Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 270
________________ આગમસાર– ઉતરાર્ધ 270 સોળમો પ્રતિ પ્રામૃત નક્ષત્રના ગોત્ર અને અધિપતિ દેવ :– પહેલું અભિજિત છે અને ૨૮મું ઉત્તરાષાઢા નક્ષત્ર છે આ ક્રમથી ચાર્ટમાં જુઓ -- નક્ષત્ર | દેવનામ ગોત્ર ગોત્ર બ્રહ્મા વિષ્ણુ નક્ષત્ર દેવનામ મગલાયન ૧૫ બૃહસ્પતિ શંખાયન ૧૬ સર્પ અગ્નિતાપસ | ૧૭ કર્ણલોચન ૧૮ ભગ વસુ પિતૃ વરુણ અજ ૧૯ અર્યમ જાતુકર્ણ અભિવૃદ્ધિ ધનંજય ૨૦ સવિતા પુષ્યાયન ૨૧ આશ્વાદન રર ભગ્નવેશ ૨૩ અગ્નિવેશ ૨૪ ગૌતમ ૨૫ ૧ | ¥| જી ૨ ૪ ૫ S ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ماه પુષ્ય અશ્વ યમ અગ્નિ પ્રજાપતિ સોમ ૧૩ रुद्र ૧૪ અદિતિ તુષ્ઠ વાયુ ઇન્દ્રાગ્નિ મિત્ર ઇન્દ્ર ભારદ્વાજ ૨૬ લોહિત્યાયન ૨૭ વાશિષ્ટ ૨૮ સત્તરમો પ્રતિ પ્રામૃત ઉધાયન માંડવ્યાયન પિંગલાયન ગોપાલ્યાયન જલ વિશ્વ કાશ્યપ કોશિક દર્ભિયાયન નિરતિ(નૈઋતિ) કાત્યાયન વર્ધિતાયન વ્યાઘ્રાવૃત્ય ચામરક્ષા સુંગાયણ ગોલવ્યાયણ ચિકિત્સ્યાયન આ પ્રાભૂતની ઐતિહાસિક વિચારણા જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે. કૃતિકા નક્ષત્રથી શરૂઆત :– આ સત્તરમા પ્રતિ પ્રાભૂતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. અન્ય કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવં સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૃતોના ઉદાહરણ ઉપર દેવામાં આવ્યા છે. જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી. વાસ્તવિકતા તો એ છે કે જૈન આગમ મધ(દારુ), માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવા વાળો આજના હુંડા અવસર્પિણી(મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મધ માંસનું સેવન કરવાનું દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી. સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આ આમિષ શબ્દોથી વનસ્પતિ ૫૨ક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણા– વાળા પાઠોના કથન, લેખન અને પ્રચાર કરવાથી કલ્પ મર્યાદા દૂષિત થાય છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવધ સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી. રચનાકારની યોગ્યતા :– બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત, લોકોમાં પ્રચલિત, માંસ સૂચક, વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ છે પરંતુ તર્ક સંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. અઢારમો પ્રતિ પ્રામૃત યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :– ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર ૫–૫ વાર જોગ જોડે છે. તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક–એક વાર યોગ જોડવાથી બને છે. માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ–પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292