Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 254
________________ 254 આગમચાર– ઉતરાર્ધ (૩) વર્ષ ક્ષેત્ર:- સાત છે– ભરત, ઐરવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વત - ૨૬૯ છે. જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૫) કટ :- ૪૬૭૫૮ ઊ પર૫ છે. જઓ ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ:- માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩૨ વિજયમાં અને ભરત ઐરાવતમાં છે. અતઃ ૩૪ ૪૩ ઊ ૧૦૨ છે. (૭) શ્રેણિઓ:- ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ ૪૨ ૪૨ ઊ ૧૩ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ - ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ ષભ કૂટ છે, ૩૪ ૪૨ ઊ ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કૃતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ:- ૧૬ મહાદ્રહ છે. પ દેવ કરુમાં પ ઉત્તર કસમાં ૬ વર્ષધર પર્વતો પર છે. એમ કલ પ+૫+૬ ઊ ૧૬ છે. (૧૦) નદી – ૬ વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩ર વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧૨ અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૬૪+૧૨ ઊ ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે : (૧) ગંગા (૨) સિંધુ (૩) રકતા, (૪) રકતવતી (૫) રોહિતા (૬) રોહિતાશા (૭) સુવર્ણ કૂલા (૮) રુપ્યકૂલા (૯) હરિસલિલા (૧૦) હરિકાંતા (૧૧) નરકાંતા (૧૨) નારીકંતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત ઐરાવત, હેમવંત, હેરણ્યવંત, હરિવાસ, રમ્યવાસ અને મહાવિદેહની નદીઓ છે. ૬૪ નદીઓ ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી એમ ચારે ૧૬-૧ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧૨ અંતર નદીઓના નામ પહેલી વિજયથી ૩૨ વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) કહાવતી (૩) પંકાવતી (૪) તપ્તકલા (૫) મત્તજલા (૬) ઉન્મત્તલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની. આ બધી નદીઓનો કુલ પરીવાર ૧૪,૫૬,૦૦૦ ચૌદ લાખ છપ્પન હજાર છે. એમાં ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વી સમુદ્રમાં મળે છે અને ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. પરિવારની અલગ અલગ નદીઓ ચોથા વક્ષસ્કારમાં જુઓ. સાતમો વક્ષસ્કાર (૧) જંબૂઢીપમાં ૧૮૦ યોજના ક્ષેત્રમાં ૬૫ સૂર્ય મંડળ છે. લવણ સમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં ૧૧૯ સૂર્ય મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં ૧૮૪ મંડળ છે. (૨) મેરુ પર્વતથી પહેલું મંડળ ૪૪૮૨૦ યોજન અને અંતિમ મંડલ ૪૫૩૩0 યોજન દૂર છે. (૩) પાંચ ચંદ્ર મંડળ જંબુદ્વીપમાં છે. એવં દસ ચંદ્ર મંડલ લવણ સમુદ્રમાં છે. ચંદ્રનાં મંડળને માટે અયન અને સૂર્યનાં મંડળને માટે માંડલા શબ્દ વપરાયો છે. ચંદ્રની ચાંદની(ચંદ્રીકા) અને સૂર્યનો તડકો(આતાપ) છે. દેવ દ્વારા અનવસ્થીત પ્રકાશ તથા આતાપ આપે છે. પૃથ્વી તથા જીવોને સ્પર્શ કરે છે. ધ્વજા ઉપાડી હોય એમ હર્ષપૂર્વક કલકલ અવાજ કરતાં ગતિ કરે છે. ચારે દિશામાં વિવિધ રૂપોની વિકર્વણા કરે છે. ચંદ્ર મંડલોનો આયામ વિખંભ, મુહૂર્ત ગતિ, ચક્ષુસ્પર્શ - || આયામ | પરિધિ યો. | મુહૂર્તગતિ ચક્ષુસ્પર્શ ] વિખંભ યો. આવ્યંતર પહેલું ૯૯૬૪) | ૩૧પ૦૮૯ | ૨૦૭૩ | ૪૭૨૬૩ આવ્યંતરથી બીજું ૯૯૭૧૨ | ૩૧૫૩૧૯ | ૫૦૭૭ આવ્યંતરથી ત્રીજું | ૯૯૭૮૫ | ૩૧૫૫૪૯ | ૫૦૮૦ બાહ્ય પહેલું ૧૦૦૬૦ ૩૧૮૩૧૫ | ૫૧પર | ૩૧૮૩૧ બાહ્યથી બીજું | ૧૦૦૫૮૭ ૩૧૮૦૮૫ | ૫૧૨૧ બાહથી ત્રીજું ૧૦૦૫૧૪) ૩૧૭૮૫૫ | ૫૧૧૮ નોંધઃ- એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્ર મંડલથી અંતર ૩૬.૪ યોજન છે. એનાથી બે ગણો ૭૨.૮ વિખંભ વધે છે. આનાથી ત્રણ ગણી સાધિક પરિધિ અધિક અધિક હોય છે. મુહૂર્ત ગતિ પ્રતિ મંડલમાં વધે છે. ૩.૭૦ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. – ૨૩0 યોજન. (૪) નક્ષત્રના આઠ મંડલમાંથી જંબૂદ્વીપમાં બે છે અને લવણ સમુદ્રમાં છ છે. (૫) નક્ષત્રના પહેલા મંડલોમાં મુહૂર્ત ગતિ પ૨૬૫ યોજન છે. નક્ષત્રના છેલ્લા મંડલમાં મુહૂર્ત ગતિ પ૩૧૯ યોજન છે. (૬) ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૧ યોજન. સૂર્ય એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૬ યોજન . નક્ષત્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૭ યોજના (૭) બૃહસ્પતિ મહાગ્રહ ૧૨ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. શનિશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. (૮) કરણ ૧૧ હોય છે. યથા– ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. સ્ત્રીવિલોચન પ. ગરાદિ ૬. વણિજ ૭. વિષ્ટિ ૮. શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧.કિંતુષ્મ. મંડલ

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292