________________
276
આગમસાર- ઉતરાર્ધ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઇન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમુખ કારણ હોય છે. (૩) ચંદ્ર સૂર્ય બને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બનેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે. (૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે– ૧૧૨૧ યોજના અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે–૧૧૧૧ યોજન. (૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂલ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે. (૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપલ્થ (કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ-ઉપરથી ગોળ ગુંબજના સમાન આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છેનામ આયામ | બાહલ્ય | વાહકદેવ સ્થિતિ
દેવીની | વિખંભ
જઘન્ય | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ | ચંદ્ર | ૦.૯૨ યો. | o.૪૬ | ૧૬000 | ૧/૪ પલ. | ૧ ૫. ૧ લા. વર્ષ | ૧/૨ પલ. ૫૦ હ. સૂર્ય ૦.૭૯ યો. ૦.૩૯ | ૧૬૦૦૦] ૧/૪ પલ. ૧ ૫. ૧ હ. વર્ષ | ૧/ર પલ. ૫૦૦ વ. ગ્રહ | ૨ કોશ | ૧ કોશ | ૮000 | ૧/૪ પલ. | ૧ પલ.
૧/૨ પલ. નક્ષત્ર ૧ કોશ | ૧/૨ કોશ 8000 | ૧/૪ પલ. ૧/ર પલ. | ૧/૪ પલ. સાધિક
તારા | ૧/૨ કોશ | ૫૦૦ ધ. | ૨000 | ૧/૮ પલ. | ૧/૪ પલ. ૧/૮ પલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. ઊ યોજન, ધ. ઊ ધનુષ, પ. ઊ પલ્યોપમ, પલ. ઊ પલ્યોપમ, લા. ઊ લાખ, હ. ઊ હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૫૦ હજાર. અને ૫૦૦ વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશઃ એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી. (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવા જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કુટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્ય ૨૬૬ યોજન છે, ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ યોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ૨ કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉ. ૬ માં છે.
- ઓગણીસમો પ્રાભૃત (૧) જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ.
સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એક દિવસમાં ૧/૧૫ ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને ૬૨ ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ૪/ડ૨ ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વિીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય-સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનનું હોય છે. (૯) જ્યોતિષીના ઇન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દ્વીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ - ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઇત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી.