Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 249
________________ આગમસાર jainology II 249 રક્તવતી છે અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ “શિખરી તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય ફૂટ છે. (૨૦) ઐરાવત ક્ષેત્ર - શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થકર ચક્રવર્તી આદિનું વર્ણન, ૬ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધુના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતા નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે. આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબુદ્વીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે. જીવા આદિનું તાત્પર્ય - ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અદ્ધ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનઃપૃષ્ઠ(ધનુષપીઠીકા) કહેવાય છે. જે પ્રકારે ઝભ્ભા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂદ્વીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે. લંબાઈને આયામ અને પહોળાઈને વિખંભ કહેલ છે. ગોળાકાર પર્વત અને કટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિખંભ એક શબ્દથી કહેલ છે. જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગ- વાળા હોય છે એને પર્યકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિખંભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિખંભ– વાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન વાળા(ગોપુચ્છના અગ્રભાગ જેવા) કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિખંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના સમાન પલ્ય લીધા છે. સમાન આયામ વિખંભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિખંભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ વિખંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. પ્રત્યેક પર્વતની સમભૂમિથી જેટલી ઊંચાઈ હોય છે તેનો ચોથાભાગ પ્રમાણ તે ભૂમિમાં હોય છે, તેને ઉધ(ઉÒહ) કહેવાય છે. જંબૂદ્વીપના પ્રમુખ ક્ષેત્ર અને પર્વત:ક્રમ નું નામ વિખંભ | ઊંચા. | બાહા જીવા ધન:પૃષ્ટ યો. કળા યો. કળા યો. કળા યો. કળા ૧ | ભરત ક્ષેત્ર પ૨૬/૬ ૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧. ચુલહિમવંત ૫. | ૧૦૫૨/૧૨ | ૧૦૦ પ૩પ૦/૧૫.૫ | ૨૪૯૩૨/૦.૫ | ૨૫૨૩/૪ હિમવંતક્ષેત્ર | ૨૧૦૫/૫ | – | ૬૭પપ૩ | ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪૦/૧૦ મહાહિમવંત ૫. | ૪૨૧૦/૧૦ | ૨00 | ૯૨૭૬૯ ૫ | પ૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦ | હરિવર્ષક્ષેત્ર | ૮૪૨૧/૧ |- | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪ નિષધપર્વત | ૧૬૮૪૨/ર | ૪૦૦ | ૨૦૧પ/૨.૫ | ૯૪૧૫૬૨ | ૧૨૪૩૪૬/૯ ૭ | મહાવિદેહ ક્ષેત્ર | ૩૩૬૮૪/૪ ૩૩૭૬૭/૭ | 1,00,000 | ૧૫૮૧૧૩/૧૬ ૮ | નીલવંત પર્વત | ૧૪૯૪૨/ર | ૪00 | ૨૦૧૬૫/૨.૫ ૯૪૧૫૬/૨ | ૧૨૪૩૪૬/૯ | ૯ | ૨મ્યકવર્ષ ક્ષેત્ર | ૮૪૨૧/૧ | – | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪ | ૧૦ રુક્મિ પર્વત | ૪૨૧૦/૧૦ | ૨00 | ૯૨૭૬૯ ૫ ૫૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦ ૧૧ | હૈરણ્યવત ક્ષેત્ર | ૨૧૦૫/પ |- | ૬૭૫૫/૧૫.૫ ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪/૧૦ | ૧૨ શિખરી પર્વત ૧૦૫૨/૧૨ | ૧૦૦ ૫૩૫0/૧૫.૫ ૨૪૯૩૨/ ૦.૫ ૨પ૨૩૦/૪ | ૧૩ | ઐરાવત ક્ષેત્ર | પ૨૬/૬ | ૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧ કુલ યોગ | ૧ લાખ યો. ૧૪૩૫૮૫/૩ | Xxx XXX નોંધ:- ચાર્ટમાં યો. - યોજન, ઊંચા. - ઊંચાઈ, કળા –૧/૧૯ યોજન, ૫. – પર્વત. વિશેષ:- બાહાના સરવાળાને બેગણા કરીને ભરત ઐરાવતની ધનુષ પીઠિકા ઉમેરવાથી સંપૂર્ણ જંબુદ્વીપની પરિધિ નીકળે છે યથા ૧૪૩૫૮૫ ૩/૧૯ × ૨ - ૨૮૭૧૭૦ ૬/૧૯ +૧૪૫૨૮ ૧૧ /૧૯ ૪ ૨- ૨૯૦૫૭ ૩ /૧૯ ઊ જંબુદ્વીપની પરિધિ – ૩૧૬૨૨૭ ૯/૧૯

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292