________________
278
આગમસાર- ઉતરાર્ધ
પરિશિષ્ટ – ૧-જ્ઞાતવ્ય ગણિત (૧) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮૨ માં બે વાર એવી રીતે ૧૮૨ x ૨ + ૨ ઊ ૩૬૬ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬૬ ૪ ૫ ઊ ૧૮૩૦ દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિ કર્તા પ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૨) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાત્ અર્થો દિવસ યોગ કરે છે અને એક દિવસના ૬૭ ભાગની અપેક્ષા ૬૭ ૪ ૧/૨ ઊ ૩૩ ૧/૨ ભાગ દિવસ. સૂર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. દિવસ ૨૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫ મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના યોગ કાલ ૬૭પ ગણા હોય છે. (૩) એક યુગ ૧૮૩) અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩) અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય અર્ધ મંડલ, ચંદ્ર અર્ધ મંડલ અને નક્ષત્ર અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાત્ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અર્ધ મંડલમાં કંઈક ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી કંઈક ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ મંડલમાં સાધિક એક દિવસ. અને એક પૂર્ણ મંડલમાં સાધિક ૨ દિવસ લાગે છે.
પરિશિષ્ટ – ૨: નક્ષત્ર તત્ત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) બાર તારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિખંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામ આકાર તારા - એમનો ચાર્ટ ૧૦ મા પ્રાભૂતના આઠમા નવમા પ્રતિ પ્રાભૂતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં – અભિજિત શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧૨ નક્ષત્ર છે.(૨) બીજા મંડલમાં – પુનર્વસુ, મઘા એ બે છે.(૩) ત્રીજા મંડલમાં – કૃતિકા. (૪) ચોથા મંડલમાં – ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં - વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં – અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮) આઠમા મંડલમાં – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. (૫) રાત્રિ વાહક:- આનો ચાર્ટ દસમાં પ્રાભૃતના દસમાં પ્રતિપ્રાભૃતમાં છે. (૬) મંડલ સંબંધ:- (૧) ચંદ્રના મંડલથી નક્ષત્ર મંડલનો સંબંધ – ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧ અને ૧૫.(૨) નક્ષત્ર મંડલનો. સૂર્યના મંડલથી સંબંધ – ૧, ૨, ૭, ૮ (૩) સૂર્ય મંડલનો ચંદ્ર મંડલથી સંબંધ – ૧, ૨, ૩,૪,૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ (૪) ચંદ્ર મંડલ સાથે સૂર્ય અને નક્ષત્ર મંડલનો અર્થાત્ ત્રણેનો મંડલ સંબંધ :- ચંદ્રનો ૧-૩–૧૧–૧૫. નક્ષત્રનો ૧-૨૭૮. સૂર્યનો ૧-૨૭–૧૪૪–૧૮૪. (૭) જોગ:ક્રમ યોગ
નક્ષત્ર દક્ષિણ યોગ -નક્ષત્ર મૃગશીર્ષ આદિ ઉત્તર યોગ ૧૨-નક્ષત્ર અભિજિત આદિ
ત્રણે યોગ ૭–કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અનુરાધા ૪ દક્ષિણ અને પ્રમર્દ ૨-પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા પ્રમર્દ
૧-જ્યેષ્ઠા (૮) સીમા વિખંભ:- પોત પોતાના મંડલના ૧૦૯૮૦) ભાગમાંથી નિમ્ન ભાગ પ્રમાણ આ નક્ષત્રોનો સીમા વિખંભ (પોતાનો સૂર્ય ચંદ્ર સાથે યોગ ક્ષેત્ર) છે. ૬૩) ભાગ
અભિજિત ૧૦૦૫ ભાગ શતભિષક, ભરણી, આદ્રા, અશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા ૨૦૧૦ ભાગ શ્રવણ ધનિષ્ઠા આદિ- ૧૫. (પ્રાભૃત ૧0/૨)
૩૦૧૫ ભાગ ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા- ફાલ્ગની વિશાખા, ઉત્તરાષાઢા (૯) યોગ કાલ:
નક્ષત્ર ચંદ્રની સાથે સૂર્યની સાથે અભિજિત ૯+ મુહૂર્ત ૪ દિવસ ૬ મુહૂર્ત ૬ નક્ષત્ર ૧૫ મુહૂર્ત ૬ દિવસ ૨૧ મુહૂર્ત ૧૫ નક્ષત્ર ૩૦ મુહૂર્ત ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત ૬ નક્ષત્ર ૪૫ મુહૂર્ત ૨૦ દિવસ ૩ મુહૂર્ત
૦
૦
દ