Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 269
________________ jainology II નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ ઃ સંયોગ ત્રણે સાથે ચંદ્ર મંડલ | નક્ષત્ર મંડલ | સૂર્ય મંડલ ૧ ૧ ૧ X ૧૪ ૨૭ ૪૦ ૫૩ × ( ; – ૭) ×(૭૯–૮૦) × (૯૨-૯૩) × (૧૦૫–૧૦૬) ૧૦ × (૧૧૮–૧૧૯) ત્રણે સાથે ૧૧ ૧૩૨ બે સાથે ૧૨ ૧૪૫ બે સાથે ૧૩ ૧૫૮ | બે સાથે ૧૪ ૧૭૧ ત્રણે સાથે | ૧૫ ૧૮૪ વિશેષ :– ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ ૬૬, ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩૨મા મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી સૂર્ય-ચંદ્ર મંડલ સાથે થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩૨ના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે. ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર :- - એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩–૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩–૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે. | બે સાથે ૨ ત્રણે સાથે | ૩ બે સાથે ૪ બે સાથે બે સાથે બે સાથે ૭ બે સાથે ८ સાથે નહીં | ૯ | બે સાથે રખ ૨ X X ૩ ૪ ૫ X 269 Ç ૭ X * X આગમસાર આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ × ૧૩ ઊ ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે. ચંદ્ર મંડલ અંતર :– પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫.૫, યોજનનું અંતર હોય છે અને ૦.૯૨ યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને વિમાનને જોડીને ૧૪ અંતરોથી ગુણ્યા કરીને ૦.૯૨ ઉમેરતાં ૫૧૦ યોજન ક્ષેત્ર આવે છે. = સૂર્ય મંડલ અંતર • પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને ૦.૭૯ યોજનનું વિમાન છે. આ બન્નેને જોડવાથી અને ૧૮૩ અંતરોથી ગુણા કરીને ૦.૭૯ જોડવાથી ૫૧૦ યોજન આવે છે. નક્ષત્ર મંડલ અંતર :– નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબ વાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ છે. તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે– (૧) ૭૨.૮૪ (૨) ૧૦૯ .૨૫ (૩) ૩૬ .૦૮ (૪) ૩૬ .૪૧ (૫) ૭૨ .૪૧ (૬) ૩૬ .૪૧ (૭) ૧૪૫.૬૭ આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે. નોંધ :– અહીં ૫૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોઈ શકે છે. કારણ કે સમ ભિન્ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે. બારમો પ્રતિ પ્રામૃત નક્ષત્ર દેવતા :–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ. તેરમો પ્રતિ પ્રામૃત મુહૂર્તોનાં નામ :– એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત ૪૮ મિનિટનું હોય છે. ૬૦ મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે. ચોદમો પ્રતિ પ્રામૃત દિવસ રાતનાં નામ :– એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ–અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. પંદરમો પ્રતિ પ્રામૃત તિથિઓનાં નામ :– ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ૧૫ દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292