________________
આગમચાર– ઉતરાર્ધ
222 છટાંક અથવા પાંચ તોલાનો સૂચક છે) એકસો પાંચ પલ ઊ એક તુલા [પાઠાંતરે ૧૦૦ પલ અને કયાંક ૫૦૦ પલ પણ છે.] દસ તુલા ઊ અર્ધો ભાર, બે અર્ધાભાર ઊ એક ભાર; એનાથી ગોળ, ખાંડ, સાકર વગેરે દ્રવ્યનું વજન કરાય છે. આ માપ તોલ અપેક્ષિત ક્ષેત્ર કાળના છે. કાળાંતર અથવા ક્ષેત્રમંતરથી માપ તોલની ગણતરી અલગ-અલગ ન્યૂનાધિક પણ હોઈ શકે છે. થોડાક સમય પૂર્વે છટાંક, શેર, મણ વગેરે પ્રચલિત હતા. આજકાલ ગ્રામ, કિલો, ક્વિન્ટલમાં વજન કરાય છે. (૩) અવમાન પ્રમાણ:- એનાથી જમીન વગેરેનું માપ કરાય છે. આનો સૌથી નાનો એકમ હાથ હોય છે. ચાર હાથ ઊ એક ધનુષ્ય; ઘનુષ, દડ, યુગ, નાલિકા, અક્ષ, મૂસળ આ બધા એક માપના હોય છે. દશ નાલિકા ઊ એક રજ્જ: આનાથી મિની લંબાઈ પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઇ મપાય છે. વર્તમાનમાં ગજ, ફૂટથી માપ કરાય છે અથવા મીટર થી જમીન મપાય છે. (૪) ગણિમ પ્રમાણ:- ગણતરી, સંખ્યામાં કોઈ પણ પદાર્થની માત્રાના જ્ઞાનને ગણિમ પ્રમાણ” કહે છે. એનાથી રૂપિયા, પૈસા સંપત્તિનું અને ગણતરી કરી શકાય એવા પદાર્થોનું જ્ઞાન કરાય છે. એનો જઘન્ય(નાનામાં નાનો) એકમ એક છે. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર એમ કરોડ સુધી સમજવું. સૂત્રમાં ૧, ૧૦, ૧૦૦, ૧૦૦૦, ૧૦,૦૦૦ ૧,૦૦,૦૦૦, ૧૦ લાખ, ૧ કરોડ આ સંખ્યા આપી છે. અધિકતમ ૧૯૪ અંક પ્રમાણ સંખ્યા ગણના પ્રમાણમાં છે. (૫૪ અંક અને ૧૪૦ મીંડા). એના પછી ઉપમા પ્રમાણ છે. (૫) પ્રતિમાન પ્રમાણ :– સોના, ચાંદી અને મણિ, મોતી આદિને નાના કાંટામાં તોલીને પ્રમાણમાન જાણી શકાય છે. આ પ્રતિમાન પ્રમાણ છે. બહુમૂલ્ય વસ્તુઓને તોલા, માસા, રતિ આદિ નાના તોલાથી તોળાય છે. ગોળ, સાકર વગેરેને મોટા કાંટામાં મોટા તોલ માપથી તોળાય છે. આ પ્રતિમાન પ્રમાણ અને ઉન્માન પ્રમાણમાં અંતર સમજવું. પ્રતિમાન માપ આ પ્રમાણે છે
૫ ગુંજા (રતિ) ઊ ૧ કર્મ માસક (માસા) ૪ કાંકણી ઊ ૧ કર્મ માસક (માસા) ૩ નિષ્પાવ ઊ ૧ કર્મ માસક (માસા) ૧૨ માસા ઊ ૧ મંડળ ૪૮ કાંકણી ઊ ૧ મંડળ
૧૬ માસા ઊ ૧ તોલો (સોના મહોર) ક્ષેત્ર પ્રમાણ:- એનો જઘન્ય એકમ 'અંગુલી છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે. યથા– (૧) આત્માંગુલ– જે કાળમાં જે મનુષ્ય હોય છે, તેમાં પણ જે પ્રમાણ યુક્ત પુરુષ હોય છે, તેના અંગુલને આત્માગુલ કહેવાય છે.
પ્રમાણયુક્ત પુરુષ તે હોય છે જે સ્વયંના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય છે અથવા ૯ મુખ પ્રમાણ હોય છે. એક દ્રોણ જેટલું તેના શરીરનું આયતન હોય છે અને અર્ધભાર પ્રમાણ જેનું વજન હોય છે. દ્રોણ અને અર્ધભારમાં પ્રાયઃ ૬૪ શેરનું પરિમાણ હોય છે. (૨) ઉત્સધાંગુલ:- ૮ વાળાગ્ર ઊ એક લીખ, આઠલીખ ઊ એક જૂ, આઠ જૂ ઊ એક જવમધ્ય, આઠ જવમધ્ય ઊ એક ઉત્સધાંગુલ અર્થાતુ ૮૪૮૮૮૮૮ ઊ ૪૦૯૬ વાળના ગોળ ભારા. એનો જેટલો વિસ્તાર(વ્યાસ) હોય છે, એને એક ઉત્સધાંગુલ કહેવાય છે. આ અંગુલ લગભગ અડધા ઇંચ બરાબર હોય છે, એવું અનુમાન છે. જેથી ૧૨ ઇંચ ઊ ૨૪ અંગુલ ઊ ૧ હાથ ઊ ૧ ફૂટ હોય છે. (૩) પ્રમાણાંગુલ:- ચક્રવર્તીના કાંકણીરત્નના ૬ તલિયા અને ૧૨ હાંસ હોય છે. પ્રત્યેક હાંસ એક ઉત્સધાંગુલ પ્રમાણ હોય છે. ઉત્સધાંગુલથી હજારગણો પ્રમાણાંગુલ હોય છે. શ્રમણ ભગવાન મહાવીરના(૨૪મા ભગવાનના) અંગુલ ઉત્સધાંગુલથી બમણા હોય છે. અર્થાત્ ૮૧૯૨(વાળના) કેશનો ગોળ ભારો બનાવવાથી જેટલો વિસ્તાર થાય, તેટલો ભગવાન મહાવીર સ્વામીનો(૨૪મા તીર્થકરનો) અંગુલ હોય છે. એમ ૪૦૯૬000 વાળના ગોળાના બનાવેલ ભારાનો જેટલો વિસ્તાર થાય છે, તેટલો એક પ્રમાણાંગુલ અર્થાત્ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીનો અંગુલ હોય છે. યોજન:- ૧૨ અંગુલ ઊ એક વૈત, બે વેંત ઊ એકહાથ, ચારહાથ ઊ એક ધનુષ, બે હજાર ધનુષ ઊ એક ગાઉ, ચાર ગાઉ ઊ એક યોજન. આ માપ ત્રણે પ્રકારના અંગુલમાં સમજવા. આ પ્રકારે યોજન પર્યત બધા માપ ત્રણ પ્રકારના હોય છે. તેમાં આત્માંગુલથી તે કાળના ક્ષેત્ર, ગ્રામ, નગર, ઘર વગેરેના માપ કરાય છે. ઉત્સધાંગુલથી ચાર ગતિના જીવોની અવગાહનાનું માપ કહેવાય છે. પ્રમાણાંગુલથી શાશ્વત પદાર્થો અર્થાત્ દ્વીપ, સમુદ્ર, પૃથ્વીપિંડ, વિમાન, પર્વત, કૂટ વગેરેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કહેવાય છે.
અપેક્ષાએ લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ છે– (૧) મનુષ્ય કૃત ગ્રામ, નગર, મકાન ઇત્યાદિ. (૨) કર્મ કૃત શરીર ઈત્યાદિ. (૩) શાશ્વત સ્થાન. આ ત્રણેયના માપ કરવા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના અંગુલથી લઈને યોજન પર્વતના માપનો ઉપયોગ કરાય છે. [અહીં ચારે ગતિના જીવોની અવગાહના વિસ્તારથી બતાવેલ છે, તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૧,] પરમાણુથી અંગુલનું માપ:- સૂક્ષ્મ પરમાણુ અને વ્યવહારિક પરમાણુના ભેદથી પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરમાણુ અવર્ણ છે. તે અતિ સૂક્ષમ, અવિભાજ્ય, પુલનો અંતિમ એક પ્રદેશ હોય છે. તેનો આદિ, મધ્ય, અંત તે સ્વયં છે. એવા અનંતાનંત પરમાણુનો એક વ્યવહારિક પરમાણુ થાય છે. તે પણ સૂક્ષ્મ હોય છે. તલવાર વગેરેથી અવિચ્છેદ્ય છે. અગ્નિ એને બાળી શકતી નથી. વા એને ઉડાડી શકતી નથી. એવા અનંત વ્યવહારિક પરમાણના માપની ગણના આ પ્રકારે કરાય છે.
અનંત વ્યવહાર પરમાણુ ઊ ૧ ઉલક્ષણ લક્ષણિકા. ૮ ઉલક્ષણ લક્ષણિકા
૧ લક્ષણ શ્લેક્ષણિકા ૮ લક્ષણ લક્ષણિકા ઊ ૧ ઊર્ધ્વ રેણું ૮ ઊર્ધ્વ રેણુ
૧ ત્રસ રેણુ ૮ટસ રેણુ
૧ રથ રેણુ ૮ રથ રેણ
૧ વાળ (દેવકુ મનુષ્યનો) ૮ વાળ (દેવમુરુ)
૧ વાળ (હરિવર્ષ મનુષ્યનો)