________________
245
jainology II
આગમસાર આ પ્રકારે આ ઉત્તર કુરુક્ષેત્રના વર્ણનમાં બે વક્ષસ્કાર, બે યમક પર્વત, ૫ દ્રહ, ૨૦૦ કંચનક પર્વત, જંબૂ સુદર્શન વૃક્ષ, એના ૧૦૦ યોજનવાળા પ્રથમ વનખંડમાં ભવન પુષ્કરણિઓ, ૮ ફૂટ, માલ્યવાન વક્ષસ્કાર અને એના પર ૧૦૦૦ યોજનવાળા હરિસ્સહ કૂટ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉત્તર કુરુક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૭) ૧ થી ૮ વિજય -માલ્યવાન પર્વતથી અર્થાત્ ઉત્તર કુરુક્ષેત્રથી પૂર્વમાં પહેલી કચ્છ વિજય છે. એની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં સીતા નદી, પશ્ચિમમાં અડધી દૂર સુધી માલ્યવંત પર્વત અને અડધે દૂર સુધી ભદ્રશાલ વનની વેદિકા વનખંડ છે, પૂર્વમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે. આ વિજય પૂર્વ-પશ્ચિમ ૨૨૧૩ યોજન થોડી ઓછી પહોળી ઉત્તર દક્ષિણ ૧૬૫૯૨ યોજન લાંબી ચોખૂણ છે. વચમાં ૫૦ યોજન પહોળો વૈતાઢય પર્વત છે, જેનાથી ઉત્તરી કચ્છખંડ અને દક્ષિણી કચ્છખંડ ૮૨૭૧ યોજનના બે વિભાગ બને છે. નીલવંત પર્વતના પાસેના ગંગાકુંડ અને સિંધુ કુંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળી કચ્છ વિજયના ઉત્તરીખંડથી થઈ વૈતાઢય પર્વતની નીચેથી ગુફાઓના કિનારેથી પસાર થતી દક્ષિણખંડમાં પ્રવેશ કરે છે. આગળ વધતાં વિદિશામાં ચાલતી એક નદી ચિત્રકૂટ પર્વત અને બીજી નદી ભદ્રશાલવનની પાસે વિજયના કિનારે સીતા નદીમાં મળે છે.
આ પ્રકારે ભરત ક્ષેત્રના સમાન આ વિજયના પણ વૈતાઢય અને ગંગા સિંધુ નદીના દ્વારા ૬ ખંડ થાય છે. બાકી ચક્રવર્તી આદિના બધા વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. વિશેષતા એ છે કે ૬ આરાઓનું વર્ણન અને ભારતના કેવલી થયાનું વર્ણન અહીંયા નથી. અહીં સદા ચોથા આરાના પ્રારંભ જેવા ભાવ વર્તે છે. તે વર્ણન અવસર્પિણીના ચોથા આરાની સમાન છે. વૈતાઢય પર્વત પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓમાં વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. (૧) માલ્યવંતને (૨) ચિત્રકૂટને.
હીંયા ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામક રાજા ઉત્પન્ન થાય છે. કચ્છ નામક દેવ આ વિજયનો અધિપતિ દેવ છે, એના લીધે આ વિજયનું “કચ્છ' એ શાશ્વત નામ છે. બીજીથી આઠમી વિજયનું વર્ણન પણ આ પ્રમાણે જ છે જે ક્રમશઃ પૂર્વ દિશાની તરફ છે. આઠમી વિજય સીતા મુખવનની પાસે છે. આ આઠે ય વિજયોના સાત મધ્ય સ્થાન છે, જેમાં ૩ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. સાતે ય વિજયોના નામ અને રાજધાનીના નામ અલગ અલગ છે. ચક્રવર્તી રાજાના નામ અને વિજય ના નામ સમાન છે. યથા
ક્રમાંક | ૮ વિજય | રાજધાની
કચ્છ ક્ષેમા સુકચ્છ | ક્ષેમપુરા મહાકચ્છ | અરિષ્ટા કચ્છાવતી | અરિષ્ટપુરા) આવર્ત | ખડગી મંગલાવર્ત | મંજૂષા | પપ્પલાવર્ત | ઔષધિ
પુષ્કલાવતી પુંડરીકિણી ચાર વક્ષસ્કાર ત્રણ નદીઓ:- ૧) ચિત્રકૂટ પર્વત ૨) ગ્રાહાવતી નદી ૩) પદ્મ કૂટ પર્વત ૪) દ્રહાવતી નદી ૫) નલિનકૂટ પર્વત ૬) પંકાવતી નદી ૭) એક શૈલ પર્વત.
ચિત્રકૂટ પહેલી બીજી વિજયની વચમાં છે. ગ્રાહાવતી નદી બીજી ત્રીજી વિજયની વચમાં છે. આ પ્રકારે યાવતુ એક શેલ પર્વત ૭મી ૮મી વિજયની વચમાં છે. આ ચારે પર્વત ઉત્તર-દક્ષિણ વિજ્ય પ્રમાણ લાંબા, પૂર્વ પશ્ચિમ પહોળા, નીલવંત પર્વતની પાસે ૫00 યોજન છે અને સીતા નદીની પાસે ૪00 યોજન પહોળા છે. ઊંચાઈ નીલવંત પર્વતની પાસે ૪00 યોજન અને સીતા નદીની પાસે પ00 યોજન છે. આ સર્વે રત્ન મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાળા કૂંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧૨૫ યોજન પહોળી ૨.૫ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગા સિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી
વચમાં વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન :- આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તર-દક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ર૯૨૨ યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે ૦.૦૫ યોજના માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પાવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી.
- ઉક્ત આઠેય વિજયના વૈતાઢય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ આઠ વિજય જંબુદ્વીપના ઉત્તર-દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે. સીતા નદીની પાસે બંને ર૯૨ર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે.