________________
275
આગમસાર
jainology II આ રીતે ૧૩.૨ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭.૮ ભાગ પૂર્વમાં પર–ચલિતમાં ચાલે છે. ૭.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬.૮ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ ૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આવ્યંતર મંડલમાં ૦.૨ અને બાહ્ય મંડલમાં ૦.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં ૦.૬૧ બંનેના ચલિત ઉપર ચાલે છે. ૦.૨ ભાગ પરચલિત ઉપર અને ૦.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૦.૧૨ બંનેના ચલિત પર ચાલે છે.
આ રીતે આખા મહિનામાં– ૧૩.૮ + ૨.૨ પરચલિત પર, ૧૩.૨ પોતાના ચલિત ઉપર, ૨.૬ + ૨.૨ + ૦.૧૨ ઉભય ચલિત ઉપર ચાલે છે. અને ૨.૨ અચલિત પર ચાલે છે.
ચૌદમો પ્રાભૃત શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમાં પ્રાભૃતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૧/૧૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે.
પંદરમાં પ્રાભૃત ગતિ(ચાલ) - બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે–વધારે ગતિ છે. ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૭૬૮/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૦/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. નક્ષત્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૫/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે.
ચંદ્રથી સૂર્ય ૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે. ગતિ સાથે યોગનો સંબંધ:- આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળ– વાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશ: ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિખંભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમાં સમાપ્ત થવા પર પાછળ– વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાત્ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે.
આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે.
સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૃતના બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિઃમાસ આદિમાં
ચંદ્ર મંડલ ગતિ | સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ નક્ષત્ર માસમાં
૧૩ + ૧૩ +
૧૩+ ચંદ્ર માસમાં
૧૪+
૧૪ + ઋતુ માસમાં ૧૪+
૧૫ + | સૂર્ય માસમાં
૧૪+ ૧૫+
૧૫ + અભિવદ્ધિત માસમાં ૧૫ + | ૧૫ + એક અહોરાત્રમાં ૧/૨ માં ઓછી ૧/૨
૧/૨ થી વધુ એક મંડલ ચાલવાનો સમય ૨ + દિન | ૨ દિવસ ૨ દિવસમાં ઓછું એક યુગમાં
८८४ ૯૧૫
૯૧૭.૫
સોળમો પ્રાભૃત લક્ષણ :- (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રઆચ્છાદન-સૂર્યઆચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે. (સૂર્યગ્રહણ–ચંદ્રગ્રહણ)
સત્તરમો પ્રાભૃત ચયાપચયઃ- ચંદ્ર સૂર્યદેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુગલ ચવતા રહે છે અને નવા આવતા રહે છે.
અઢારમો પ્રાભૃત ઊંચાઈ:- (૧) સમભૂમિથી સૂર્ય વિમાન 200 યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનની વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે (૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉમર જઘન્ય ૧/૪ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉમર ૧/૪ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ
૧૪+
૧૫
૧૬ +