________________
આગમચાર– ઉતરાર્ધ
266
છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પૂર્ણિમાના દિવસે સંયોગ:- શ્રાવણ, ભાદરવા, પોષ, જ્યેષ્ઠ માસમાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ, ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ ક્રમથી ૧૨ મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧૨ મહિનાની ૧૪ અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા
શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી. ૮ મહીનાની અમાસમાં એક મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે.
સાતમો પ્રતિ પ્રાભૃત મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ, ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું છે.
શ્રાવણ મહિનામાં માઘ (માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માથી પૂનમ હોય છે.
આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો- ચૈત્રનો (૪) કારતક- વૈશાખનો (૫) માગસર– જયેષ્ઠનો (૬) પોષ-અષાઢનો હોય છે. અર્થાત્ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા. અને અષાઢી પૂનમ હોય છે.
આઠમો, નવમો પ્રતિ પ્રાભૂત આ બન્ને પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રોના આકાર અને તારાઓની (વિમાનોની) સંખ્યા કહેલ છે જે ચાર્ટ દ્વારા દર્શાવેલ છે.
(નોંધઃ કેટલાક સમિક્ષકોનું માનવું છે કે જેવી રીતે દિશાઓ શાશ્વત સ્થાપનાઓ છે. તેવીજ રીતે આ નક્ષત્રો પણ ચંદ્રમંડલોની સીધમાં ચાલી રહેલા મોટા તારાઓના ઝુમખાની સ્થાપના છે. આ સ્થાપના શાશ્વત હોવાથી નક્ષત્રો સ્થાપના સત્ય છે. સ્થાપનાનો સીધો સંબંધ ૧૫ દિવસના સમયકાળથી છે. ૧૨ મહિનાના ૨૪ નક્ષત્ર તથા ૮ નક્ષત્ર અડધા સમયકાળના હોવાથી ૪ વધ્યા, તેથી કુલ નક્ષત્ર ૨૮ થયા.
ઘડિયાલ વગર જેમ દિવસે છાયાના પ્રમાણથી કાળ પ્રતિલેખન થઇ શકે છે. તેમ ચંદ્ર અને નક્ષત્રોની સ્થિતીથી રાત્રીના કાળ, પ્રતિલેખન કરી શકાય છે. સમય જાણી શકાય છે. મહિનો. દિવસ, ઋતુચક્ર જાણી શકાય છે.)
નક્ષત્ર, આકાર, યોગ આદિ: