________________
આગમસાર– ઉતરાર્ધ
192
(૧૨) કાય સંવેધ-કાલાદેશઃ (૧)૩૨૧ આગતિ સ્થાનોના બધા ગમ્માના કાલાદેશ અલગ અલગ હોય છે. પ્રત્યેક ગમ્માના જઘન્ય કાલાદેશ બે ભવની જઘન્ય સ્થિતિ–આયુ જોડવાથી થાય છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશ એ ગમ્માના જેટલા ઉત્કૃષ્ટ ભવ છે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ આય જોડવાથી થાય છે. (૨) બે ભવ હોય તો એક આયુ આગત સ્થાનના અને એક આયુ ઉત્પતિ સ્થાનના જોડવામાં આવે છે. ૮ ભવ હોય તો ૪-૪ ગુણ આયુ બન્નેના જોડવામાં આવે છે. જ્યારે ૩, ૫, ૭ ભવ હોય તો ૨, ૩, ૪ ભવ આગતા સ્થાનના અને ૧, ૨, ૩ ભવ ઉત્પતિ સ્થાનના જોડવામાં આવે છે. જ્યારે ૪ અથવા ૬ ભવ હોય તો બન્નેના ૨-૨ અથવા ૩-૩ ભવ જોડવામાં આવે છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવ હોય ત્યાં બંનેના સંખ્યાત અસંખ્યાત અને અનંત ભવ જોડવામાં આવે છે. (૩) જઘન્ય કાલાદેશમાં એ ગમ્માનું ઓછામાં ઓછું આવું કહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશમાં એ ગમ્માનું વધુમાં વધુ આયુ કહેવામાં આવે છે.
પ્રત્યેક ગમ્મામાં બે શબ્દ હોય છે. પહેલા શબ્દ અનુસાર આગત સ્થાનની આયુ કહેવામાં આવે છે. અને બીજા શબ્દ અનુસાર ઉત્પત્તિ સ્થાનની આય કહેવામાં આવે છે. જેમ કે
ક્રમ ગમ્મા | સ્થિતિ વિવરણ
ઔધિક ઔઘિક આગત અને ઉત્પત્તિ સ્થાનની બધી જઘન્ય ઉત્કૃષ્ટ આયુ ઔધિક જઘન્ય | આગતા સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર
ઔધિક ઉત્કૃષ્ટ | આગત સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર ૪ | જઘન્ય ઔધિક | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉગ્ર ૫ | | જઘન્ય જઘન્ય | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર ૬ | જઘન્ય ઉત્કૃષ્ટ | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર ૭ | ઉત્કૃષ્ટ ઔધિક આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉગ્ર ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | આગત સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર
૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર વિશેષ :(૧) એવા કુલ ૩૨૧ (આગત સ્થાનો) ના કાલાદેશના ચાર્ટ બને છે. જે આ ઉપરોક્ત ના આધારથી તથા અનુભવથી બનાવી શકાય છે. જેને સમજવાથી અન્ય ૩૨૧ ચાર્ટ બનાવવા સરળ થઈ શકે છે. ૩૨૧ આગત સ્થાનના વિવરણનું ચાર્ટ પહેલા શરૂઆતમાં જ આપી દીધું છે. (૨) ઉપપાત, સ્થિતિ, ભવાદેશ અને ગમ્માનું સ્વરૂપ આ ચારેયને બરાબર ધ્યાનમાં રાખવાથી કાલાદેશ સમજમાં આવી જાય છે. (૩) સામાન્ય રીતે તો ઉપર બતાવેલ પ્રારંભિક ઘર, જીવ, ગમ્મા તથા ૧૨ દ્વારો પર બતાવેલી પરિવર્તનીય ઋદ્ધિને પહેલાં સમજી લેવી આવશ્યક છે. (૪) લેશ્યા અવગાહના વિગેરેનુ સમુચ્ચય વર્ણન જીવાભિગમ સૂત્ર સારાંશમાં જોવું. (૫) થોકડાની પ્રચલિત ભાષામાં પ્રત્યેક માસ, પ્રત્યેક વર્ષ, એમ "પ્રત્યેક" શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ પરંપરાનું અનસરણ ન કરતાં અહીં "અનેક" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૬) પ્રસ્તુત પ્રકરણના થોકડામાં "ણાણત્તા" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એના નામથી આખો પ્રકરણ વિષયને સમજવાની સુવિધા માટે બનાવ્યો છે. પરંતુ અહીં સારાંશમાં પોતાની અપેક્ષા, સુવિધા તથા સરળતા માટે એનું પણ અનુસરણ કર્યું નથી. તો પણ આવશ્યક વિષયને ભિન્ન રીતે અર્થાત્ સ્થિર ઋદ્ધિ અને પરિવર્તનીય(વિભિન્ન) ઋદ્ધિના માધયમથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (ગમાનો થોકજ્ઞાન સંગ્રહ ભાગ-૩ માં વિસ્તાર છે, તથા પૂર્વે શિખેલા પાસેથી શીખી શકાય છે. પ્રાથમિક જ્ઞાન તરીકે જીવના ભેદ અને ગતાગતિ કંઠસ્થ કરવી આવશ્યક છે.)
.
સુવિચાર : ઉસ્ ગ્રહણ કરેલુ શસ્ત્ર જેમ પોતાનેજ હાનીકારક થાય છે, તેમ જ્ઞાનથી જો અહંકાર અને માન વધે, તો એ જ્ઞાન અહિતકારી થઈ જાય છે. વિશેષ જ્ઞાનની ક્ષમતા સાથે નમ્રતા પણ વધવી જોઇએ. નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે.બીજે પક્ષે કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે.
// શતક ૨૪ સંપૂર્ણ II
શતક-૨૫ઃ ઉદ્દેશક-૧ જીવના ૧૪ ભેદમાં યોગનું અલ્પબદુત્વઃ- સામર્થ્ય વિશેષથી આ યોગ અભ્યાધિક થાય છે. જીવોમાં અપર્યાપ્તાના સામર્થ્ય ઓછા હોય છે. પર્યાપ્તાના વધારે હોય છે. યોગોમાં મન, વચનના યોગ સામર્થ્ય વિશાળ હોય છે. કાયાના યોગ સામર્થ્ય ઓછો હોય છે. મન વચન કાયાના વેપાર-પ્રવૃતિને યોગ કહે છે. એ યોગની હીનાધિક સામર્થ્ય શક્તિનું અહીં અલ્પ બહુત્વ કરવામાં આવ્યું છે.
ઉદ્દેશક: ૨ (૧) અનંત જીવ દ્રવ્ય છે. અનંત અજીવ દ્રવ્ય છે. જીવને અજીવ કામ આવે છે. તથા રુપી પુગલ દ્રવ્યોને જીવ ગ્રહણ કરીને શરીર, ઇન્દ્રિય અને યોગ રૂપમાં પરિણમન કરે છે.