Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 273
________________ આગમસાર jainology II [273 સૂચના:- ચાર્ટમાં અભિ. ઊ અભિવર્ધિત, સંવ. ઊ સંવત્સર. + જાઝેરુ નોંધ:- સમાપ્તિમાં જે મુહૂર્ત સંખ્યા છે એટલા મુહૂર્ત એ નક્ષત્રના અવશેષ રહેતા એના પૂર્વના સમયમાં જતા એ નક્ષત્ર, ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરતાં વર્ષની સમાપ્તિ કરે છે. માટે આ ચાર્ટમાં આપવામાં આવેલી સંખ્યા મુહૂર્ત વિશેષ સંખ્યા છે. એના પૂર્વ સમયમાં સમાપ્તિ અને એ નિર્દિષ્ટ સમયમાં નક્ષત્રના રહેતાં આગળના સંવત્સરની શરૂઆત થાય છે. અર્થાત્ સમાપ્તિમાં નક્ષત્રનો અવશેષ સમય કહ્યો છે. એટલા માટે એ સમય આગલા વર્ષનો પ્રારંભ યોગ છે. આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧+ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે. બારમો પ્રાભૃત સંવત્સરોના કાળમાન - સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે. સંવત્સર | માસદિન વર્ષાદિન | માસના મુહૂર્ત| વર્ષના મુહૂર્ત નક્ષત્ર ૨૭ + | ૩૨૭+ | ૮૧૯+ ૯૮૩૨+ ચંદ્ર ૨૯ + | ૩૫૪+| ૮૮૫+ ૧૦૬૨૫+ | ૩ | ઋતુ | ૩૦ | ૩૬૦ | ૯૦૦ ૧૦૮00 સૂર્ય ૩૦+ | ૩૬૬ |૯૧૫ / ૧૦૯૮૦ ૫ | અભિવર્ધિત ૩૧+ | ૩૮૩+ | ૯૫૯+ | ૧૧૫૧૧+ કુલ | ૧૭૯૧ દિવસ.+ | ૫૩૭૪૯ મુહૂર્ત નોંધ:- આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ” (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે. می هاس | યુગના કાલમાન :દિન મુહૂર્ત બાસઠીયા ભાગ એક યુગમાં ૧૮૩૦ ૫૪૯૦૦ ૩૪૦૩૮૦૦ નો યુગમાં ૧૭૯૧ + ૫૩૭૪૯+ યુગ પ્રાપ્ત થવામાં ૩૮+ ૧૧૫૦+ નોંધ:- નો યુગ ઊ યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ઋતુ અને અભિવદ્વિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા :(૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. (૨) સૂર્ય સંવત્સરના ૬૦, ઋતુ સંવત્સરના ૧, ચંદ્ર સંવત્સરના દ૨, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની. સમાનતા થાય છે અર્થાત્ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે. (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્ય સંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ઋતુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના 50, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ – ૫૭ મહિના, ૭ દિવસ અને ૧૧.૩૭+ મહૂર્ત થાય છે. ઋતુ - (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ ૫૯-૫૯ દિવસની હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (૨) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના પ૯ દિવસો છે. સૂર્ય સંવત્સરમાં તિથિઓ વધે છે– ચોથા,આઠમા, બારમા, સોળમા, વિસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે. આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના ૫૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સૂર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે. સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છે

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292