________________
191
jainology II
આગમસાર (૨) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતરમાં જાય તો પહેલા બીજા બે ગમ્મામાં પોતાનું સૂત્રોક્ત બધું આયુ હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિમાં જાય તો ૩ પલ્યોપમ, વ્યંતરમાં જાય તો જઘન્ય ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ આયુ હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં કરોડ પૂર્વ સાધિક આયુ હોય છે. નિવનિકાયમાં જાય તો ત્રીજા ગમ્મામાં જઘન્ય દેશોન બે પલ્યોયમ ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ અને ૪-૫-ગમ્મામાં કરોડપૂર્વ સાધિક આયુ હોય છે] ૭, ૮, ૯ ગમ્મામાં સર્વેયનું ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૩) બન્ને પ્રકારના યુગલિયા જ્યોતિષમાં જાય તો ૧, ૨ ગમ્મામાં જઘન્ય પલયોપમનો આઠમો ભાગ ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમનું આયુ હોય છે. ત્રીજા ગમ્મામાં જઘન્ય એક પલ્યોપમ સાધિક ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મમાં (પાંચમો, છઠ્ઠો ગમ્મો શૂન્ય છે) પલ્યોપમનો આઠમો ભાગ આયુ હોય છે. ૭-૮-૯ ગમ્મામાં ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૪) બન્ને પ્રકારના યુગલિયા પહેલા, બીજા દેવલોકમાં જાય તો ૧, ૨ ગમ્મામાં ક્રમશઃ જઘન્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ હોય છે. ત્રીજા ગમ્માથી જાય તો ૩ પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મા(પાંચમો છઠ્ઠો ગમ્મો શૂન્ય છે)થી જાય તો બન્નેમાં ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ૭, ૮, ૯ ગમ્માથી જાય તો ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૧૦) અનુબંધ – આયુષ્ય અનુસાર જ સર્વત્ર અનુબંધ હોય છે. અર્થાત્ (૧) ગતિ (૨) જાતિ (૩) અવગાહના (૪) સ્થિતિ (૫) અનુભાગ (૬) પ્રદેશ આ ૬ બોલના અનુબંધ આયુની સાથે તદનુરુપ હોય છે. (૧૧) અધ્યવસાયઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જાય સર્વત્ર શુભ અશુભ બે અધ્યવસાય હોય છે. (ર) પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં અધ્યવસાય એક અશુભ હોય છે. બાકી ૬ ગમ્મામાં બન્ને અધ્યવસાય હોય છે. (૩) સન્ની તિર્યંચ ૪, ૫, ૬ ગમ્માથી નારકમાં જાય તો અશુભ અને દેવતામાં જાય તો શુભ અધ્યવસાય હોય છે. બાકી દ ગમ્મામાં બંને અધ્યવસાય હોય છે. (૪) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ત્રણ ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)માં અશુભ અધ્યવસાય હોય છે. સન્ની મનુષ્ય નારકી દેવતામાં જાય તો સર્વત્ર બે અધ્યવસાય હોય છે. (૫) બન્ને યુગલિયા દેવોમાં જાય છે. સર્વત્ર અધ્યવસાય બન્ને હોય છે. (૧૨) કાય સંવેધ–ભવાદેશ – (૧) ૬ નારકી, ૨૦ દેવતા (આઠમા દેવલોક સુધી) આ ૨૬ જીવ મનુષ્ય તિર્યંચમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. સાતમી નારકીના જીવ તિર્યંચમાં જાય તો ૭, ૮, ૯ ગમ્માથી જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. બાકી ૬ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. (૨) ૯ થી ૧૨ દેવલોક અને ગ્રેવેયકના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. ચાર અણુત્તર વિમાનના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. સર્વાર્થસિદ્ધના દેવ મનુષ્યમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા(બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)થી ૨ ભવ કરે. ૧૪ દેવતા, પૃથ્વી, પાણી વનસ્પતિમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. (૩) પૃથ્વી વિગેરે ચાર સ્થાવર, પાંચ સ્થાવરમાં જાય અને વનસ્પતિ ચાર સ્થાવરમાં જાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમ્માથી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. વનસ્પતિ, વનસ્પતિમાં જાય તો ઉક્ત (ઉપરના) ચાર ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૪) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં જાય અને ત્રણ વિકલેન્દ્રિય ઔદારિકના આઠ સ્થાન (પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય) માં જાય તો પહેલા બીજા, ચોથા, પાંચમા ગમ્મામાં જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. બાકી ૫ ગમ્મામાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૫) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આઠ જીવ મનુષ્ય તિર્યચના ઘરમાં જાય તો સન્ની મનુષ્ય, સન્ની તિર્યંચ અને અસન્ની તિર્યંચ આ ત્રણ જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. તેલ, વાયુના જીવ મનુષ્યમાં આવતા નથી. (૬) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (દગમ્મા શૂન્ય છે)માં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૭) અસન્ની તિર્યચ, સન્ની તિર્યચ, સન્ની મનુષ્ય ઔદારિકના બે ઘર (મનુષ્ય તિર્યંચ)માં જાય તો ત્રીજા, નવમા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. બાકી ૭ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૮) અસન્ની તિર્યંચ ૧૧ દેવતા ૧ નરકમાં જાય. જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. (૯) સન્ની તિર્યંચ સન્ની મનુષ્ય ૬ નરક ૨૦ દેવતામાં જાય તો જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. મનુષ્ય સાતમી નરકમાં જાય તો બધા
જિા, છઠ્ઠા નવમાં ગમ્માથી જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૫ ભવ કરે. બાકી છ (૬) ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. સન્ની મનુષ્ય ચાર દેવલોક અને રૈવેયકમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૪ અણુત્તર વિમાનમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ પ ભવ કરે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય તો ૧, ૪, ૭ ત્રણ ગમ્માથી (બાકીના ૬ ગમ્મા નથી) જઘન્ય ઉત્કૃષ્ટ ૩ ભવ કરે. (૧૦) બન્ને યુગલિયા ૧૪ દેવતામાં જેટલા ગમ્માથી જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ જ કરે. નોંધ:- કુલ ભવના સ્થાન દશ પ્રકારના હોય છે : ૨ ભવ, ૩, ૪, ૫, ૬, ૭, ૮ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ, અનંત ભવ
તિ ૧૦ પ્રકાર- ૨ ભવ, ૩ ભવ, ૨-૪, ૨-૬, ૨-૮ ભવ, ૩–૫, ૩-૭, ૨-સંખ્યાત, ૨-અસંખ્યાત, ૨-અનંતભવ.