________________
આગમચાર– ઉતરાર્ધ
236 આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે. (૫) “દુઃખમ” પાંચમો આરો :- ૨૪માં તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુ:ખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુઃખ છે અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દુઃખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમાં તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુઃખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વની અપેક્ષા આ આરામાં પુદ્ગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ,
ભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વૈર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્વ્યસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. ધર્મના નામે ઢોંગ ઠગાઈ કરનારા પણ ઘણા હોય છે.
આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. ૬ સંઘયણ. ૬ સંસ્થાનવાળા હોય છે એવું પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફૂટનો માનવામાં આવે છે. ઉમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨00 વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧૨+૮+૪૪ ઊ ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલઃ- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) જુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને ક્ષપક. પરંપરાથી ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સંહનન આદિનો વિચ્છેદ પણ કહેવાય છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧૦૦૦ વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વ જ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિદ્યમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતા ખાતા પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્ય અવધિમાં નહિ થાય. પરંતુ છો આરો શરૂ થતાં પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ૨૧000 વર્ષનો હોય છે. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ” આરો:- આ આરો પણ ૨૧૦00 વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬ માં જુઓ. ઉત્સર્પિણી કાળ :- આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા- પહેલા આરાનું નામ “દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો “દુઃખમ દુઃખમ” આરો:– ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવું જીવોની દશા છે, તેજ અહીં સમજવી આ આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે.
ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા– ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. (૨) બીજો “દ:ખમ' આરો:- ૨૧+૨૧ ઊ ૪૨ હજાર વર્ષનો મહાન દુ:ખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની. શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની. દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન