________________
jainology II
283
આગમસાર
બરફ
બરફ
બરફ
બરફ
બરફ
બરફ ધેલી ગોળ પૃથ્વીનાં અડધા ભાગ પર અફાટ સમુદ છે. જ્યાંથી મુસાફરી કરવામાં નથી આવતી અને ક્કqતની બાજુએથી જ આ પરિક્રમા કરવામાં આવે છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં બરફમાં લાંબી મુસાફરી ક્ય પછી મૃત્યુના ભયથી પાછા ફરેલા સહસીકો જણાવે છે કે આગળ અંધકાર અને અમાપ બરફની ચાદર શિવાય કશું જોવા નથી મળયું. દૂરનાં દરેક પ્રદેશને જ્યાં સૂર્યના કિરણો ન પહોંચે અને બરફ દેખાય તેને ધ્રુવ પ્રદેશ માની લેવાય છે. દરિયો પણ હજારો માઈલ સુધી થીલો જ હોય છે. આમ વિજ્ઞાન પોતાની કલ્પનાઓની કોઈ નક્ક સાબીતી આપી શક્યું નથી.
વિજ્ઞાન પ્રત્યે માન ધરાવતા કેટલાક બુધ્ધીવાદીઓ પણ તેની આ લ્પનાઓ અને થીયરીઓ ને માનવા તૈયાર નથી. હાલનાં જૈનોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એકતો શ્રધ્ધાળુઓ જ વિજ્ઞાનને ઉપેક્ષા ભાવથી જુએ છે. બીજા વિજ્ઞાન પ્રત્યે માન ધરાવે છે તેમ છતાં તેમની ધર્મસિધ્ધાંતોમાં શ્રધ્ધા અડગ છે. જીવના સુખ દુ:ખ પ્રત્યક્ષ દેખાઈ રહયા છે અને કર્મ સિધ્ધાંતો ની આથી મોટી બીજી કોઈ સાબિતીની તેમને જીર નથી. ત્રીજા મણે શ્રધ્ધાવાન બન્યા પછી વિજ્ઞાનના પ્રભાવથી અંજાઈ જઈ શ્રધ્ધા ગુમાવી છે .
વિજ્ઞાનને રાજકીય આથ્ય મળવાથી પાઠયપુસ્તકો માં સ્થાન મળયું છે. જેનોએ શાળાઓ અને કોલેજો બહુ નથી બનાવી, તેથી આજે જૈનોનાં બાળકો ને એડમિશન માટે ડોનેશન આપવું પડે છે. કેથલિક કે મુસ્લીમ મેનેજમેન્ટ ધરાવતી સંસ્થાઓમાં એડમીશન લેવું પડે છે. ત્યાંના સંસ્કારોથી બાળક ભૌતિજ્વાદી બની જાય છે. પાંજરાપોળ વૃધ્ધાશ્રમ હોસ્પીટલ શાળાકોલેજ અન્નક્ષેત્ર આ કાર્યક્ષેત્રો જૈનોને સંપતિ અને સાહસનો સદઉપયોગ કરવા માટેના છે.