________________
આગમસાર– ઉતરાર્ધ
ટિપ્પણ :– આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ ઐરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ– પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા
૫ મહાવિદેહમાં :– અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ
238
૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં ઃ– અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ
૫ હરિવર્ષ – ૫ રમ્યવર્ષમાં :– બીજા આરાનો પ્રારંભકાલ
--
૫ હેમવય – ૫ હેરણ્યવયમાં :– ત્રીજા આરાનો પ્રારંભકાલ
1
૫૬ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ.
ત્રીજો વક્ષસ્કાર
--
ભરત ચક્રવર્તી દક્ષિણ ભરતક્ષેત્રના મધ્યમાં, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪ યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા હતા.
એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં(શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરત રાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી, હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭–૮ પગલા જઈને ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવં વિપુલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત્ ધન્યવાદ આપી વિદાય કર્યા; પછી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધ– શાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દૃષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનુલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યુ. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી.
મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.)
વાર્ષિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અક્રમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર સુવર્ણ કુમાર આદિ દેવો ! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડયું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડ્યું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટણ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આશાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાન્તિકા મહોત્સવ મનાવ્યો. પછી ચક્રરત્ને આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબુદ્રીપની જગતીના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અદમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરત્ને ત્યાંથી પ્રસ્થાન કર્યું.
હવે ચક્રરત્ન દક્ષિણ ભરતથી પશ્ચિમ ભરતની તરફ ચાલવા માંડયુ. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અઠ્ઠમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધીનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો.