________________
246
આગમચાર– ઉતરાર્ધ (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબુદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોક આજ્ઞાધીન છે. આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથા
વિજય નામ રાજધાની નામ અંતરનદી અને પર્વત
ક્રમ
૧0
કુંડલા
૧૨.
વત્સ | સુસીમા | ત્રિકૂટ સુવત્સ
તખુજલા ૧૧ મહાવત્સ અપરાજિતા વૈશ્રમણ કૂટ વત્સકાવતી પ્રભંકરા
મત્તજલા ૧૩ ૨મ્ય
અંકાવતી
અંજનકૂટ ૧૪ ૨મ્યક
પદ્માવતી
ઉન્મત્ત જલા | ૧૫ ૨મણીયા
શુભા
માતજનકૂટ ૧૬ | મંગલાવતી રત્નસંચયા સૌમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ :- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજદંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ (૬) કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. ચિત્રવિચિત્રકુટ પર્વત – નિષધ પર્વતથી ૮૩૪ યોજન દર, ઉત્તરમાં સીસોદા નદીની પાસે. બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીસોદા નદીની વચમાં પહેલો નિષધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિષધ, (૨) દેવકુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિદ્યુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ – સીતોદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દેવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવકુરુક્ષેત્રની વચ્ચોવચ તૂટ શાલ્મલી પીઠ છે, એના પર ચબૂતરો છે અને એ ચબૂતરા પર કૂટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબુ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુભ વક્ષસ્કાર પર્વત - આ ગજદંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (૨) વિદ્યુપ્રભ (૩) દેવકુરુ (૪) પા (૫) કનક (૬) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ. નવમા હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦00 યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ કૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે.
આ દેવકુરુ યુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી :- વિદ્યુપ્રભ વક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સાતોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પદ્મ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છેવિજય – ૧૭. પહ્મ ૧૮. સુપર્મ ૧૯. મહાપલ્મ, ૨૦. પહ્મકાવતી ૨૧. શંખ ૨૨. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી(સલિલાવતી) એની રાજધાનીઓ - ૧. અશ્વપુરી ૨. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી પ. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વત:- ૧. અંકાવતી ૨. પક્ષમાવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ:- ૧. ક્ષીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન - સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને ૨૫ મી વિજયની. લંબાઈની સમાંતરે ઉત્તર અને દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ૨૪ મી અને ૨૫મી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ૨૫ થી ૩ર સુધી :- ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨પમી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ૨૬મીથી ૩૨ મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.- વિજય – ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮, વપ્રાવતી ૨૯. વલ્ગ ૩૦. સુવલ્ગ ૩૧, ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની – ૧. વિજય ૨. વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા ૫. ચક્રપુરી , ખગપરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત - ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત.