________________
આગમસાર– ઉતરાર્ધ
244
યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિધુ—ભ ગજદંતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં ર૨000 યોજન જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧000 યોજન નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને ૨૫મી વિજય અધોલોકમાં છે અર્થાત સમભૂમિથી ૧૦00 યોજન નીચે છે. પૂર્વ મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે. મહાવિદેહ ક્ષેત્ર – આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબૂઢીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ યોજન પહોળું પત્યેક સંસ્થાન સંસ્થિત, જંબુદ્વીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે.
આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુ ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ. (૬) ઉત્તર કુરુક્ષેત્ર :- આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩000 યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ યોજનની છે. આની. વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી (બે યોજના પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા– (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ. ગંધમાદન વક્ષસ્કાર પર્વત :- ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે. જે નીલવંત પર્વતની પાસે ૫00 યોજન પહોળો અને ૪00 યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫00 યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો. ગયો છે. સમભૂમિ પર આની બંને તરફ પઘવર વેદિકા અને વનખંડ છે. સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવી જ રીતે આ પર્વતમાંથી સદાય ઇષ્ટ સગંધ ફેલાતી રહે છે. ગંધમાદન નામક પરમ દ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ “ગંધમાદન વક્ષસ્કાર' સીમા કરવાવાળો પર્વત છે.
ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે. યમક પર્વતઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪ યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં
યોજન વચમાં અને પ00 યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર ૬૨.૫ યોજન ઊંચા ૩૧.૨૫ યોજન લાંબા-પહોળા એક–એક પ્રાસાદાવતંસક છે. એમાં યમક નામનો દેવ પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબુદ્વીપમાં છે. પાંચદ્રહ અને 100 કંચનક પર્વત - આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫00 યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ 1000 યોજન લાંબો છે. લંબાઈના 1000 યોજનની પાસે ૧૦–૧૦ યોજનના અંતરે ૧૦-૧૦ કંચનક પર્વત છે. અર્થાત્ દ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦૦ યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિખંભવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનાનું અંતર અને ૧૦૦ યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજના ક્ષેત્ર અવગાહન કરેલ છે. જેમાં પહેલો અને અંતિમ કંચનક પર્વત નીલવંત પદ્મદ્રહની લંબાઈની સીમા થી ૪૫-૪૫ યોજન બહાર નીકળેલા હોવાથી ૧૦૯૦યોજન ક્ષેત્ર હોય છે.
(૧) નીલવંત દ્રહની સમાન જ (૨) ઉત્તર કુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવત દ્રહ (૫) માલ્યવંત દ્રહનું વર્ણન સમજવું અને બંને તરફ મળીને ૨૦-૨૦ કંચનક પર્વતનું વર્ણન પણ જાણવું. આ રીતે કુલ ૫ દ્રહ અને 100 કેચનક ' દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે. જંબૂ સુદર્શન વૃક્ષ નામ શાશ્વત – ઉત્તર કુરુ ક્ષેત્રમાં સીતા મહાનદીના પૂર્વ કિનારે જંબૂપીઠ છે, જે વચમાં 10 યોજન જાડો છે. કિનારા પર બે કોશ જાડો છે. ૫00 યોજન લાંબો પહોળો ગોળાકાર છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. સર્વ જંબૂનદ જાતીય સુવર્ણમય છે. ચારે દિશામાં સોપાન-સીડીઓ છે. જંબુસુદર્શનનું આ નામ શાશ્વત છે. અનાદત દેવ જંબુદ્વીપના અધિપતિ દેવ આના પર રહે છે. એમની એક પલ્યોપમની સ્થિતિ છે. એના ૧૨ પર્યાય નામ છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તર કુરુનામક આ ક્ષેત્રના અધિપતિ દેવ અહીંયા રહે છે. આ ઉત્તરકુરુક્ષેત્ર નામ પણ શાશ્વત છે. આ અકર્મભૂમિ રૂપ યુગલિક ક્ષેત્ર છે. અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભ જેવું અહીંયાનું ક્ષેત્ર અને માનવ સ્વભાવ તથા અન્ય વ્યવહાર છે. માલ્યવાન વક્ષસ્કાર :- ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતની સમાન જ આ પર્વતનું વર્ણન છે. ગંધમાદન ઉત્તરકુરુક્ષેત્રના. પશ્ચિમી કિનારે છે અને આ માલ્યવાન વક્ષસ્કાર પૂર્વ કિનારે છે. આ બંને વક્ષસ્કાર પહેલી અને બત્રીસમી વિજયની સીમા કરનારા પણ છે. તે લંબાઈમાં અડધી વિજય સુધી અર્થાત્ વૈતાઢય સુધી આ સીમા કરે છે. એની આગળ એ મેરુની તરફ વળેલ હોવાથી વિજયની સીમાથી દૂર થઈ જાય છે.