Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 240
________________ 240 આગમસાર- ઉતરાર્ધ યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનાના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી. આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીંતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે. આ બન્ને નદિઓએ મળીને ૭+૩+૨ કુલ આઠ યોજના ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર, ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની Íત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બન્ને નદિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વારા સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્ર વિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) શ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી અટ્ટમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવં એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી. સાત દિવસ બાદ ભારત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું. સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી. ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિખુંટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણી ભરતના સિંધુ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અક્રમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેંક્યું. જે ચુલ્લ હિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવત્ એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું. (ભૂતકાળના ચક્રવર્તીઓના નામથી જરા પણ ખાલી જગ્યા બચી ન હોવાથી, કોઇ એક ચક્રવર્તી દ્વારા લખાયેલ નામને ભુસીને જ ચક્રવર્તી પોતાનું નામ લખી શકે છે.) ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભરતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિદ્યાધરોના પ્રમુખ રાજાઓનું સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિધાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદનંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું. ગંગાદેવીના અઠ્ઠાઈ મહોત્સવના અનંતર ચક્રદર્શિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ષિક રત્નને આદેશ કર્યો. તદનંતર ઉત્તર ભરત ખંડના ગંગા નિષ્ફટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્ફટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી. થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અઠ્ઠમ આદિ બધુ વર્ણન તમિસા ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળ વધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે. ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અઠ્ઠમ કર્યો. અઠ્ઠમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન પર ભૂમિમાં સ્થિત રહે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292