Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 243
________________ jainology II આગમસાર આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત–પદ્મદ્રહ, નદી, કૂટ યુક્ત (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવંત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (પ) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, વ્રહ, વક્ષસ્કાર ગજદંતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુ ક્ષેત્ર તથા એના વૃક્ષ, દ્રહ, પર્વત, નદી, ગજદંતા આદિ (૧૧) સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સીતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્યક્ વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્મી પર્વત (૧૮) હેરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત - દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવંત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભરત ક્ષેત્રથી બે ગણો ૧૦૫૨ યોજન પહોળો અને ૧૦૦ યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક–એક પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ– નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખૂણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે. (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર :– આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખ્ખણ લાંબુ પથંક (પર્યંક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ થી મધ્યમાં શબ્દાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે ૬૨ યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે. રોહિતા અને રોહિતાંશા બે નદીઓ અને વૃત(ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે.આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું. આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવં સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે.આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું ‘હેમવંત’ એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત :– આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી ગણા ૪૨૧૦ યોજન પહોળો એવં ૨૦૦ યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે. 243 ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર હેમવંત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણુ(૮૪૨૧ યોજન) પહોળુ છે. પથંક(પર્યંક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઇત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું. લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે. -: આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ ‘હરિવર્ષ ક્ષેત્ર’ છે. હરી અને હિરકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે. (૫) નિષધ વર્ષધર પર્વત :– આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવં દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતીને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષ ક્ષેત્રથી બે ગણો (૧૬૮૪૨ યોજન) પહોળો અને ૪૦૦ યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહા— હિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક વ્રહ છે. જે મહા– પદ્મ દ્રહ થી બે ગણો છે અને એના અંદર પદ્મ અને ભવન પણ બે ગણી લંબાઈ– પહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે. આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હરિ નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વૃત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વી હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪૦૦ યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુરુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292