________________
આગમસાર– ઉતરાર્ધ
242
(૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે.
(૪) સર્વ રત્ન નિધિ :– બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે.
(૫) મહાપદ્મ નિધિ :– બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે.
(૬) કાલ નિધિ :- · જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે.
=
(૭) મહાકાલ નિધિ :– લોખંડ, સોનુ, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે.
(૮)માણવક નિધિ ઃ યુદ્ધ નીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રઅસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે (૯) સંખ નિધિ :– નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવું અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે.
આ નિધિ હોય છે. તે ઉપરાંત કલાઓનું જ્ઞાન કરાવનારી અને
આ બધી નિધિઓ સુવર્ણમય ભીંતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે.
ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન :– કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે–
એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શ્રૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે; તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં—વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, લેશ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન કેવલદર્શન ની પ્રાપ્તી થઈ .
આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિ(પ્રસન્નચંદ્ર રાજૠષિ)ને સાતમી નરકમાં જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન થઈ ગયું હતું.
ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો.
આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો.
આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે.
વિશેષ :–ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અક્રમ :– ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અક્રમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અઠ્ઠમ સંસારિક વિધિ વિધાનરૂપ છે. કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવી જોઇએ.
। ગુફાના દ્વાર ખોલવા માટે બે અક્રમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવ માટેની અટ્ટમની સાથે જ ૠષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે.
બે–બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગુફાઓમાં ૪૯–૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અઠ્ઠમથી તે દેવ દેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે.
ચુલ્લહિમવંત પર્વત પર ૭ર યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭૨ યોજન જાય છે અને તેમનું શરીર ચુલ્લહિમવંત પર્વતની ઊંચાઈ સદેશ (શાશ્વતા ૧૦૦ યોજનનું) થઈ જાય છે.
ચોથો વક્ષસ્કાર
જંબૂઠ્ઠીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના ૬-૬ આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થંકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ૬ ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબૂદ્રીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે.