Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 282
________________ આગમચાર– ઉતરાર્ધ 282 સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા-નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દૈવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ નહીં વળે, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય. છ કે ત્રણ મહિનાનાં દિવસ-રાતનું રહસ્ય રશિયાના સાયબેરીયામાં ખોદકામ કરતાં હારફ નીચેથી હાથીઓના ઝૂંડ મળી આવ્યા છે. જે બતાવે છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. જે સૂર્ય પ્રકાશ વગર સંભવ નથી. એન્ટાર્ટકા પર અમેરિકાનાં તેલનાં કુવા છે. તેલ એ મૃત પ્રાણીઓનાં શરીરની ચરબી જ હોય છે. તો જ્યાં પહેલા સૂર્ય પ્રકાશ પહોંચતો હતો ત્યાં હવે કેમ નહિં? જવાબ છે ધૂળનાં રક્કો . કાર્બન ડાયોક્સાઈડ અને પ્રદુષણ. નું પ્રમાણ એક ક્યુબીક મિટરે ૦.૧ ગ્રામનું ગણો તો પણ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં હોય છે ત્યારે પહેલાં કરતાં ૬૦૦૦ કી.મી. દક્ષિણ તરફ ખસે છે. એટલે કે ૬૦,૦૦,૦૦૦ મીટર. આથી ૬૦૦ કીલો ધૂળ માટી અને કાર્બનનું પ્રમાણ એક ક્વેર મીટર દીઠ વધે છે. જેને ભેદીને સૂર્ય પ્રકાશ ધ્રુવ પ્રદેશ પર પહોંચતો નથી. કાળનાં પ્રભાવથી પુદગલોનું રુક્ષ-રાખ ક્વા થઈ જ્યાથી પ્રદુષણ વધ્યું છે (અદિઠા પગલ સુરિયસ લેસ પડિહાંતિ ) પ્રાભૂત પાંચમું - સૂર્ય પ્રજ્ઞપતિ. નરી આંખે નહીં દેખાતા પુદગલોથી પણ સૂર્ય નો પ્રકાશ પ્રતિઘાત પામે છે. ઉત્તરાયણમાં દિવસ મોટો હોય છે તથા હજારો કે લાખો માઈલ સુધી ફેલાયેલી બરફની ચાદરને કારણે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પણ લાંબા સમય સુધી પ્રકાશ રહે છે. બરફની ચાદરનાં દૂરના ભાગમાં પણ ક્યાંક પ્રકાશ પડે તો આખી ચાદર ગ્લાસ ઇફેક્ટથી પ્રકાશીત થઈ જાય છે. અને ત્રણ ક્લાક જેટલી રાત્રી તો ત્યાં પણ હોય છે. આમ જ્યાં સૂર્યના દર્શન પણ દુર્લભ છે. ત્યાં પ્રકાશને જ દિવસ ગળી લેવામાં આવે છે. પુથ્વીની પ્રદક્ષિણા એક ભ્રમણા એક પુઠા ક્વા કાગળમાં ડૉકટરની લાલ ચોકડીની નિશાની આકાર કાપો. અને તેની ચારે દિશાઓ અણિયાળી બનાવો. પછી સામ સામેના છેડે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ લખો. આ તમારો હોકાયંત્ર છે. જેની મદદથી આજ સુધીની બધી પૃથ્વીની પ્રદક્ષિણાઓ થઈ છે, હવે કોઈ એક બીંદુ જમીન પર દોરી તેને ઉતરધ્રુવ-ચુંબકીય ક્ષેત્ર તરીકે સ્થાપો. તેનાથી અડધો ફૂટ દૂર તમારા બનાવેલા હોકાયંત્રને એવી રીતે રાખો કે જેથી તેનો ઉત્તર લખેલો છેડો તમારા સ્થાપેલા ચુંબકીય ક્ષેત્ર તરફ રહે. હવે પૂર્વ કે પશ્ચિમ કોઇ પણ દિશામાં એ હોકાયંત્રને ખસેડો. અડધો ફૂટ કે તેથી વધારે ખસેડતાં ખ્યાલ આવશે કે હવે ઉતર લખેલો છેડો ચુંબકીય ધ્રુવ-ઉત્તરધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ નથી. હવે તે જગ્યાએ સ્થિર રહી ઉતર લખેલા છેડાને ધૃવ બીંદુ તરફ ફેરવો. વું હીતમાં બને છે. કારણકે હોકાયંત્રનો ઉતરનો છેડો હંમેશા ચુંબકીય ક્ષેત્ર તરફ ખેંચાયેલો રહે છે. આ ચુંબકીય ક્ષેત્ર અનેક કારણોથી હોઈ શકે છે. તેને પૃથ્વીના ગોળ દળા જ્વી હોવા સાથે સંબંધ નથી. ઉપર મુમ્બ હોકાયંત્રના મોડેલને બે-ચાર વાર કોઈ એક દિશામાં તપૂર્વ કે પશ્ચિમ) ખસેડીને જોશો અને વારંવાર તેના ઉત્તર લખેલા છેડાને ચુંબકીય ધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ ફેરવતાં રહેશો તો જણાશે કે, આખું ગોળ પરિભ્રમણ સપાટ જમીન કે ટેબલ ઉપર પણ થયું. આ પરિક્રમા ચુંબકીય ધુવની ફ્રી કહેવાય, નહિં કે પૃથ્વીની.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292