Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 248
________________ આગમસાર– ઉતરાર્ધ 248 બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર ઐરવતના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ક્રમાંક શિલાનામ દિશા સિંહાસન તીર્થંકર વિજય ૧ પાંડુશિલા પૂર્વમાં ૨ પાંડુકંબલ શિલા દક્ષિણમાં રક્ત શિલા પશ્ચિમમાં ૩ ૪ રક્તકંબલ શિલા ઉત્તરમાં ૧ બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ ઊંચા છે. ! દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે. મેરુપર્વતના કાંડ :– બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો. ૨ ૧ ૨ ૧ થી ૮ અને ૯ થી ૧૬ ભરતક્ષેત્ર ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ એરવત ક્ષેત્ર નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય–માટીમય (૨) પાષાણ– મય (૩) વજ્રમય–હીરકમય. (૪) શર્કરા—કંકરમય. મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત(ચાંદી) મય. ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજમ્મૂનદ સુવર્ણમય છે. નીચેનો કાંડ ૧૦૦૦ યોજનનો છે. મધ્યમકાંડ ૬૩૦૦૦ યોજનનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ન છે. મંદર મેરુ પર્વતના નામ ઃ– · મેરુ પર્વતના ૧૬ નામ છે– (૧) મંદર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમઘ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવહંસક. મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે.(સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, જયાં હોવું જોઇએ ત્યાં સિદ્ધાયતન, જિનમંદિર છે. ) આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૧૫) નીલવાન વર્ષધર પર્વત ઃ– આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમ્યાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા– કેશરીદ્રહ, સીતાનદી, નારીકંતા નદી, કૂટોના નામ- (૧) સિદ્ઘ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરરિવદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન કૂટ. સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતોદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વી મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબુદ્રીપની જગતીના પૂર્વી વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે. નારીકંતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકંતા ઉત્તરાભિમુખ થઈને રમ્યાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના નીચેથી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્દિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈસૂર્યમય છે. એનું અનાદિ શાશ્વત નામ નીલવંત છે. (૧૬) રમ્યક્ વર્ષ ક્ષેત્ર :– આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્મી પર્વતથી ઘેરાએલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વૃત વૈતાઢય, નારીકંતા નદી, નરકંતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે. (૧૭) રુક્મી વર્ષધર પર્વત ! :– આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે સર્વથા રજતમય આ ‘રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું ''રુકમી'' એ શાશ્વત નામ છે. (૧૮) હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર :– એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્પકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે. (૧૯) શિખરી પર્વત ઃ– ચલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વી પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા–સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ ૨ક્તા અને

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292