________________
182
નામ
આગમસાર– ઉતરાર્ધ (૩) પરમાણુ વિગેરેને પરમ અવધિજ્ઞાની, કેવલી જાણી જોઈ શકે છે. સામાન્ય અવધિજ્ઞાની વિગેરે અનંત પ્રદેશને જાણી જોઈ શકે છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની પરમાણુ વિગેરે બધાને જાણી શકે છે પરંતુ જોઈ શક્તા નથી, બાદર સ્કંધોને જોઈ શકે છે. જાણવું અને જોવું એક સમયમાં થતું નથી. કેવળીના અનંતર સમયમાં થાય છે. બાકીના બધા અનંતર અંતર્મુહૂર્તથી જુએ છે જાણે છે.
ઉદ્દેશકઃ ૯ (૧) જે જીવે જ્યાંનો આયુષ્ય બંધ કરી લીધો હોય ત્યારે તે એનો ભવી દ્રવ્ય કહેવાય છે. આ રીતે ભવી દ્રવ્ય નારકી પણ હોય છે. વાવતુ ભવ દ્રવ્ય વૈમાનિક પણ હોય છે. ભવી દ્રવ્ય નારકી વિગેરે કોણ હોઈ શકે અને એમની ઉમર કેટલી હોય છે તે ચાર્ટથી જાણવું.
ભવી દ્રવ્ય
સ્થિતિ
જઘન્ય | ઉત્કૃષ્ટ ભવી દ્રવ્ય નારકી સન્ની, અસન્ની તિર્યંચ અને અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ
સન્ની મનુષ્ય ભવી દ્રવ્ય દેવ સન્ની, અસન્ની તિર્યંચ અને અંતર્મુહૂર્ત૩ પળ સન્ની મનુષ્ય
(પલ્યોપમ) ભવી દ્રવ્ય, પૃથ્વી | ૨૩ દંડક
અંતર્મુહૂર્ત સાધિક બે પાણી વનસ્પતિ
સાગર ભવી દ્રવ્ય, તેઉ વાયુ ૧૦ દંડક
| અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ વિકસેન્દ્રિય ભવી દ્રવ્ય તિર્યંચ T૨૪ દંડક
| અંતર્મુહૂર્ત ૩૩ સાગર પંચેન્દ્રિય | ભવી દ્રવ્ય મનુષ્ય | ૨૨ દંડક
અંતર્મુહૂર્ત ૩૩ સાગર
ઉદ્દેશક: ૧૦ (૨) નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત (સ્પર્શિત) હોય છે. એટલે પરમાણુ વિગેરે વાયુકાયથી વ્યાપ્ત હોય છે. મશકની ચોતરફ વાયુ હોય છે. એટલે તે પણ વાયુથી વ્યાપ્ત હોય છે.(નોંધ: અનંત પરમાણુ ભેગા થાય ત્યારે વાયુકાયનું એક શરીર બને.) (૩) નરક અને દેવલોકમાં તથા એની બહાર અર્થાતુ લોકમાં સર્વત્ર વર્ણાદિ ૨૦ બોલવાળા પુગલ ભરેલા છે. (૪) સોમિલ બ્રાહ્મણ - વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વનિર્વાહ કરી રહ્યો હતો. એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીર સ્વામી નગરની બહાર ધુતિ પલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાંઉ અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હુ એમને વંદના, નમસ્કાર કરીને પર્યાપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો. સોમિલ - હે ભંતે! આપ એક છો, કે બે છો? અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો? ભગવાન: - હું દ્રવ્ય રૂપે એક છું, જ્ઞાન રુપ અને દર્શન રુપ એમ બે પ્રકારે પણ છું, પ્રદેશ રૂપે અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની દ્રષ્ટિએ હું અનેક ભૂત,વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છું. ફેમિલ:- હે ભંતે! આપની યાત્રા. યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસક (કલ્પનીય) વિહાર છે? ભગવાન:- હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે. વાત, પિત, કફજન્ય શારીરિક રોગ આતંક મારા ઉપશાંત છે. આ મારા અવ્યાબાધ(સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે. સોમિલ :- "સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ભગવાન - સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ 'સરિસવ અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય –ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય – શ્રમણ નિર્ગસ્થને ખાવા માટે અયોગ્ય છે. સોમિલ – 'માસ' ભક્ષ્ય છે યા અભક્ષ્ય? ભગવાન:- બ્રાહ્મણ મતમાં માસ' બે પ્રકારના કહ્યા છે. એમાંથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ય હોય તો અભક્ષ્ય છે. સોમિલ - "કુલત્થા" અભક્ષ્ય છે યા ભઠ્ય? ભગવાન - બ્રાહ્મણ મતે કુલત્થા' બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે.