Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 274
________________ આગમચાર– ઉતરાર્ધ 274 પુષ્ય પરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત | સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત | ૧ | અભિજિત | પ્રથમ સમય | ૧૯+ મૃગશીર્ષ ૧૧ + પુષ્ય ૧૯ + | વિશાખા ૧૩ + પુષ્ય. ૧૯ ૪ | રેવતી ૨૫+ પુષ્ય ૧૯+ | | પૂવૉ ફાલ્ગની | ૨+ | પુષ્ય ૧૯ + બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે :ક્રમ સમય | નક્ષત્ર | મુહૂર્ત નક્ષત્ર | મુહૂર્ત ૧ | પહેલા શિયાળામાં હસ્ત ૫+ | ઉત્તરાષાઢા | ચરમ સમય ૨ | બીજા શિયાળામાં | શતભિષક ૨+ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૩ | ત્રીજા શિયાળામાં | પુષ્ય | ૧૯+| ઉત્તરાષાઢા ચરમ સમય ૪ | ચોથા શિયાળામાં | મૂલ | દ+ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૫ | પાંચમા શિયાળામાં | કુત્તિકા | ૧૮ +| ઉત્તરાષાઢા | ચરમ સમયે | આત્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે. ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩.૫ + દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ x ૧૦ ઊ ૧૮૩૦ અને ૧૩.૬૫ ૪ ૧૩૪ ઊ ૧૮૩૦ થાય છે. સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસ:- (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સુદી ચોથ (૫) શ્રાવણ સુદી દસમી (૬) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી. છત્રાતિછત્ર યોગઃ ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૨૭/૩૧ ,(૦.૯)ભાગ જાય અને ૩/૩૧ (.૧)ભાગ ચતુર્થાશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે. આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છે અને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો (૦.૯ નવ ભાગ જતાં અને ૦.૧એક)- બે વીશાંશ ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. તેમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે. તેરમો પ્રાભૃત ચંદ્રની વધઘટ :– ચંદ્ર માસમાં ૨૯.૫ + દિવસ હોય છે. જેના ૮૮૫ ૫ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ + મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ + મુહૂર્ત સુધી ઘટ (હાનિ) થાય છે. તે વદપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪૨ + મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉદ્યોત પક્ષ, જયોત્સના પક્ષ છે. અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત (ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં ૨ ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, ૨ પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમયે ચંદ્રની હાનિ અને અસં ચંદ્રનું અયન – અર્ધ ચંદ્ર મહિનામાં, ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલનો ૦.૨૬ મો. ભાગ (ચોથો ભાગ) ચાલે છે. સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ સ્વ–પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ અચલિતમાં ચાલે છે. લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪+ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્ર ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧પનો ૦.૨ ભાગ (પાંચમો ભાગ)અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, ૬.૨ અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩.૨ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે. ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે. ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧ + અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩.૨ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ:- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં ૦.૮ અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૦.૨ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292