________________
jainology II
235
આગમસાર
(૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલ-વાહન (2) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેન-જીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ.
ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઇએ. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ :- નાભી અને મરૂદેવી પણ યુગલ પુરુષ અને સ્ત્રી હતા. પરંતુ મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઇન્ક્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૬૪ ઈન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૬૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭૨ કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના
વેજ્ઞાન પ્રદાન કર્યા. શકેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ–અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો.
ભગવાન ઋષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સનંદા અને સમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થંકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત– ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહયોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓની સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થકરોના જન્મ વિશિષ્ટ હોય છે એમની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :- ૮૩ લાખ પૂર્વ (૨૦+૪૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉધાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પુરિમતાલ નગરીની બહાર શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અદમની તપસ્યામાં ફાગણ વદી અગિયારસે ઋષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું.
ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે.
આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવન એમ ૮૪ લાખ પૂર્વ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી તેરસના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે ૬ દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮.૫ મહીના) અવશેષ હતા. આ રીતે ઋષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના
ન અને પ્રથમ તીર્થકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. (૪) “દુઃખમ સુખમ” ચોથો આરો - પ્રથમ તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, આયુષ્ય આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. દસંહનન ૬ સંસ્થાન એવં આરાની
પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭૨ કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષુદ્ર જીવ જંતુ મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ–નિમ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફેબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે.