Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 263
________________ jainology II 263 પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ૩/૧૦ ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ૩/૧૦ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું હોય છે. આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બન્ને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાત્ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈ– વાળી હોય છે. જંબુદ્રીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫–૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બન્ને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે. તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ ૯/૧૦ આ મેરુની પરિધિ એવં જંબુદ્રીપની પરિધિનો ૩/૧૦ મંડલનું માપ કહેવાય છે. યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮,૪/૧૦ યોજન હોય છે. ત્રણ દશાંશ ભાગ છે. આ જંબુદ્રીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩.૩૩ ઊ ૭૮૩૩૩.૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે. મંડલ તાપક્ષેત્ર લંબાઈ અંધકાર સંસ્થાન :– તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબુદ્ધીપની અંદરની બન્ને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩.૩૩ યોજન હોય છે. ગોળ આજ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી ૨/૧૦ બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪૬/૧૦ યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબૂદ્રીપની પરિધિનો ૨/૧૦ બે દશાંશ ઊ ૬૩૨૪૫ ૬/૧૦ યોજન થાય છે. આપ્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આજ્યંતર અને બાહ્ય ગોળાઈ વાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ તે બાહ્ય મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આપ્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું. સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ યો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૭૨૬૩ ૨૧/૬૦ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બન્ને બાજુમાં પ્રકાશ કરે છે સ્થિરબાહા આતર જંબુદ્રીપમાં પ્રકાશ બાહા બાહા આગમસાર આત્યંતર ૭૮૩૩૩.૩૩|૪૫૦૦૦ બાહ્ય બાહ્ય પ્રકાશ ભાગ ૯૪૮૬.૯૦|૯૪૮૬૮.૪૦ ૦.૩૦ ૭૮૩૩૩.૩૩ ૪૫૦૦૦ ૬૩૨૪.૬૦ ૬૩૨૪૫.૬૦ ૦.૨૦ = નોંધ :– પ્રકાશક્ષેત્રનું જે માપ આપ્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે તે જ અંધકારના આપ્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહા મેરુ પાસે છે. બાહ્ય પ્રકાશ બાહા જંબુદ્રીપની જગતીની છે. પાંચમો પ્રાભૂત તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાત) :– સૂર્યની લેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ–તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રમાં તથા બન્ને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પર્શિત પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય. આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની લેશ્યા– પ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે. છઠ્ઠો પ્રાભૂત પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ :– આપ્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આપ્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્તે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્થૂલ દૃષ્ટિની અપેક્ષાએ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દૃષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે. આ પ્રકારે સ્થૂલ દૃષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે. પ્રતિદિવસ મુહૂર્તનો ૨/૬૧ ભાગ ઘટે—વધે છે. છ મહિનામાં કુલ ૬ મુહૂર્ત દિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ૨/૧૮૩૦ ભાગ તાપ ક્ષેત્ર ઘટે—વધે છે.

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292