________________
jainology II
237
આગમસારે
થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમાં વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે.
આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોના સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાત્ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે.
અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવ ભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ધૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે." આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન થાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ:- આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરંતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉદ્ગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કયાં સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસંયત ધર્મ રહિત કાળવાળા માનવોનું જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં શાસ્ત્રના નામથી એ અવ્રતી
ચેત બક્ષી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનું અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ઋષિ પંચમીનો ઉગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અવ્રતી, સચિત બક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરનારાની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. (૩) ત્રીજો દુઃખમ-સુખમ આરોઃ- અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૬૩ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય શ્રાવક ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨000 વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે. (૪) ચોથો સુખમ–દુઃખમ આરો – આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થકરનો જન્મ થાય છે. એમની ઉમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ક્રમશઃ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ-સુખમ છે.