________________
281
આગમસાર
jainology II ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ બ્રા મૂલક છે. તથા હાસ્યાસ્પદ પણ છે. વાસ્તવિક સત્ય - સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માર્ગો)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે. વર્તુળ આકારે પરિભ્રમણ કરનારનું પોતાની ધરી પર પરિભ્રમણ નિયમથી થઇ જાય છે ચાહે તેનું મુખ પોતાના ઇન્દ્ર કે આરાધ્ય દેવ તરફ હોય, મેરુ તરફ હોય કે ચાલવાની દિશામાં હોય. આ સૂર્યનું વિક્રિય શરીર, પ્રકાશીત ઉષ્ણ પૃથ્વીકાયના રત્નો તેમજ સૂર્યની લેગ્યા મનુષ્ય લોકને પ્રકાશિત એવં તાપિત કરે છે.
સુર્યપ્રકાશ એ અગ્નિ નાં પ્રકાશથી ભિન્ન છે. કારણ કે.... 5 અગ્નિ નાં પ્રકાશમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી નથી, ઉલટું સુકાઈ જાય છે.
સૂર્યપ્રકાશમાં વૃદ્ધિ પામે છે. વૃક્ષો વર્ષો સુધી સૂયનો તાપ સહન કરીને પણ પલવીત જ રહે છે. * મધમાખી સૂર્યથી દિશા માન પામે છે, તે અગ્નિથી છેતરાતી નથી. * સૂર્યમુખીનું ફુલ પણ સૂર્યના કિરણોને ઓળખે છે, તે અગ્નિ તરફ મુખ ફેરવતું નથી. 4 અનેક બીમારીઓ નો પ્રભાવ સૂર્યપ્રકાશમાં મંદ થઈ જાય છે, અને રાત્રે વધી જાય છે.
અગ્નિનાં તાપથી બીમારીઓનો પ્રભાવ મંદ થતો નથી. * અગ્નિીથી જીવો ભયભીત થાય છે. પૂર્વના સંસ્કારોથી દરેક જીવ અગ્નિીને ઓળખે છે. સૂર્યપ્રકાશથી દરેક જીવજંતુનો ભય દૂર થાય છે. કલાકો સુધી સૂર્યપ્રકાશમાં ફર્યા પછી પણ પશુ પક્ષી કે મનુષ્ય તેના તાપથી કદી ભય પામતા નથી,વૃક્ષો વર્ષો સુધી સૂર્ય નો તાપ સહીને પણ સવારે ખીલી ઉઠે છે. અનેક પ્રાણીઓ ઉનાળામાં તાપથી,તરસથી મૃત્યુ પામે છે, પરંતુ તોય કદી કોઈ પ્રાણી સૂર્યપ્રકાશથી ભયભીત થતું નથી. શરીરને કોઈ પ્રકારની ઈજા સૂર્યપ્રકાશથી થતી નથી, ભલે ગમે તેટલો સમય પ્રાણીઓ તેમાં વ્યતીત કરે. આવું અગ્નિની બાબતમાં શકય નથી ઉતર કરતાં દક્ષિણમાં સૂર્યની ગતિ વધારે હોય છે, કારણ કે વર્તુળનો ચકરાવો મોટો થતો જાય છે. તેથી ...
સંધીકાળ ઉતરમાં ૪૮ અક્ષાંસ પર ૯૦ મીનીટનો છે. જયારે દક્ષિણમાં ૪૮ અક્ષાંસ પર પાંચ જ મીનીટનો છે. * સૌથી ઉચું તાપમાન ધરાવતાં પ્રદેશો ઉતરમાં છે. લીબીયા ૧૩૬ ફે. (૫૭.૭ સે.)પહેલા નંબરે, બીજા નંબરનું કેલીફોર્નીયા
(ડેથવેલી,યુએસએ) તો એકદમ ઉતરમાં છે. જુન-જુલાઈ તાપમાન ૧૩૪ ફે.(૫૬૭ સે.). જયારે કે દક્ષિણમાં તાપમાન
કયારે પણ ૩૬ સે.થી વધતું નથી. કારણ કે સૂર્ય શીવ્ર ગતિમાં હોય છે. * દક્ષિણમાં મોટામાં મોટો દિવસ ૧૫ કલાકનો છે. તેથી મોટો દિવસ નથી.
(૧૮ મહર્તિનો દિવસ વિનિતા નગરીના હિસાબે હોય છે, અન્યત્ર હિન અધિક હોઇ શકે છે.). ઉતરમાં નોર્વે-સ્વીડનમાં પણ મોટામાં મોટો દિવસ ૧૮ કલાકનો જ છે. સૂર્ય સતત નથી દેખાતો, સવાર સાંજ જે ૯૦ મીનીટનો સંધિકાળ હોય છે તેને ઉમેરતાં પ્રકાશ નો સમય ૨૧ કલાકનો થાય છે. દિવસની વચ્ચે ૩ કલાક જેટલું અંધારું પણ હોય છે.આનેજ છ મહિનાનો દિવસ માની લેવામાં આવે છે. વર્ષનાં બાકીનાં છ મહિના સામાન્ય દિવસ રાત વાળા હોય છે.
વૈજ્ઞાનિકોને સત્યાવબોધ – વૈજ્ઞાનિકોએ કયારેય પૃથ્વીને ચાલતી જોઈ નથી. કોઈએ ચંદ્રને પૃથ્વીનો ટુકડો થતો જોયો નથી. સૂર્યને અગ્નિ પિંડરૂપ ગોળાકારમાં કોઈ વૈજ્ઞાનિકે જઈને જોયો નથી. કલ્પનાઓથી માન્ય કરી વૈજ્ઞાનિક સદા પોતાની માન્યતા અને કલ્પનાઓની તે રીતે શોધ કરે છે. એમની શોધનો અંત નથી આવતો. આજે પણ તે શોધ કરીને નવી હજારો લાખો માઈલની પૃથ્વી સ્વીકાર કરી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વીને દડા સમાન ગોળ માનતા નથી. આ પ્રકારે વૈજ્ઞાનિક કલ્પના, શોધ, ઉપલબ્ધિ, ભ્રમ, અપૂર્ણતા, પ્રયાસ, નિરાશ, પુનઃ કલ્પના, ઉપલબ્ધિ, ભ્રમ એવા ક્રમિક ચક્કરમાં ચાલતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકે આ શોધને સમાપ્તિનું રૂપ નથી આપ્યું. તે અત્યારે પણ કાંઈક નવું શોધી શકે છે. નવો નિર્ણય લઈ શકે છે. જૂના નિર્ણય ફેરવી પણ શકે છે. સાર:- અત્યારે વૈજ્ઞાનિકોનો જ્યોતિષ મંડલ સંબંધી નિર્ણય ભ્રમિત એવં વિપરીત છે. એવી જ વિપરીતતાથી પૃથ્વીના સ્વરૂપને પણ વાસ્તવિકતાથી વિપરીત માનીને પોતાના ગણિતનું સમાધાન મેળવી લે છે.
અનેક ધર્મ સિદ્ધાંતોમાં આવેલ પૃથ્વી અને જ્યોતિષ મંડલના સ્વરૂપથી વૈજ્ઞાનિકોની કલ્પના વિપરીત છે. જ્યારે આ વૈજ્ઞાનિકોની પોતાની કલ્પના જ છે તો એની કલ્પનાને સત્ય માનીને ધર્મ શાસ્ત્રના સંગત વચનોને ખોટા ઠરાવવાનું કોઈ પણ અપેક્ષાએ ઉચિત થઈ શકતું નથી. કારણ કે વિજ્ઞાનનું મૂળ જ કલ્પના છે અને પછી શોધ પ્રયત્ન છે. માટે શોધનું અંતિમ પરિણામ ખરૂં ન આવે ત્યાં સુધી એને સત્ય હોવાનો નિર્ણય નથી આપી શકાતો. જ્યારે જૈન શાસ્ત્રોક્ત સિદ્ધાંત કલ્પના મૂલક નથી પરંતુ જ્ઞાન મૂલક છે. માટે તુલનાત્મક દષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે. ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ – વૈજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દૃષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકવાની, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા રહેવામાં જ તેઓને