________________
jainology II
217
આગમસાર
ડરપોક(બીકણ) વ્યક્તિનું નામ પણ મહાવીર રાખી શકાય છે. આ નામકરણ સ્થાયી હોય છે. તળુસાર કોઈનું પણ “આવશ્યક નામ હોઈ શકે છે. સ્થાપના આવશ્યક – કોઈ પણ વસ્તુ યા રૂપમાં કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુની કલ્પના કરીને તેમાં સ્થાપિત કરવું તેને સ્થાપના કહે છે. આ સ્થાપના સત્યરૂપમાં પણ હોઈ શકે છે અને અસત્યરૂપમાં પણ હોઈ શકે છે. આ અપેક્ષિત સીમિત યા અસીમિત કાળ માટે હોઈ શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં એનો પ્રસંગ નથી. દ્રવ્ય આવશ્યક :- (૧) અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત અને વાચના આદિ ચારે દ્વારા શીખેલું “આવશ્યક શાસ્ત્ર' જો અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત હોય તો તે દ્રવ્ય આવશ્યક આગમ છે. (૨) ભૂતકાળમાં આવશ્યક શાસ્ત્ર શીખેલ વ્યક્તિનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે આવશ્યક શાસ્ત્રને શીખશે એનું શરીર પણ ઉપચારથી દ્રવ્ય આવશ્યક છે. યથા–ધૃતકુંભ, જળકુંભ વગેરે. (૩) સાંસારિક લોકો પ્રાતઃકાલીન જે આવશ્યક ક્રિયાઓ સ્નાન, મંજન, વસ્ત્રાભરણ પૂજાપાઠ, ખાવુંપીવું, ગમનાગમન વગેરે નિત્ય ક્રિયાઓ કરે છે, તે પણ “દ્રવ્ય આવશ્યક ક્રિયા છે. (૪) સંન્યાસી તાપસ વગેરે પ્રાતઃકાળે ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન, ધૂપદીપ, અર્ચા, તર્પણ આદિ નિત્ય આવશ્યક પ્રવૃત્તિઓ કરે છે, એ પણ દ્રવ્ય આવશ્યક ક્રિયાઓ છે. (૫) જે નિગ્રંથ શ્રમણ પર્યાયમાં રહીને પણ શ્રમણ ગુણોથી રહિત છે, અત્યંત સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ હોય છે ને જિનાજ્ઞા તથા શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, સ્વચ્છેદ વિચરણ કરે છે; તેઓ ઉભયકાળમાં વિધિયુક્ત આવશ્યક(પ્રતિક્રમણ) કરે છે તે પણ દ્રવ્ય આવશ્યક ક્રિયા કહેવાય છે. ભાવ આવશ્યક:- એના બે પ્રકાર છે. (૧) ભાવ આવશ્યક આગમતઃ (૨) ભાવ આવશ્યક નોઆગમતઃ
(૧) અક્ષર શુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના સહિત તથા અનુપ્રેક્ષા અને ઉપયોગપૂર્વક જે આવશ્યક છે તે “ભાવ આવશ્યક આગમતઃ” છે. (ર) ભાવ આવશ્યક નોઆગમતના(અર્થાત્ ક્રિયારૂપ આવશ્યકના) ત્રણ પ્રકાર છે– (૧) યથાસમય રામાયણ મહાભારત આદિનું ઉપયોગ સહિત વાંચન શ્રવણ કરવું તેને “ભાવ આવશ્યક લૌકિક' ક્રિયા કહેવાય છે. (૨) સંન્યાસી, તાપસ યજ્ઞ, હવન, જાપ, વંદના, અંજલી વગેરે ઉપયોગ સહિત જે ક્રિયાઓ કરે છે તેને “કJાવચનિક ભાવ આવશ્યક ક્રિયા કહેવાય છે. (૩) જે શ્રમણ નિગ્રંથો સંયમ પર્યાયમાં ભગવદાશાનુસાર વિચરણ કરતાં એકાગ્રચિત્તથી સંપૂર્ણ ઉપયોગ રાખીને ઉભયકાળમાં પ્રતિક્રમણ કરે છે, અન્ય કોઈ પણ ચિંતનમાં મનને પ્રવૃત્ત રાખતા નથી; તેવા શ્રમણની તે પ્રવૃત્તિને “લોકોત્તરિક ભાવ આવશ્યક ક્રિયા કહેવાય છે. એ ત્રણેય “નો આગમતઃ ભાવ આવશ્યક છે. આવશ્યકના પર્યાય શબ્દઃ- (૧) આવશ્યક (૨) અવશ્વકરણીય (૩) ધ્રુવનિગ્રહ (૪) વિશોધિ (૫) છ અધ્યયન સમૂહ (૬) ન્યાય (૭) આરાધના (૮) માર્ગ. આ અલગ-અલગ ઉચ્ચારણ એવં અક્ષરવાળા એકાર્થક આવશ્યકના પર્યાયવાચી શબ્દ છે. એ પ્રકારે શ્રમણ અને શ્રમણોપાસકો દ્વારા ઉભય સંધ્યામાં કરવા યોગ્ય આવશ્યકનું આ અનુયોગ સ્વરૂપ છે. “શ્રત'નો અયોગ:નામ:- કોઈ પણ આગમશાસ્ત્ર અથવા શાસ્ત્ર વાક્યો, જે શ્રુત સંજ્ઞાથી કહેવામાં આવે છે અથવા પરિચય માટે યથેચ્છ વસ્તુનું નામ “શ્રુત રખાય છે, તેને નામશ્રુત' કહેવાય છે.
સ્થાપના – કોઈ પણ વસ્તુ અથવા રૂપમાં “આ શ્રુત છે' એમ આરોપ, કલ્પના અથવા સ્થાપના કરાય તેને "સ્થાપનાશ્રુત" કહે છે. દ્રવ્ય :- (૧) અક્ષરશદ્ધિ અને ઉચ્ચારણ શદ્ધિથી યુક્ત, ગરૂપદિષ્ટ વાચના આદિ ચારેયથી સહિત, શીખેલું પરંત અનપેક્ષા અને ઉપયોગ રહિત શાસ્ત્રને દ્રવ્યશ્રુત” આગમ કહે છે. (૨) ભૂતકાળમાં “શ્રત’ શીખેલી વ્યક્તિનું મૃત શરીર અને ભવિષ્યમાં શીખનાર નું વર્તમાન શરીર ઉપચારથી દ્રવ્યશ્રુત” છે. (૩) તાડપત્રો, કાગળના પાનામાં અને પુસ્તકોમાં લખેલા શાસ્ત્રો પણ દ્રવ્યશ્રુત” છે. (૪) શ્રત માટે આગમભાષામાં “સુર્ય અને સુd' શબ્દ પ્રયોગ કરાય છે અને કપાસ, ઊન વગેરેના દોરાને પણ “સુત્ત’ શબ્દનો પ્રયોગ કરાય છે. આથી અનેક પ્રકારના વસ્ત્રોના દોરા પણ દ્રવ્યસૂત્ર' છે. ભાવ :- (૧) અક્ષર શદ્ધિ ઉચ્ચારણશદ્ધિ વગેરેની સાથે અનપેક્ષા અને ઉપયોગ સહિત જે શ્રત છે તે “ભાવશ્રત' આગમ છે. (૨) અજ્ઞાની, મિથ્યાષ્ટિઓ વગેરે દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી રચિત મત મતાંતરીય શાસ્ત્રગ્રંથો, ૭૨ કલાઓ, વ્યાકરણ, રામાયણ, મહાભારત, સાંગોપાંગ વેદ આ સર્વે “લૌકિક ભાવ શ્રુત” છે. (૩) સર્વજ્ઞોકત નિગ્રંથ પ્રવચનરૂપ આચારાંગ પ્રમુખ બાર અંગ સૂત્ર આદિ આગમોકત ચારિત્ર ગુણ સંપન્ન શ્રમણ દ્વારા કંઠસ્થ તથા ઉપયોગ યુક્ત છે, તે લોકોત્તરિક ભાવ શ્રુત' ક્રિયારૂપ છે. શ્રતના પર્યાય શબ્દઃ- (૧) શ્રત (૨) સૂત્ર (૩) ગ્રંથ (૪) સિદ્ધાંત (૫) શાસન (૬) આજ્ઞા (૭) વચન (૮) ઉપદેશ (૯) પ્રજ્ઞાપના (૧૦) આગમ. આ સર્વે શ્રુતના પર્યાયવાચી શબ્દ છે
સ્કંધ'નો અનુયોગ:નામ, સ્થાપના :- કોઈનું સ્કંધ નામ રાખ્યું હોય તેને “નામ સ્કંધ' કહેવાય છે અને કોઈને આ સ્કંધ છે એમ આરોપિત, કલ્પિત યા
સ્થાપિત કર્યું હોય તેને “સ્થાપના સ્કંધ' કહે છે. દ્રવ્યઃ- (૧) શ્રતના વિભાગરૂપ સ્કંધને અથવા “સ્કંધ એ પદને શુદ્ધ અક્ષર અને ઉચ્ચારણ યુક્ત ગુરૂપદિષ્ટ વાચના વગેરે સહિત શીખ્યું છે, પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત છે, તે “વ્યસ્કંધ' છે. (૨) ભૂતકાળમાં જેણે “સ્કંધ’ને જાણ્ય, શિખ્યું હતું તેનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે શીખશે વાંચશે તેનું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યસ્કંધ છે. (૩) હાથી, ઘોડા વગેરેનો સ્કંધ