________________
jainology II
239
આગમસાર મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા આસપાસના ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા જ્યાં સિંધુ દેવીનું ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અદમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભેંટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા (દાસી) છે. પછી ભરત રાજાએ આ દેવીને સત્કારિત સમ્માનિત કરી વિસર્જિત કર્યા.
ત્યાં સિંધુ નદીના એ વળાંકથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધ્યા. યથા– ક્રમથી માર્ગના તથા આસપાસના ક્ષેત્રોને પોતાના વિષયભૂત બનાવી ભરત મહારાજા વૈતાઢય પર્વતના મધ્ય સ્થાનની નજીક પહોંચ્યા. વૈતાઢયગિરિકુમારનું સ્મરણ કરતાં પૌષધ યુક્ત અટ્ટમ કરવાથી તે દેવ પણ ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા અને અધીનતા સ્વીકારી, ભટણા દઈ યથાસ્થાન ચાલ્યા ગયા.
) પશ્ચિમદિશામાં પ્રયાણ કર્યું અને તિમિશ્રા ગુફાની નજીક પહોંચી સ્થાયી પડાવ કયો. ભરત રાજાએ તિમિશ્રા ગુફાના માલિક દેવ કૃતમાલીની મનમાં અવધારણા કરી અટ્ટમ કર્યો. આસન કંપન આદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ સમજવું; ત્યારપછી અઠ્ઠાઈ મહોત્સવ મનાવ્યો.
- ત્યાર પછી ભરત રાજાએ સુષેણ નામના સેનાપતિ રત્નને બોલાવી બે દિશામાં સિંધુ નદીથી એવં બે દિશામાં ક્રમશઃ સાગર અને વૈતાઢય પર્વતથી ઘેરાયેલ નિષ્ફટ ક્ષેત્ર(બીજા ભરતખંડ)માં જઈને બધા ક્ષેત્રોને જીતી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરવાનો આદેશ દીધો. આ ભરતક્ષેત્રના છ ખંડમાંથી બીજો નાનો ખંડ છે. અત્યાર સુધી પહેલો મોટો ખંડ(મધ્યખંડ), ત્રણ તીર્થો, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકમાર દેવ અને કતમાલ દેવની વિજય યાત્રાની વચમાં આવેલા બધા ક્ષેત્ર જીતી લીધા હતા. કોઈક ક્ષેત્ર ખંડપ્રપાત ગુફાની આસપાસ અવશેષ રહ્યા, તે પહેલા ખંડમાં પાછા ફરતી વખતે જીતી લેવાય. માટે હવે ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં અને પછી છઠ્ઠો ખંડ સાધવામાં(જીતવામાં) આવે છે.
સુષેણ સેનાપતિએ આજ્ઞા મળતાં પૂર્ણ તૈયારી સાથે ચર્મરત્ન આદિ લઈને હસ્તિરત્ન પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. સિંધુ નદીની પાસે પહોંચી, ચર્મરત્ન લઈને નાવરૂપમાં તૈયાર કરી સંપૂર્ણ અંધાવાર (લશ્કર) સહિત સિંધુ નદીને પાર કરી, સિંધુ નિષ્ફટ(બીજા ભરતખંડ)માં પહોંચી, દિશા વિદિશાઓમાં પડાવ કરતા વિજય પતાકા ફરકાવતાં, એ ખંડના ગ્રામ, નગર, રાજ્ય, દેશ આદિના અધિપતિઓને પોતાની આજ્ઞામાં કર્યા, અધીનસ્થ બનાવ્યા અને ભરત ચક્રવર્તીની આજ્ઞા પૂર્ણ કરીને સેનાપતિ સુષેણ પાછા ફર્યા. ચર્મ રત્ન દ્વારા સિંધુ નદીને પાર કરી ભરત રાજા પાસે પહોંચી એમને જય વિજય શબ્દથી વધાવ્યા અને કાર્ય સિદ્ધ થયાની ખુશ. ખબર સાથે પ્રાપ્ત ભેટોને સમર્પિત કરી. પછી રાજા ભરતે સેનાપતિને સત્કારિત, સમ્માનિત કરી વિસર્જિત કર્યા. સેનાપતિ પણ વસ્ત્રમય પડાવવાળા આવાસ (તબુ)માં પહોંચી અને સ્નાન ભોજન નૃત્યગાન આદિ વિવિધ માનષિક કામ ભોગોનું સેવન કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. અહીં સુધી બે ખંડ સાધવારૂપ કાર્ય અર્થાત્ મંજિલ પૂર્ણ થઈ જાય છે. અતઃ ચક્રવર્તી અહીં થોડા દિવસ વિશ્રાંતિ- રૂપમાં નિવાસ કરે છે.
કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અટ્ટમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યા. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજુની પાછળની ભીંત પાસે જઈને થોભ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં દ્વારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો.
દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જય વિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગુફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો.
તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫0 યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજનાના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા ૫૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધા–અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧૨ યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે.
પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું કારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનાની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમું મંડલ પાંચમા યોજનાની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠું પ્રથમ ભીંત પર, સાતમું બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪, ૪૨, ૪૪, ૪૬મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫, ૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા. પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું.
તમિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ (પાટ) વાળી ઉમગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્ધિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભીંત