Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 259
________________ jainology I ૨૦ પરિશિષ્ટ – ૧ જ્ઞાતવ્ય ગણિત 259 દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર જાણવાની વિધિ. ચન્દ્ર, સૂર્ય અને રાહુના સંબંધમાં લૌકિક કથન. ચન્દ્ર વિમાનનું નામ મૃગાંક. સૂર્ય વિમાનનું નામ આદિત્ય. ''આદિત્ય'નો વ્યુત્પતિ અર્થ અને એની પ્રમુખતાની વિચારણા પર ટિપ્પણ. જયોતિષીના ભોગ સુખ. ગ્રહોના ભેદ ૮૮ અને નામ. ઉપસંહાર સૂત્ર–અધ્યયન વિવેક પર ટિપ્પણ. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વિચારણા પરિશિષ્ટ – ૨ નક્ષત્ર તત્ત્વ વિચાર(થોકડો). પરિશિષ્ટ – ૩ જ્યોતિષ મંડલ : વિજ્ઞાન અને આગમની દૃષ્ટિમાં = આગમસાર વિશેષ વાર્તા પહેલા બીજા અને દસમાં આ ત્રણે પ્રાભૂતમાં ક્રમશ ૮, ૩, ૨૨ પ્રતિ પ્રામૃત છે. શેષમાં પ્રતિ પ્રામૃત નથી. મૂલ પાઠમાં આના માટે પાહુડ અને પાહુડ–પાહુડ શબ્દ પ્રયોગ કરેલ છે. કુલ ૨૦ પાહુડ છે. મતાંતર સંગ્રહ :— પહેલા પ્રાકૃતના ચોથાથી આઠમા પ્રતિ પ્રામૃત સુધી બધામાં મતાંતર પ્રરૂપણ છે. દસમા પ્રાભૂતના પહેલા અને એકવીસમા પ્રતિ પ્રાભૂતમાં મતાંતર કથન છે. અઢારમા પ્રાભૂતમાં પણ માન્યતાઓનું કથન છે. શેષ પ્રાભૂતો અને પ્રતિ પ્રાભૂતોમાં મતાંતર રહિત કેવલ જિનાનુમત તત્ત્વોનું કથન છે. જયોતીષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સારાંશ [સૂર્ય – ચંદ્ર પ્રજ્ઞપ્તિ ] એક નક્ષત્ર મહિનામાં ૮૧૯ મુહૂર્ત હોય છે. જ્યારે એક દિવસ રાત્રિમાં ૩૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર મહિનાના દિવસ જાણવા માટે આ મુહૂર્તોની સંખ્યાનો ૩૦ વડે ભાગાકાર કરવાથી ૮૧૯ + ૩૦ ઊ ૨૭ દિવસ આવે છે. અર્થાત્ સાધિક સત્યાવીસ દિવસનો નક્ષત્ર મહિનો થાય છે.(આ સૂત્ર લિપિ કાળમાં સૂત્રની વચમાંથી ક્યાંકથી નીકળીને ભૂલથી અહીં શરૂઆતમાં લખાઈ ગયું છે. વિષય સૂચક ગાથાઓ અને પ્રકરણથી એ સ્પષ્ટ થાય છે.) પરિક્રમા પરિમાણ :– સૂર્યના ચાલવાના મંડલ(ગોળાકાર માર્ગ) ૧૮૪ છે. જ્યારે સૂર્ય સર્વ આવ્યંતર અર્થાત્ પહેલા મંડલમાં છે અને ત્યાંથી ફરીને બીજા મંડલમાં પરિક્રમા કરીને એ સ્થાનની સીધમાં પહોંચે છે તો એનું તે પરિક્રમારૂપ પ્રથમ ચક્કર હોય છે. ત્રીજા મંડલમાં પહોંચવા પર બે ચક્કર પૂરા થાય છે. એમ ૧૮૪મા મંડલમાં પહોંચવા પર ૧૮૩ ચક્કર પૂરા થાય છે. સર્વ બહારના ૧૮૪મા મંડલના સ્થાનથી સૂર્ય પાછો ફરે છે. અર્થાત્ અંદરની તરફ ચાલીને ૧૮૩મા મંડલમાં તે સ્થાનની સીધમાં પહોંચે છે, ત્યારે એક ચક્કર થાય છે. જ્યારે ૧૮૨મા મંડલમાં પહોંચે છે તો બે ચક્કર પૂર્ણ થાય છે. એમ ૧૮૩ ચક્કર પૂરા થવાથી તે પ્રથમ મંડલમાં તે સીધવાળા ધ્રુવ સ્થાન પર પહોંચી જાય છે. એમ પ્રથમ મંડલથી ચાલીને ૧૮૪માં મંડલમાં જઈને પુનઃ પ્રથમ મંડલમાં આવવાથી સૂર્યની એક(પરિક્રમા) પ્રદક્ષિણા ૧૮૩ + ૧૮૩ ઊ ૩૬૬ દિવસ રાત પૂર્ણ થાય છે. પહેલા અને છેલ્લા એમ બે મંડલોમાં સૂર્ય એક એક ચક્કર લગાવે છે. અર્થાત્ એનો સ્પર્શ યા આ બન્ને રસ્તા પર ભ્રમણ એક વાર કરે છે. બાકીના વચ્ચેના ૧૮૨ મંડલો(માર્ગ) પર બે બે વાર ભ્રમણ કરે છે. તેથી ૧૮૨૪૨ ઊ ૩૬૪+૨ ઊ ૩૬ ૬ ચક્કરમાં ૩૬૬ દિવસ રાત થાય છે. એવી એક પ્રદક્ષિણાથી એક સૂર્ય સંવત્સર અર્થાત્ એક વર્ષ પૂર્ણ થાય છે. [ટિપ્પણ :– આ સૂર્ય મંડલની પ્રદક્ષિણાનો રસ્તો જલેબી જેવા આકારનો હોય છે. અર્થાત્ કોઈ અંદરના ઘેરાવથી પ્રારંભ કરી બહાર લઈ જઈને જલેબી પૂરી કરે છે એવી ગતિથી સૂર્ય અંદરથી બહાર જાય છે અને કોઈ વ્યક્તિ બહારના સ્થાનથી જલેબીની શરૂઆત કરીને અંદરના સ્થાન પર લાવીને પૂરી કરે. એવી જ રીતે સૂર્ય બહારથી અંદર આવીને માર્ગ ભ્રમણ કરે છે. બન્ને આકારોમાં વળાંક એક દિશા તરફી જ હોય છે. અર્થાત્ સૂર્ય સદાય પૂર્વથી દક્ષિણ,પશ્ચિમ થી ઉત્તરની તરફ આગળ વધે છે. માટે બહાર જવાના ૧૮૩ માર્ગ અને અંદર આવવાના ૧૮૩ માર્ગના સ્થળ કંઈક અલગ અલગ હોય છે. નાના મોટા દિવસનું પ્રમાણ :– નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય જ્યારે પ્રથમ મંડલના ધ્રુવ સ્થળથી ચાલે છે ત્યારે તે પહેલો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને રાત ૧૨ મુહૂર્તની હોય છે. અર્થાત્ સહુથી મોટો દિવસ હોય છે. એ દિવસથી વર્ષની શરૂઆત થાય છે. આ પ્રથમ દિવસના પ્રથમ ચક્કરમાં સૂર્ય બીજા મંડલમાં ચાલ્યો હોય છે. પહેલો પ્રાભૂત ઃ પહેલો પ્રતિ પ્રામૃત : વધ–ઘટ :– આ પ્રકારે ક્રમશઃ સૂર્ય અંતિમ મંડલમાં જઈને તેના અંતિમ ધ્રુવ સ્થળમાં ૬ મહિનાથી ૧૮૩ દિવસે પહોંચે છે. ત્યારે ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. એવી રીતે ૧૮૩ દિવસમાં ૬ મુહૂર્ત દિવસો નાના થાય છે અને રાત મોટી થાય છે. અતઃ એક દિવસમાં ૦.૦૩ મુહૂર્ત દિવસ નાનો હોય છે અને રાત મોટી હોય છે. નાના મોટા દિવસનું કારણ :– જ્યારે સૂર્ય પ્રથમ મંડલથી બીજા ત્રીજા મંડલમાં જાય છે, તેમ તેમ તે દૂર થતો જાય છે. એનાથી તેનું પ્રકાશ ક્ષેત્ર(વિસ્તાર) ઘટતું જાય છે. એ કારણ ૦.૦૩ મુહૂર્ત જેટલો દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં નાનો થાય છે અને રાત મોટી થાય છે અને જ્યારે બહારના મંડલથી અંદરના મંડલમાં સૂર્ય આવે છે ત્યારે ૬ મહીના સુધી દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે. અર્થાત્ સૌથી નાનો દિવસ(શિયાળામાં) સૂર્ય બહારના મંડલમાં અર્થાત્ ૧૮૪મા મંડલમાં રહે છે ત્યારે અને સૌથી મોટો દિવસ સૂર્ય સર્વ આવ્યંતર (પહેલા) મંડલમાં રહે છે ત્યારે થાય છે. વર્ષ પ્રારંભ :– આ હિસાબે વર્ષની શરૂઆત પ્રથમ મંડલથી અર્થાત્ શ્રાવણ વદ એકમથી(ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ એકમથી) થાય છે. એ અનાદિ કુદરતી સિદ્ધાંત છે. પરંતુ લોકો પોત પોતાના આશયોને પ્રમુખતા આપીને કોઈ દિવાળીથી વર્ષની શરૂઆત કરે છે, કોઈ ચૈત્રથી, કોઈ માર્ચમાં સમાપ્તિ કરી ૧ એપ્રિલથી શરૂઆત કરે છે. એ લોકોની પરંપરા પોત પોતાની અપેક્ષા

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292