ કર્માદાનના વ્યાપાર પોતાને કરવું બીજાથી કરાવવું અથવા અનુમોદન કરવું કલ્પતું નથી.
ઉદ્દેશક :
(૧) શ્રમણ નિગ્રંથને કલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરા થાય છે. ।। ૧ || અકલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરાની સાથે અલ્પ પાપ બંધ પણ થાય છે.(નોંધ : દાતા સંપૂર્ણ અજાણતા સદોષ અચિત આહાર વહોરાવે અને સાધુ તેને અજાણ પણે ગ્રહણ કરે ત્યારે દાતા દોષીત આહાર હોવાથી અલ્પ કર્મ બંધ કરે છે.સુશ્રાવકે મુનિને કોઇ પણ કારણ વશ સદોષ આહાર વહોરાવવો ન જોઇએ. અને અપવાદિક એવું થાય તો દાતા અને શ્રમણ બંનેએ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરી શુધ્ધ થઇ જવું જોઇએ.)॥ ૨ ॥ અસંયત અવિરત કોઈ પણ લિંગ ધારીને દેવાથી પાપ બંધ થાય છે; નિર્જરા થતી નથી. II ૩ II આ ત્રણ પ્રકારના દાનમાં પુણ્ય બંધ તો સર્વત્ર થાય જ છે. કેમ કે ભાવનામાં ઉદારતા અને અનુકંપા હોય છે. દાન લેનારાને સુખ પહોંચે છે. અધ્યવસાય શુભ હોય છે. સૂત્રમાં પાપ અને નિર્જરાની અપેક્ષા હોવાથી એકાંત નિર્જરા અથવા એકાંત પાપ શબ્દનો પ્રયોગ કર્યો છે. પુણ્ય નિષેધનો આશય ત્યાં નથી એમ સમજવું.
(૨) ભિક્ષા માટે જનાર શ્રમણને દાતા કોઈ શ્રમણ તપસ્વી સ્થવિરના નામથી વ્યક્તિગત ખાદ્ય પદાર્થ આપે તો તે શ્રમણ સુધી પહોંચાડવું આવશ્યક હોય છે. કદાચ તે શ્રમણ ન મળે તો તે ખાધ પદાર્થ ખાવો અથવા બીજાને આપવો ન કલ્પે. યોગ્ય સ્થંડિલ ભૂમિમાં પરઠી દેવો જોઇએ. એ પ્રકારે પાત્ર આદિ ઉપકરણનાં માટે પણ સમજી લેવું.
(૩) શ્રમણ ક્યાંય પણ કોઈ અકૃત્ય સ્થાનનું, દોષનું સેવન કરે અને તેની આલોચના પ્રતિક્રમણ કરવાનો દઢ સંકલ્પ કરે તેમજ આલોચના સાંભળનારાની પાસે પહોંચવાનો સંકલ્પ પણ કરે, પરંતુ કોઈ પણ પ્રકારની અંતરાયના કારણે આલોચના ન કરી શકે, તો પણ તે આરાધક થાય છે. અર્થાત કોઈનું પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા વાચા બંધ થઈ જાય તો પણ સંકલ્પ, તત્પરતા અને પ્રયત્ન પ્રારંભ વગેરેથી તેને આલોચનાનુ ફળ મળે છે. જે રીતે અગ્નિમાં નાંખેલ તંતુ બળી ગયો અને રંગમાં નાખેલ તંતુ રંગાઈ ગયો કહેવાય છે. એ પ્રકારે તે આરાધક કહેવાય છે.
(૪) ઔદારિક શરીરવાળાથી બધા જીવોને ૩ અથવા ૪ અથવા ૫ ક્રિયા લાગે છે; વૈક્રિય શરીરવાળાથી ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય જીવ અને મનુષ્ય કદાચ(ક્યારેક) અક્રિય પણ હોય છે. આહારક તૈજસ કાર્યણ શરીરની અપેક્ષા ક્રિયા વૈક્રિય શરીરની સમાન છે. અર્થાત ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી નથી લાગતી.