________________
આગમચાર– ઉતરાર્ધ
226 સમુદ્ર જેટલો મોટો અનવસ્થિત પલ્ય બનાવવો, ભરવો અને ખાલી કરવો તથા એક દાણો શલાકા પલ્યમાં નાખવો. આમ કરતાં-કરતાં જ્યારે “શલાકા પલ્ય’ ભરાઈ જાય ત્યારે એને પણ આગળના દ્વીપ સમુદ્રોમાં દાણા નાખી ને ખાલી કરવો અને એક-એક દાણો 'પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. આ વિધિથી કરતાં એક સમય “પ્રતિ શલાકા પલ્ય” પણ ભરાઈ જશે. મહાશલાકા પલ્ય ભરવો - સંપૂર્ણ ભરેલા એ "પ્રતિશલાકા પલ્ય'ને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રોમાં એક-એક દાણો નાખવો અને ખાલી થયા પછી તેને ખાલી રાખવો. એક દાણો સાક્ષીરૂપે “મહાશલાકા પલ્ય'માં નાખવો. આ વિધિથી અનવસ્થિત પલ્યથી શલાકા પલ્ય ભરવો. શલાકા પલ્યથી પ્રતિશલાકા પલ્ય ભરવો. પછી એક દાણો “મહાશલાકા પલ્ય'માં નાખવો. આમ કરતાં-કરતાં એક સમય “મહાશલાકા પલ્ય” પણ ભરાઈ જશે. ફરી એ જ ક્રમથી પ્રતિશલાકા અને શલાકા પલ્ય પણ ભરવો અર્થાત્ ત્રણે અવસ્થિત પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં તે દીપ સમુદ્ર જેટલો અનવસ્થિત પલ્ય બનાવીને સરસવના દાણાથી ભરી લેવો.
ચારેય પલ્યમાં ભરેલા દાણા અને અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા બધા દાણા મળીને જે સંખ્યા અને એમાંથી એક ઓછો કરતાં જે સંખ્યા આવે તેને જ ઉત્કૃષ્ટ સંખ્યાતા સમજવું જોઇએ.
ઉત્કૃષ્ટ સંખ્યાતાનું પરિમાણ સંપૂર્ણ થયું. પ્રચલિત ભાષાથી આ ડાલા–પાલા' નો અધિકાર પૂર્ણ થયો. અસંખ્યાતાનું પ્રમાણ :- (૧) જઘન્ય પરિત્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ સંખ્યાતાથી એક અધિક. (૨) મધ્યમ પરિત્તા અસંખ્યાતા- જઘન્ય પરિત્તા અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતા– જઘન્ય પરિત્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે અને એટલી વાર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેમાં એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાત થાય છે. યથા- પાંચને પાંચથી પાંચવાર ગુણાકાર કરીને એક ઓછું કરવાથી ૩૧૨૪ સંખ્યા આવે છે. (પપપપપઊ૩૧૨૫–૧ ઊ૩૧૨૪). (૪) જઘન્ય યુક્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાથી એક અધિક. (૫) મધ્યમ યુક્તા અસંખ્યાતા- જઘન્ય અને ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૬) ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા– જઘન્ય યુક્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે એટલી વાર ગુણાકાર કરીને તેમાંથી એક ઓછું કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાત છે. () જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત- ઉત્કૃષ્ટ યક્તા અસંખ્યાતથી એક અધિક. (૮) મધ્યમ અસંખ્યાતા અસંખ્યાત– જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા– અસંખ્યાતની વચલી બધી સંખ્યા. (૯) ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત– જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત સંખ્યાને એજ સંખ્યા વડે એટલી જ વાર ગુણાકાર કરીને એક ઓછું કરતાં જે રાશિ આવે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત છે. અનંતનું પ્રમાણ :- (૧) જઘન્ય પરિત્તા અનંત– ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતથી એક અધિક. આ રીતે અસંખ્યાતના ૯ ભેદ જે ઉપર બતાવ્યા છે તે જ પ્રમાણે અનંતના આઠ ભેદ સમજવા જોઇએ. એના નામ- (૨) મધ્યમ પરિત્તા અનંત (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અનંત (૪) જઘન્ય યુક્તા અનંત (૫) મધ્યમ યુક્તા અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્તા અનંત (૭) જઘન્ય અનંતા અનંત (૮) મધ્યમ અનંતા અનંત. અનંતનો નવમો ભેદ નથી. અર્થાત્ લોકની અધિકતમ દ્રવ્ય ગુણ યા પર્યાયની સમસ્ત સંખ્યા આઠમા અનંતમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અતઃ નવમા ભેદની આવશ્યકતા નથી. ભાવ શંખ – જે જીવ બેઈન્દ્રિય શંખના ભવમાં છે અને તે આયુષ્ય આદિ કર્મ ભોગવી રહેલ છે તે ભાવ શંખ છે.
ઉપક્રમ દ્વારનો આ ત્રીજો પ્રમાણદ્વાર' સંપૂર્ણ થયો. (૪) વક્તવ્યતા - અધ્યયન આદિના પ્રત્યેક અવયવનું વિવેચન કરવું. એમાં પોતાના જિનાનુમત સિદ્ધાંતનું કથન કરવું એ સ્વમત વક્તવ્યતા છે અને અન્યમતના સિદ્ધાંતોનું કથન કરવું પરમત વક્તવ્યતા છે.
આ કથન ૬ વિશેષણોવાળું હોઈ શકે છે– (૧) સામાન્ય અર્થ વ્યાખ્યાન, (૨) પ્રાસંગિક વિષયનું લક્ષણ આદિ યુક્ત કથન, (૩) કંઈક વિસ્તારથી પ્રરૂપણ, (૪) દષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ રૂપથી સમજાવવો. (૫) દષ્ટાંતને પુનઃ ઘટિત કરવું, (૬) ઉપસંહાર કરવો અર્થાત્ અંતમાં વિવેચનનો જે આશય છે એ સિદ્ધાંત સારને પુનઃ સ્થાપિત કરવો.
વર્યુ વિષય છે એના અર્થનું કથન કરવું અર્થાધિકાર કહેવાય છે. યથા– આવશ્યક સૂત્રના પ્રથમાદિ અધ્યયનનો અર્થ બતાવવો જેમ કે સામાયિક – સાવધયોગોનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવ- ચોવીસ તીર્થકરોના ગુણ ગ્રામ કરવા. ઇત્યાદિ અર્વાધિકાર છે. (૬) સમવતાર - બધા દ્રવ્ય આત્મભાવની અપેક્ષા સ્વયંના અસ્તિત્વમાં રહેલા છે, એ આત્મ સમવતાર છે. આધાર આશ્રયની અપેક્ષા પર વસ્તુમાં સમવસૃત થવાથી એનો પર સમવતાર પણ થાય છે. યથા- કુંડામાં બોર, ઘરમાં સ્તંભ.
૧૦૦ ગ્રામનું માપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે અને પર- સમવતારની અપેક્ષા ૨૦૦ ગ્રામમાં પણ રહેલું છે. જંબુદ્વીપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે. અને પર સમવતારની અપેક્ષા તિરછા લોકમાં રહેલો છે. એવી રીતે કાળના સમય, આવલિકા, મુહૂર્ત, વર્ષ વગેરે માટે સમવતારમાં સમજી લેવું. એવી રીતે ક્રોધાદિ જીવત્વાદિનો સમવતાર સમાવેશ પણ સમજી લેવો. આ છ પ્રતિદ્વારો યુક્ત અનુયોગનો પ્રથમ ‘ઉપક્રમ દ્વાર’ સંપૂર્ણ થયો. (૨) નિક્ષેપ દ્વાર :- ઈષ્ટ વસ્તુનો નિર્ણય કરવા માટે અપ્રાસંગિકનું નિરાકરણ અને પ્રસંગ પ્રાપ્તનું વિધાન કરવું એ નિક્ષેપ છે. આવશ્યક સૂત્રના નિક્ષેપ પછી “અધ્યયન'ના નિક્ષેપનો પ્રસંગ હોવાથી અહીં સર્વ પ્રથમ ૧. “અધ્યયન’નો નિક્ષેપ કરાય છે. ત્યાર પછી ૨. અક્ષણ ૩. આય અને ૪. ક્ષપણા નો નિક્ષેપ છે. નિક્ષેપ ઓછામાં ઓછું ચાર દ્વારોથી કરાય છે. અધિક કરવો ઐચ્છિક પ્રસંગાનુસાર હોય છે. અધ્યયન – નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યયનનું કથન પૂર્વમાં વર્ણવેલ આવશ્યક આદિની સમાન છે.