Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 256
________________ આગમસાર– ઉતરાર્ધ 256 આજ્યો પૂર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો સંસાર અને નર્કનાં દુ:ખોથી ભય પામીને અથવા તો મોક્ષ અને સ્વર્ગનાં સુખોને પામવા. પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ સર્વ જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જ્ગત પર અનાસકતિ જ જ્ઞાનનું પરિણામ છે. જ્યારે આવા સંસ્કારોની જીવ પરયાપતિ કરી લે છે. ત્યારે તે ગુણથી પણ પર્યાપ્ત થયો કહેવાય. નહિતો હજી અપર્યાપ્તોજ છે, અપૂર્ણ એટલે કે અપરિપક્વ. બિંબ એટલે પ્રતિકૃતી ગ્રંથોમાં સૂર્ય—ચંદ્રનાં બિંબો કહેવાયા છે. બિંબ શબ્દ પ્રતિકૃતીના માટે વપરાય છે, જેમકે ભગવાનને મેરુ પર્વત પર જન્મ અભિષેક માટે લઈ જવાનાં પાઠમાં માતા પાસે ઈન્દ્ર, બાળકનું બિંબ મુકીને તેમને ઉપાડી લે છે. પ્રતિબિંબ જોઈને તીર ચલાવવાની ક્ષમતાનાં કારણે શ્રેણિક બિંભસાર તરીકે પણ ઓળખાય છે. બિંબ શબ્દ ભ્રમણાનું સુચક છે. બિંબો પ્રતિકૃતી કે વિક્રય રુપ હોય છે. આચારાંગના ભાષા અધ્યનમાં અંતરિક્ષ માટે— ગુઢ દેવોનું વિહરવાનું સ્થાન– એ વિશેષણ વાપરવામાં આવ્યું છે. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ [સૂર્ય–ચન્દ્ર પ્રજ્ઞપ્તિ ] પ્રસ્તાવના: – પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઇચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઈ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જૈન શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું, કાલચક્રનું પણ એને પરિશાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે. આ જ ક્રમમાં કાલમાન પરિશાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિશાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાલમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દૃષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે. સૂત્ર નામ :– કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે. જ્યોતિષીમંડલ ના રાજા અર્થાત્ ઇન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં કયારેક એના માટે સૂર્ય પ્રશપ્તિ યા ચન્દ્ર પ્રશપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય બન્ને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે. કોઈ વ્યક્તિનું એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન્ન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે. આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રશપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દૃષ્ટિવાદ અંગમાં વર્ણિત(આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે. સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના—રચના કરાય છે. તદ્નુસાર દેવર્જિંગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઈ ગઈ હતી અને એને દેવર્દ્રિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ– કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જૈનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે. આકાર સ્વરુપ :– આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને “પાહુડ–પ્રામૃત” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે એને પ્રાભૂત–પ્રાભૂત અર્થાત્ પ્રતિપ્રામૃત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્નની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઇએ.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292