Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 247
________________ jainology II નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની. (૧૪) મંદર મેરુ પર્વત । :– આ પર્વતનું નામ 'મંદર' છે. મેરુનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જમ્બુદ્વીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫૦૦૦ યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ યોજન છે. વચમાં આ પર્વત ૧૦૦૦૦ યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧૦૦૦ યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧૦૦૦ યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિખંભ ઓછા થતા ગયા છે જે ૧૦૦૦૦ થી ઘટતાં—ઘટતાં શિખર સુધી ૧૦૦૦ યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે. આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ૨. નંદન વન ૩. સોમનસ વન ૪. પંડક વન. 247 આગમસાર (૧) ભદ્રશાલવન : આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેરુથી ૫૦૦-૫૦૦ યોજન પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૨૦૦૦ યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારે ય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધ–નીલ પર્વત છે. આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેરુથી ૫૦ યોજન દૂર એક એક સિદ્ધાયતન છે અને વિદિશાઓમાં ૫૦–૫૦ યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક–એક પ્રાસાદાવતંસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બે શક્રેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે. આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિફૂટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧. પદ્મોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩૨ મી વિજય સુધી વિસ્તૃત છે. - (૨) નંદનવન :– સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર નંદનવન છે. જે ૫૦૦ યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આત્યંતર પર્વતનો ૮૯૫૪ યોજન વિધ્યુંભ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિકંલ્મ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર ફૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતફૂટ (૫) રજતકૂટ (૬) રુચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજ્રકૂટ. આ ઉપરાંત એક બલ નામક નવમો ફૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિમ્સહફૂટના સદશ પરિમાણવાળો છે. આઠ ફૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં "બલ' ફૂટનો સ્વામી બલ નામક દેવ છે. સ્વામી દેવ દેવીના નામ પણ ફૂટના સદશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી. (૩) સોમનસવન :– નંદનવનની સમભૂમિથી ૬૨૫૦૦ યોજન ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી. શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આપ્યંતર વિખંભ ૩૨૭ર યોજન અને બાહ્ય નિષ્યંભ ૪૨૭૨ યોજન છે. (૪) પંડગવન :– સોમનસ વનની સમભૂમિથી ૩૬૦૦૦ યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરુની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧૨ મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપર સિદ્ધાયતન છે. આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલ વનની સમાન છે. અભિષેક શિલાઓ :– પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (૨) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા. પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. ૫૦૦ યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજન પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધ ચંદ્રકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થંકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઇન્દ્ર મળીને કરે છે. દક્ષિણી સિંહાસન પર ૯ થી ૧૬ સુધીની વિજયોના તીર્થંકરોના અભિષેક કરવામાં આવે છે. ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ વિજયોના તીર્થંકરોનો જન્માભિષેક કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292