________________
આગમસાર– ઉતરાર્ધ
262
જ્યારે આ સૂર્ય ઉત્તર દક્ષિણને પ્રકાશિત કરે છે ત્યારે પૂર્વ પશ્ચિમમાં રાત્રિ કરે છે અને જ્યારે પૂર્વ પશ્ચિમને પ્રકાશિત કરે છે, ત્યારે ઉત્તર દક્ષિણમાં રાત્રિ કરે છે.
બીજો પ્રતિ પ્રામૃત
સંક્રમણ ગતિ નિર્ણય :– એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનનું છે અને તે બે પ્રકા૨ે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે. આ “ભેદ ઘાત–સંક્રમણ” ગતિ છે. (૨) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજન અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે.
કર્ણકલા ગતિ નિર્દોષ । :– આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે.
ત્રીજો પ્રતિ પ્રામૃત
સૂર્યની મુહૂર્ત ગતિ :– ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂતૅગતી અલગ હોય છે તે આ પ્રકારે છે.
મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ :- (+
એટલે સાધિક) મંડલ
| મુહૂર્ત ગતિ યો. દષ્ટિ ક્ષેત્ર(યો.)
૫૨૫૧ +
૪૭૨૬૩+
૫૨૫૧ ++
૪૭૧૭૯ +
પરપર +
૪૭૦૯૬ +
૫૩૦૫ +
૩૧૮૩૧ +
૩૧૯૧૬ +
છેલ્લેથી બીજુ મંડલ ૫૩૦૪ ++ છેલ્લેથી ત્રીજુ મંડલ ૫૩૦૪ + ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ
૩૨૦૦૧ +
મળી જાય છે. અર્ધ મંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર મુહૂર્તમાં પાર કરે છે. દૃષ્ટિક્ષેત્ર – ચક્ષુસ્પર્શ – આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને
મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી કરે છે. અર્ધ મંડલ બીજો સૂર્ય ૩૦ સૂર્યાસ્તના સમયે દેખાય છે.
પ્રથમ મંડલ
બીજુ મંડલ
ત્રીજુ મંડલ
છેલ્લું મંડલ
પ્રત્યેક મંડલમાં ૧/૬૦ યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્થૂલ દૃષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દૃષ્ટિથી ૧/૬૦ યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૨૭/so યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫ ૯/૬૦ યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે.
ત્રીજો પ્રામૃત
પ્રકાશિત ક્ષેત્ર :– બન્ને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબૂદ્વીપના ૩/૫ ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ૨/૫ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં ૬ દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્વીપના ક્ષેત્રને બન્ને સૂર્ય પ્રકાશિત કરે છે.
એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબૂદ્દીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્રીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે.
આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ૨/૧૦ ઊ ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના ૩/૧૦ ઊ ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે.
અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ૨/૧૦ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે.
ચોથો પ્રાભૂત
મંડલ સંસ્થાન :– બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના પ્રારંભમાં એક સૂર્ય ‘દક્ષિણ પૂર્વ’માં હોય છે. જ્યારે બીજો ‘પશ્ચિમ ઉત્તર’માં હોય છે. આ સમયે એક ચંદ્ર ‘દક્ષિણ પશ્ચિમ’માં હોય છે. જ્યારે બીજો ‘ઉત્તર પૂર્વ’માં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે.
અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે.
તાપક્ષેત્ર સંસ્થાન :– કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે.