________________
આગમસાર
jainology II
241 તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્ફટ અર્થાતુ છો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્ફટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂ રૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય સ્કંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન-યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અટ્ટમ કર્યો પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક–રાજભવનની તરફ આગળ વધ્યા. જય-જયના ઘોષ સાથે અને અનેક વિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે– ૧૬ હજાર દેવો, ૩ર હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યાનો; સ્ત્રીરત્ન ઇત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અક્રમનું પારણું કર્યું.
આ પ્રકારે ચક્રવર્તીના ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્ફટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં પૂર્ણ થયો.
થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધ શાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો.
રાજાની આજ્ઞા અનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવં મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ઋતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપથી નીચે ઉતરી હસ્તિરત્ન પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અટ્ટમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા માનષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા. ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા:- પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨000 નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭૨૦૦૦ નગર, ૩૨૦૦૦ દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કસ્બા, ૨૪૦૦૦ મડંબ, ૨૦૦૦૦ ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સુબાહ, ૫૬ જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગા- સિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિદ્યાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, ૯ નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી. ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર-લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિ રત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧૨) અશ્વરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિદ્યાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. આ ૧૪ રત્નોના એક–એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત્ આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે નવ નિધિઓ:- નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે. તે મખ સરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારને જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ ૮ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવ નિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વત નિધિઓના મૂળસ્થાન ગંગાસુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે.. (૧) નૈસર્પ નિધિઃ- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિઃ- નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ. અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે.