________________
jainology II
219
આગમનસાર
(૩) આનુપૂર્વી એ છે કે જ્યાં આદિ, મધ્ય અને અન્તનું વ્યવસ્થાપન હોય. એટલે જ પરમાણુ અનાનુપૂર્વી છે. દ્વિપ્રદેશી ઢંધમાં આદિ(પ્રથમ) અને અંત છે પરંતુ મધ્ય ન હોવાથી, તે અનાનુપૂર્વી નહીં પણ “અવક્તવ્ય” છે. ત્રિપ્રદેશથી લઈને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. (૪) આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના એકવચન, બહુવચનના ભેદથી અસંયોગી ઇ ભંગ હોય છે. આ દ દ્વારા દ્વિસંયોગી ભંગ બનાવતાં ૧૨ ભંગ બને છે. તેમજ ત્રણ સંયોગી ભંગ ૮ બને છે. આ રીતે કુલ ૨૬ ભંગ બને છે. આ ભંગ વિકલ્પ આ પ્રમાણે છે. અસંયોગી ૬ ભંગ- ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વિઓ ૫. અનાનુપૂર્વીઓ ૬. અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી ૧૨ ભંગ- ૧. આનુપૂર્વી એક અનાનુપૂર્વી એક ૨. આનુપૂર્વી એક અનાનુપૂર્વી અનેક ૩. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વ એક ૪. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અનેક. આ પ્રમાણે જ ચાર ભંગ આનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે અને ચાર ભંગ અનાનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે. કુલ ૧૨ ભંગ છે. ત્રણ સંયોગી ૮ ભંગ થાય છે. યથા૧. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૨. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૩. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૪. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક. ૫. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૬. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૭. આનુપૂવી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૮. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક.
એ ૬ + ૧૨ + ૮ – ૨૬ ભંગ હોય છે. આ ભંગ બનાવવાની વિધિ અન્યત્ર પણ આ જ રીતે જાણી લેવી જોઇએ. આ વિધિથી પરમાણુ, ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રણ પ્રદેશી ઢંધ; આ ત્રણના સંયોગથી ૨૬ ભંગ જાણવા જોઇએ. (૫) આનુપૂર્વી આદિ દ્રવ્યોનો “અસ્તિત્વ' આદિ દ્વારા વિચાર કરવો એ “અનુગમ' છે અર્થાત્ અનુકૂલ વિશેષ જ્ઞાન છે. જેમ કે– ૧. આનુપૂર્વી આદિ ત્રણેયનું અસ્તિત્વ છે. ૨. દ્રવ્ય સંખ્યાથી અનંત છે. ૩. અનેક દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી આદિ સર્વ લોકમાં છે અને એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગ આદિ અલગ-અલગ રૂપમાં છે. ૪. તેવી જ રીતે “સ્પર્શના' સાધિક હોય છે. ૫. સ્થિતિ બધાની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે અને બહત્વની અપેક્ષાએ શાશ્વત છે. ૬. અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. પરંતુ પરમાણુનો અસંખ્યકાળ છે. બહુત્વની અપેક્ષાએ અંતર નથી. ૭. શેષ દ્રવ્યોના અનેક અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. દ્ધિપ્રદેશી તથા પરમાણુ દ્રવ્ય અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૮. આનુપૂર્વી આદિ દ્રવ્ય પારિણામિક ભાવમાં હોય છે. ૯. ઢિપ્રદેશી ઢંધ દ્રવ્ય બધાથી થોડા છે, તેનાથી પરમાણુ વિશેષાધિક છે અને ત્રણ પ્રદેશી આદિ સ્કંધ દ્રવ્ય અસંખ્યગણા છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી થોડા પરમાણુ અપ્રદેશ, દ્ધિપ્રદેશના પ્રદેશ વિશેષાધિક એનાથી ત્રણ પ્રદેશી આદિ સ્કંધોના પ્રદેશ અનંત ગણા છે. (૬) નૈગમ અને વ્યવહાર નયથી ઉપરોકત ૨૬ ભંગ થાય છે અને સંગ્રહ નયથી આનુપૂર્વી આદિના સાતભંગ થાય છે. કારણ કે બહુવચનની વિવક્ષા આમાં અલગ હોતી નથી. તે ભંગ આ પ્રમાણે છે- ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વી અનાનુપૂર્વી પ. આનુપૂર્વી અવક્તવ્ય ૬. અનાનુપૂર્વી અવક્તવ્ય ૭. આનુપૂર્વી અનાનુપૂર્વી અવક્તવ્ય. અન્ય વર્ણન પણ સંગ્રહ નય દ્વારા સમજવું. પરંતુ તેમાં બહુવચન સંબંધી કોઈ વિકલ્પ દ્રવ્ય, પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, સ્થિતિ આદિમાં નહિ સમજવો. આ અનોપનિધિશ્રી આનપૂર્વીનું વર્ણન થયું. પૂર્વાનુપૂર્વી આદિના ભંગ :- ઔપનિધિકી દ્રવ્ય આનુપૂર્વી ત્રણ પ્રકારની હોય છે. યથા– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી (બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી). યથા– છ દ્રવ્યોને ક્રમથી રાખવા પૂર્વાનુપૂર્વી છે. ઉલટા ક્રમથી રાખવા પશ્ચાનુપૂર્વી છે. ૬ દ્રવ્યોના અનાનુપૂર્વીના ભંગ આ પ્રમાણે છે– ૧૪૨૪ ૩૪૪૪૫૪૬ ઊ ૭૨૦ આમાં બે ઓછા કરવાથી ૭૧૮ અનાનુપૂર્વીના ભંગ જાણવા. આ જ રીતે પંચ પરમેષ્ઠીના પદોથી એક પૂર્વાનુપૂર્વી એક પશ્ચાનુપૂર્વી અને ૧૧૮ (૧૪૨૪૩૪૪૪૫ ઉ ૧૨૦–૨ ઉ૧૧૮) અનાનુપૂર્વીના ભંગ બને છે. ક્ષેત્રાનુપૂર્વીઃ- દ્રવ્યાનુપૂર્વીની જેમ સંપૂર્ણ વર્ણન છે. આમાં ત્રણ પ્રદેશો આદિના અવગાઢ સ્કંધ આનુપૂર્વી છે. એક પ્રદેશવગાઢ સ્કંધ અનાનુપૂર્વી છે અને દ્વિ પ્રદેશાવગાઢસ્કંધ અવકતવ્ય છે. અલ્પબદુત્વમાં અહીં અનંતગુણના સ્થાને અસંખ્ય ગુણ જ હોય છે. કારણ કે અવગાહના ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશની હોય છે, અનંત-પ્રદેશની ન હોય.
પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી અહીં ઉર્ધ્વલોક, અધોલોક તીરછા- લોકની અપેક્ષાએ કહેવી. પછી અધોલોકની. સાત નરક, તીરછા લોકના અસંખ્ય દ્વીપ સમુદ્ર અને ઉર્ધ્વ લોકના ૧૫ સ્થાન(૧૨ દેવલોક, ૧ ચૈવેયક, ૧ અણુત્તર દેવ, ૧ સિદ્ધશિલા)ની પૂર્વાનુપૂર્વી આદિ કહી શકાય છે. કાળાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની સમાન સંપૂર્ણ વર્ણન છે. એમાં એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય છે અને ત્રણ સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ક્ષેત્ર અવગાહનાની જેમ કાળ સ્થિતિ પણ અસંખ્ય છે, માટે અનંત નહિ કહેવું. એક સમયની સ્થિતિ યાવત્ અસંખ્ય સમયની સ્થિતિની અપેક્ષાએ પૂર્વાનુપૂર્વી આદિ કહેવું જોઈએ. અથવા સમય, આવલિકા, આણ–પાણ, થોવ, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સોવર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂવાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, યાવત્ શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ, આ પ૩ પદોથી પણ કહી શકાય છે.